Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ, ભાવનગરમાં વીજળીથી બેનાં મોત

રાજ્યભરમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ પડતાં કયાંક પાણી ભરાઇ ગયા તો કયાંક પાકને ભારે નુકશાન થયા હતા. રાજકોટના ગોંડલમાં અઢી ઇંચ અને ધોરાજી, કોડીનારમાં બે અને ધ્રોલમાં પોણા બે ઇંચ વરસાદને પગલે મેંદરડાની મધુવંતી નદીમાં ભર...
રાજ્યમાં અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ  ભાવનગરમાં વીજળીથી બેનાં મોત

રાજ્યભરમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ પડતાં કયાંક પાણી ભરાઇ ગયા તો કયાંક પાકને ભારે નુકશાન થયા હતા. રાજકોટના ગોંડલમાં અઢી ઇંચ અને ધોરાજી, કોડીનારમાં બે અને ધ્રોલમાં પોણા બે ઇંચ વરસાદને પગલે મેંદરડાની મધુવંતી નદીમાં ભર ઉનાળે પૂર આવ્યું હતુ. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં સૌથી વધુ બે ઈંચ જેટલો વરસાદ પડયો છે.

Advertisement

રોડ ઉપર પાણી ભરાયા

વડોદરા જિલ્લાના શિનોર પંથકમાં અડધો કલાકમાં વાવાઝોડા સાથે એક ઇંચ વરસાદ પડતાં કેળ, મકાઇ, બાજરી, તરબૂચના પાકને નુકસાન થયું છે. બોડેલીમાં અડધા ઇંચ તોફાની વરસાદમાં દુકાનો સહિત રોડ ઉપર પાણી ભરાયા હતા. સુરત જિલ્લાના કામરેજ, માંગરોળ અને ઉમરપાડામાં સામાન્ય વરસાદ જ્યારે નવસારીના ચીખલીમાં માત્ર વરસાદી છાંટા પડયાં હતા. ભુજ શહેર ઉપરાંત ભુજ તાલુકો, માંડવી, અબડાસા, ગાંધીધામ અને રાપર તાલુકાના ગામોમાં અડધાથી દોઢ ઈંચ જેટલો કમોસમી વરસાદ પડતાં ગામોની શેરી અને માર્ગો ઉપરથી વરસાદી પાણી વહેતા જોવા મળ્યા હતા.

Advertisement

વીજળી પડતાં બે લોકોના મોત

ભારે વરસાદથી જૂનાગઢ યાર્ડમા મોટી સંખ્યામાં કેસર કેરીના બોક્સ પલળી ગયા હતા, ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચા અને ડુંગળીના પાકને વ્યાપક નુકશાન થયુ હતુ. જ્યારે ભાવનગરના તળાજાના સાંકડાસર-2 ગામે વરસાદમાં સિમેન્ટની થેલીઓ પલળે નહીં તે માટે ઘરમાં મુકવા જતાં વીજળી પડતાં બે લોકોના મોત નિપજ્યાં હતા. મોરબીના બરવાળામાં મકાન પર તો પાનેલીમાં ભેંસ પર વીજળી પડતા મોત નીપજ્યું હતુ. જ્યારે લોધિકાના દેવ ગામે બે ડઝન થાંભલા પડી ગયા હતા.

Advertisement

ઓવરબ્રીજના પતરા ઉડયા

જ્યારે ભાવનગર શહેર-જિલ્લામા શનિવારે સવારથી આકાશમા વાદળો જોવા મળ્યા હતા. દરમિયાન સવારે ભાવનગર સહિત કેટલાક સ્થળોએ હળવા છાંટા વરસ્યા અને સાંજે 4 થી 6 કલાક સુધી ભાવનગર શહેરમા મેઘરાજાએ તોફાની બેટીંગ કરી હતી. જેમાં ચિત્રા વિસ્તારમા ઓવરબ્રીજની ચાલતી કામગીરીમા ભારે પવન અને વરસાદના પગલે પતરા ઉડયા હતા.

Tags :
Advertisement

.