Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

UP : SP MLA ની ગુંડાગીરી! SDM ને ધક્કો માર્યો... Video Viral

અધિકરીઓ અને SP નેતા વચ્ચે દલીલ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ SDM રાજેશ અગ્રવાલને આપી ધમકી ઉત્તર પ્રદેશમાં અધિકરીઓ અને SP નેતાઓ વચ્ચેની દલીલ અને ઝપાઝપીનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં સપાના નેતાઓ SDM ને ધક્કો મારતા જોવા મળે છે....
up   sp mla ની ગુંડાગીરી  sdm ને ધક્કો માર્યો    video viral
  1. અધિકરીઓ અને SP નેતા વચ્ચે દલીલ
  2. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
  3. SDM રાજેશ અગ્રવાલને આપી ધમકી

ઉત્તર પ્રદેશમાં અધિકરીઓ અને SP નેતાઓ વચ્ચેની દલીલ અને ઝપાઝપીનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં સપાના નેતાઓ SDM ને ધક્કો મારતા જોવા મળે છે. જણાવવામાં આવી રહ્યું છે કે મૌની ઘોસી કિસાન કોઓપરેટિવ સુગર મિલ્સ લિમિટેડમાં ડિરેક્ટરના પદ માટે ચૂંટણી હતી. અનિયમિતતાનો આરોપ લગાવતા ઉમેદવાર અને અન્ય SP નેતાઓ જિલ્લા પ્રમુખ દુઘનાથ યાદવના નેતૃત્વમાં હડતાળ પાર બેઠા હતા અને ઘોસી સુગર મિલમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ પછી SDM અને SP નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

Advertisement

શું છે સમગ્ર મામલો?

મઢની ઘોસી સુગર મિલમાં ડિરેક્ટર પદ માટે ચૂંટણી ચાલી રહી છે. 9 ડિરેક્ટરોની ચૂંટણી પહેલા જ બિનહરીફ થઈ ગઈ હતી, પરંતુ એક પોસ્ટ પર સપા અને ભાજપ એમ બે પક્ષના ઉમેદવારો વચ્ચે રસપ્રદ મુકાબલો જોવા મળ્યો હતો. બંને ઉમેદવારોને 9-9 મત મળતા ચૂંટણી ટાઈ થઈ હતી, જેના પર મોડી રાત સુધી હંગામો ચાલુ રહ્યો હતો.

Advertisement

ચિઠ્ઠીઓ મારફત ચૂંટણી યોજવાનું નક્કી કર્યું...

વહીવટીતંત્રે સવારે ચિઠ્ઠીઓ મારફત ચૂંટણી યોજવાનું નક્કી કર્યું અને બધા ત્યાંથી નીકળી ગયા. તે જ સમયે, સમાજવાદી પાર્ટીના નેતાઓએ રાત્રે જ ચૂંટણી પરિણામ જાહેર કરવાનું દબાણ શરૂ કર્યું. SP કાર્યકરોના હંગામાને કારણે રિટર્નિંગ ઓફિસર સત્ય પ્રિયા સિંહ, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર SDM રાજેશ અગ્રવાલ અને બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર રમાકાંત ચૂંટણી અંગે કોઈ નિર્ણય લીધા વિના જ નીકળી ગયા હતા.

આ પણ વાંચો : Supreme Courtનો ચૂકાદો... પોતાની મરજીથી રહે છે મહિલાઓ..

Advertisement

ભાજપના ઉમેદવારનો વિજય થયો...

ચૂંટણી અધિકારીની હાજરીમાં સવારે 10:00 વાગ્યાથી ફરીથી ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને ફરીથી સમાન સંખ્યામાં મતદાન થયું હતું. આ પછી લોટરી સિસ્ટમ દ્વારા વિજેતાની પસંદગી કરવા સર્વાનુમતે સંમતિ આપવામાં આવી હતી! જેમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. આનાથી સપાના નેતાઓ ગુસ્સે થઈ ગયા અને હંગામો મચાવવા લાગ્યા.

આ પણ વાંચો : Jharkhand : NDA માં બેઠકોની વહેંચણી મુદ્દે લેવાયો આ નિર્ણય

SDM ને ધમકી આપી...

ઘોસીના SDM રાજેશ અગ્રવાલ હંગામાને શાંત કરવા ભીડ વચ્ચે પહોંચ્યા. આના પર સપાના ઘોસીના ધારાસભ્ય સુધાકર સિંહે તેમનો હાથ પકડીને તેમને કારમાં બેસવા માટે દબાણ કર્યું અને તેમને કંઈ ન બોલવાની સૂચના આપી. તે વારંવાર મોં પર આંગળી ચીંધતો રહ્યો અને SDM ને ધમકીઓ આપતો રહ્યો. તે જ સમયે એક SP કાર્યકર તેમની કારની સામે આવ્યો અને SDM ને વારંવાર ધમકાવતો રહ્યો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે.

આ પણ વાંચો : કરોડોની માલિક Vasundhara Oswal કેમ જેલમાં....?

Tags :
Advertisement

.