UP Accident : Diwali પર બદાયૂંમાં ભયાનક અકસ્માત, 6 લોકોના મોત, પાંચ ઘાયલ
- UP ના બદાયૂંમાં ગમખ્વાર અકસ્માત
- અકસ્માતમાં 6 લોકોના મોત અને પાંચ ઘાયલ
- Diwali માં ઘરે પરત આવી રહ્યા હતા લોકો
ઉત્તર પ્રદેશ (UP)ના બદાયૂં (Budaun)ના મુઝરિયા વિસ્તારમાં બદાયૂં (Budaun)-દિલ્હી રોડ પર ગુરુવારે સવારે એક ભયાનક અકસ્માત (Accident)માં દિવાળીની ઉજવણી કરવા ઘરે આવી રહેલા છ લોકોના મોત થયા હતા અને અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે, આ બધા નોઈડાથી લોડરમાં ઉઝાની વિસ્તારમાં આવેલા તેમના ગામ જઈ રહ્યા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, દિવાળીની ઉજવણી કરવા માટે કેટલાક લોકો નોઈડાથી તેમના ઘરે આવી રહ્યા હતા, જ્યારે તેમનું લોડર સવારે લગભગ સાત વાગ્યે મુઝરિયા નગર પાસે પહોંચ્યું, ત્યારે તે ગામમાંથી બહાર આવી રહેલા ટ્રેક્ટર-ટ્રોલી સાથે જોરદાર અથડાયું. આ દરમિયાન પાછળથી આવતી એક કાર પણ લોડરને અથડાવીને ડિવાઈડર સાથે અથડાઈ હતી. તેણે જણાવ્યું કે અકસ્માત (Accident) બાદ કાર સવાર ત્યાંથી ભાગી ગયો હતો.
ગર્ભવતી મહિલાનું પણ મોત થયું...
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, લોડર પહેલા ટ્રેક્ટરની ટ્રોલી સાથે અથડાયું જે અચાનક ગામડાના રસ્તાથી નીકળીને હાઇવે પર આવી ગયું. જે બાદ કારે ટેમ્પોને ટક્કર મારી હતી. આ અકસ્માત (Accident)માં 6 લોકોના મોતના સમાચાર છે, જેમાં એક ગર્ભવતી મહિલાનો પણ સમાવેશ થાય છે. અકસ્માત (Accident) બાદ જિલ્લા મેજિસ્ટ્રેટ નિધિ શ્રીવાસ્તવ અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક બ્રજેશ સિંહ પણ ત્યાં પહોંચી ગયા હતા. આ ઘૃણાસ્પદ ઘટના બાદ એટલુ લોહી અને માંસના ટુકડા રસ્તા પર ફેલાઈ ગયા હતા કે પોલીસે તેમને કપડા વડે ઢાંકી દેવા પડ્યા હતા.
#WATCH | Badaun, Uttar Pradesh: DM Nidhi Srivastava said, "This accident happened between a tractor trolley and a loader on Muzaria bypass. 6 people have died in the accident...5 injured are being treated..." pic.twitter.com/9DerrqLcu8
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 31, 2024
આ પણ વાંચો : ચીન અને ભારતની સેનાએ LAC પર એકબીજાને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી, મીઠાઈ ખવડાવી મોં મીઠુ કર્યું
મૃતકો અને ઘાયલોના નામ...
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ મિર્ઝાપુરના રહેવાસી અતુલ (31), બરેલીના રહેવાસી કન્હાઈ (35), તેની પત્ની કુસુમ (30), પુત્ર કાર્તિક (8) અને પુત્રી શીનુ (5) તરીકે થઈ છે. હજુ સુધી યુવકની ઓળખ થઈ શકી નથી. તેમણે કહ્યું કે, અકસ્માત (Accident)માં પાંચ લોકો ઘાયલ થયા છે અને તેમને સરકારી મેડિકલ કોલેજ અને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોના નામ ઓટો ડ્રાઈવર મનોજ, કપ્તાન સિંહ, મેઘ સિંહ, ધરમવીર અને અમન હોવાનું કહેવાય છે. પોલીસે જણાવ્યું હતું કે, ટ્રેક્ટર ચાલકની શોધખોળ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.
આ પણ વાંચો : 'અમારી સરકાર એક ઇંચ જમીનમાં પણ બાંધછોડ કરતી નથી', દિવાળી પર કચ્છમાં PM મોદીની હૂંકાર