ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

UP : કેરળ એક્સપ્રેસ તૂટેલા પાટા પર દોડી, મુસાફરોના શ્વાસ અદ્ધર, હોબાળો મચ્યો

UP ના લલિતપૂરમાં અકસ્માત થાતા અટક્યો તૂટેલા પાટા પરથી ચાલી ટ્રેન, મુસાફરોનો હોબાળો પહેલા પર ટ્રેન પાટા પરથી ઉતારવાના બનાવો બન્યા છે યુપી (UP)ના લલિતપુરમાં એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી છે. આ અકસ્માત એટલો મોટો હોઈ શકે છે કે...
03:04 PM Oct 01, 2024 IST | Dhruv Parmar
  1. UP ના લલિતપૂરમાં અકસ્માત થાતા અટક્યો
  2. તૂટેલા પાટા પરથી ચાલી ટ્રેન, મુસાફરોનો હોબાળો
  3. પહેલા પર ટ્રેન પાટા પરથી ઉતારવાના બનાવો બન્યા છે

યુપી (UP)ના લલિતપુરમાં એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી છે. આ અકસ્માત એટલો મોટો હોઈ શકે છે કે સેંકડો મુસાફરોએ જીવ ગુમાવ્યો હોત. વાસ્તવમાં અહીં કેરળ એક્સપ્રેસ ટ્રેન તૂટેલા ટ્રેક પર દોડી હતી. લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવી ત્યાં સુધીમાં ટ્રેન તૂટેલા પાટાથી આગળ નીકળી ગઈ હતી.

શું છે સમગ્ર મામલો?

તિરુવનંતપુરમથી નવી દિલ્હી જતી કેરળ એક્સપ્રેસ મોટી દુર્ઘટનાનો શિકાર બનવાથી બચી ગઈ છે. લલિતપુરમાં રેલવે પ્રશાસનની ભૂલને કારણે ટ્રેન લલિતપુર પાસે તૂટેલા પાટા પર ઊભી રાખવામાં આવી હતી. ટ્રેક પર કામ કરી રહેલા રેલ્વે કર્મચારીઓએ ટ્રેનને રોકવા માટે લાલ ઝંડો બતાવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં ટ્રેનના ત્રણ ડબ્બા તૂટેલા પાટાથી આગળ વધી ગયા હતા. લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને રોકી હતી. આ પછી જ્યારે ટ્રેન ઝાંસી પહોંચી તો મુસાફરોએ હોબાળો મચાવ્યો.

આ પણ વાંચો : UP ના સુલતાનપુરમાં વધુ એક એન્કાઉન્ટર, બાળકીની હત્યા કરનાર 3 ગુનેગારોને મારી ગોળી...

યુપીના મહોબામાં એક ટ્રેનને પલટી મારવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું...

તાજેતરમાં જ મહોબા જિલ્લાના કબરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેલવે ટ્રેક પર કોંક્રીટનો થાંભલો મૂકવાનો મામલો સામે આવ્યો હતો. આ થાંભલો એક પેસેન્જર ટ્રેનના ડ્રાઈવરે જોયો હતો, ત્યાર બાદ ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને રોકી દેવામાં આવી હતી. આ મામલે એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી અને 16 વર્ષના છોકરાની અટકાયત કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Rahul Gandhi ના 'ડાન્સિંગ એન્ડ સિંગિંગ' નિવેદન પર CM યોગીનું આવ્યું નિવેદન, જાણો શું કહ્યું કહ્યું...

બલિયામાં પણ પથ્થર સાથે અથડાઈ હતી ટ્રેન...

આવો જ એક કિસ્સો શનિવારે બલિયામાં સામે આવ્યો હતો. શનિવારે પણ બલિયા જિલ્લાના બૈરિયા વિસ્તારમાં રેલવે એન્જિન પાટા પર પડેલા પથ્થર સાથે અથડાયું હતું. જો કે આ ઘટનામાં કોઈ નુકશાન થયું નથી. પૂર્વોત્તર રેલ્વેના જનસંપર્ક અધિકારી અશોક કુમારે આ અંગે માહિતી આપતા કહ્યું કે શનિવારે સવારે લગભગ 10.25 વાગ્યે વારાણસી-બલિયા-છપરા રેલ્વે સેક્શન પર ટ્રેક પર એક પથ્થર જોવા મળ્યો હતો. તેમણે કહ્યું કે લખનૌથી છપરા (બિહાર) જઈ રહેલી 15054 લખનૌ-છપરા એક્સપ્રેસના એન્જિનના 'કેટલ ગાર્ડ'ને એક પથ્થર અથડાયો. કુમારે જણાવ્યું કે, ટ્રેક પર પથ્થરો જોયા બાદ લોકો પાયલટે ઈમરજન્સી બ્રેક લગાવી. તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં પાટા પર ગેસ સિલિન્ડર, થાંભલા વગેરે મળી જવાની ઘણી ઘટનાઓ પણ સામે આવી છે.

આ પણ વાંચો : Bihar માં 48 કલાકમાં 8 પાળા તૂટ્યા, 20 ના મોત, 16 જિલ્લામાં 10 લાખની વસ્તી પ્રભાવિત

Tags :
Gujarati NewsIndiaIndian TrainKerala ExpressNationalUp News
Next Article