UP:મેરઠમાં મોટી દુર્ઘટના, 3 માળનું મકાન ધરાશાયી, 9 ના મોત
- ઉત્તર પ્રદેશમાં મોટી દુર્ઘટના
- 3 માળનું મકાન થયું ધરાશાય
- 11 લોકોને બચાવી લેવામાં આવ્યા
- કાટમાળમાં દબાઈ જવાના કારણે 9 મોત
UP:ઉત્તર પ્રદેશ (UP) ના મેરઠ(Meerut)માં મોડી રાતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જ્યાં ત્રણ માળનું એક મકાન ધરાશાયી (Houses Collapsed)થઈ ગયું હતું. આ ઘટનામાં ઘણાં લોકો દટાયા હોવાની આશંકા હતી. ઈમારત ધરાશાયી() થવાના કારણે ઘટનાસ્થળે નાસભાગ મચી ગઈ હતી. જો કે, લેટેસ્ટ અપડેટ્સ અનુસાર આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કાટમાળમાંથી 9 મૃતદેહો કાઢી શકાયા છે. જ્યારે અન્યોની શોધખોળ ચાલી રહી છે. હાલ પોલીસની ટીમ અને અન્ય રાહત ટુકડીઓ ઘટનાસ્થળે હાજર છે. તમામ લોકો બિલ્ડિંગનો કાટમાળ હટાવવામાં વ્યસ્ત છે. સાવચેતીના ભાગરૂપે આસપાસની ઈમારતોને ખાલી કરાવવામાં આવી રહી છે.
લોકોને બચવાની તક પણ મળી ન હતી
શનિવારે સાવરે5 વાગ્યાના સુમારે આ ત્રણ માળનું મકાન એટલી ઝડપે ધરાશાયી (House collapses) થયું કે ઘરમાં હાજર લોકોને બહાર નીકળવાનો મોકો મળ્યો ન હતો. આ વાત આ વિસ્તારમાં આગની જેમ ફેલાઈ ગઈ અને થોડી જ વારમાં હજારો લોકોનું ટોળું ઘટનાસ્થળે પહોંચવાનું શરૂ કર્યું, પરંતુ હજારો લોકોનું ટોળું એક બીજા ઉપર, ભારે ટેન્કરોના થર સામે લાચાર રહ્યું અને નીચે દટાયેલા લોકોને બચાવવામાં નિષ્ફળ રહ્યા. ભંગાર
આ પણ વાંચો -UP : મેરઠમાં મોટી દુર્ઘટના; 3 માળનું મકાન ધરાશાયી, અંદાજે 10 લોકો કાટમાળ નીચે દટાયા
ડીએમ દીપક મીણા શું બોલ્યાં?
મેરઠમાં આ ઘર ધરાશાયી થવાની દુર્ઘટના અંગે ડીએમ દીપક મીણાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે કાટમાળના ઢગલામાંથી એક મહિલા અને એક બાળક સહિત કુલ 11 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઈમારતમાં 20ની આસપાસ લોકો ફસાયા હતા. અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ચારની શોધખોળ હજુ ચાલુ છે. કાટમાળ નીચે દબાઈ જવાને કારણે અનેક પશુઓના મોત પણ થયા છે.
આ પણ વાંચો -Rajasthan : જહાઝપુરમાં ધાર્મિક સરઘસ પર પથ્થરમારો, પોલીસે 9 લોકોની અટકાયત કરી
વધુ વરસાદે આફત નોતરી!
માહિતી અનુસાર વધારે પડતાં સતત વરસાદને કારણે લોહિયા નગર પોલીસ સ્ટેશનની હદમાં આવતી જાકીર કોલોનીમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. જ્યાં જર્જરિત હાલતમાં આ મકાન ધરાશાયી થઇ ગયું. કાટમાળમાં લોકોને શોધવા માટે હજુ પ્રયાસો ચાલી રહ્યા છે. માહિતી મળતાં જ પોલીસ અને બચાવ ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી.