ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

UP: હરદોઈમાં મોટી દુર્ઘટના,શોર્ટ સર્કિટથી ટ્રેનમાં બ્લાસ્ટ કરવાનું કાવતરું!

ઉત્તર પ્રદેશના હરદોઈમાં મોટી દુર્ઘટના શોર્ટ સર્કિટથી ટ્રેનમાં બ્લાસ્ટ કરવાનું કાવતરું રેલવે આ મામલાની તપાસ કરી રહી છે UP: કોલકાતાથી અમૃતસર જઈ રહેલી દુર્ગિયાના એક્સપ્રેસ (12357) યુપી (UP)ના હરદોઈમાં OHE વાયર સાથે અથડાયા બાદ જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ...
12:12 PM Sep 12, 2024 IST | Hiren Dave
train Short Circuit

UP: કોલકાતાથી અમૃતસર જઈ રહેલી દુર્ગિયાના એક્સપ્રેસ (12357) યુપી (UP)ના હરદોઈમાં OHE વાયર સાથે અથડાયા બાદ જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ ઘટના બુધવારે બની હતી. સવારે પાંચ વાગ્યે ઉમરાલી સ્ટેશનથી આગળ પસાર થતી વખતે તે ટ્રેક પર લટકતા OHE વાયર સાથે અથડાઈ હતી, જ્યારે ધડાકા સાથે લાઈનમાં ખામી સર્જાઈ હતી, ત્યારે પાયલટે ટ્રેનને રોકી હતી. અને ઉમરાતલી અને દેલનગર સ્ટેશનને જાણ કરી.. માહિતી મળતાની સાથે જ લખનૌથી આવતી તમામ ટ્રેનોને અટકાવી દેવામાં આવી.. લગભગ છ કલાક પછી દુર્ગિયાના એક્સપ્રેસને ડીઝલ એન્જિન સાથે રવાના કરવામાં આવી હતી.

 

ટ્રેન OHE વાયર સાથે અથડાઈ

વાસ્તવમાં આ સમગ્ર ઘટના બુધવારે બની હતી. દુર્ગિયાના એક્સપ્રેસ ટ્રેક પર લટકતા OHE વાયર સાથે અથડાઈ હતી. પાયલોટે ટ્રેન રોકીને ઉમરાલી અને દેલનગર સ્ટેશનને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ લખનૌથી આવતી તમામ ટ્રેનોને રોકી દેવામાં આવી હતી. લગભગ છ કલાક બાદ ડીઝલ એન્જિનથી દુર્ગિયાના એક્સપ્રેસ (Durgiana express)શરૂ કરવામાં આવી હતી. આ ઘટના બાદ રાજધાની અને વંદે ભારતને અલગ-અલગ રૂટ પર મોકલવામાં આવ્યા હતા. આ સાથે લગભગ બે ડઝન ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા હતા. રેલવેએ બે ટ્રેનો રદ કરી હતી.

આ પણ  વાંચો -Bangladesh : હિન્દુઓ વિરુદ્ધ વધુ એક ફરમાન, અઝાન સમયે પૂજા ન કરવાનો અપાયો આદેશ...

ઊંડા ષડયંત્રની શંકા

હવે આ સમગ્ર મામલામાં રેલવે તરફથી કોઈ ઊંડું કાવતરું હોવાના સંકેત મળી રહ્યા છે. રેલવેને શંકા છે કે યુપીના હરદોઈમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ દ્વારા ટ્રેનમાં બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. દુર્ગિયાના એક્સપ્રેસ ટ્રેન જ્યાં અથડાઈ હતી તે ઈલેક્ટ્રિક પોલના કેબલમાં કોઈએ છેડછાડ કરી હતી. રેલવે આ મામલે તપાસ કરી રહી છે.

આ પણ  વાંચો -JK Electionમાં આતંકીઓનો નાપાક મનસૂબો..આર્મીને મળ્યો....

ટેક્નિકલ ખામી કરતાં વધુ છેડછાડના સંકેતો

મળતી માહિતી અનુસાર  બુધવારે કોલકાતાથી અમૃતસર જતી દુર્ગાનિયા એક્સપ્રેસ ટ્રેન જે રીતે ઇલેક્ટ્રિક પોલના કેબલ સાથે અથડાઈ તે સામાન્ય રીતે બનતું નથી. તે ટેક્નિકલ ખામી કરતાં કોઈની છેડછાડ જેવી લાગે છે. કારણ કે થોડા સમય પહેલા અન્ય ટ્રેનો પણ ત્યાંથી પસાર થઈ હતી. ત્યારે સ્થિતિ સામાન્ય હતી. હાલમાં રેલવે આ મામલાની તમામ એંગલથી તપાસ કરી રહી છે.

Tags :
collisionDurgianadurgiana express blastexpressHardoi train blastindian railwayLatestUpdatesTrain Blasttrain Short CircuitUttar Pradesh
Next Article