રામ મંદિર નિર્માણમાં L&T અને TATA નું રહ્યું અભૂતપૂર્વ યોગદાન, વાંચો અહેવાલ
L&T AND TATA : ઇતિહાસ આખરે સર્જાઇ ગયો છે. ભગવાન શ્રી રામ અયોધ્યા નગરીમાં બિરાજમાન થઈ ચૂક્યા છે. આખરે ઘણા લાંબા સમયની પ્રતિક્ષા, સંઘર્ષ અને બલિદાનનો આખરે અંત આવ્યો છે. મહા મહેનત બાદ આખરે ભગવાન રામ અયોધ્યા નગરીમાં આવી ચૂક્યા છે ત્યારે ભારતભરમાં ખુશીનો માહોલ સર્જાયો છે.
ભગવાન શ્રી રામનું આ ભવ્ય મંદિર બનાવવા માટે લગભગ 1800 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ખાસ વાત એ છે કે, ઉત્તર પ્રદેશ અને કેન્દ્ર સરકારે આ માટે કોઈ રકમ આપી નથી. વિશ્વભરના રામ ભક્તો પાસેથી મળેલા દાનથી રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. હાલમાં જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતે આ માહિતી આપી હતી.
L&T દ્વારા કરાયું રામ મંદિરનું નિર્માણ કરાયું
The making of a modern marvel, designed to preserve a timeless heritage. A look at how L&T constructed the Shree Ram Janmabhoomi Mandir - a confluence of history, tradition, and hi-tech engineering and construction.#WeMakeTheThingsThatMakeIndiaProud #RamMandir #Ayodhya
— Larsen & Toubro (@larsentoubro) January 22, 2024
અયોધ્યાનું આ ભવ્ય રામ મંદિર જોયા બાદ આપણા મનમાં પ્રથમ એ છે વિચાર આવે છે કે, આ મંદિરનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હશે. ત્યારે તમને જણાવી દઈએ કે અયોધ્યા રામ મંદિરનું નિર્માણ એન્જિનિયરિંગ અને ઈન્ફ્રા સેક્ટરની દિગ્ગજ લાર્સન એન્ડ ટુબ્રો (L&T) દ્વારા કરવામાં આવ્યું છે. મર્યાદા પુરષોત્તમ શ્રી રામના મંદિરનો પાયો એટલો મજબૂત બનાવવામાં આવ્યો છે કે તે વર્ષો સુધી તોફાન, ભૂકંપ અને પૂરથી સુરક્ષિત રહેશે.
On 22nd January, a modern embodiment of India’s timeless heritage will be dedicated to the Nation. We at L&T are proud to have delivered another project that is a testimony to engineering technology.
Standing on a rock-solid foundation ◽ Constructed to last a millennium ◽… pic.twitter.com/sFWcUY4EM0
— Larsen & Toubro (@larsentoubro) January 19, 2024
કહેવામાં આવી રહ્યું છે કે રામ મંદિરનો ખાસ વાત એ છે કે તેમાં લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. L&T એ દેશ અને વિદેશમાં ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે.
ગુજરાતમાં સરકાર પટેલની પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી', અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, રાઉરકેલામાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ અને મુંબઈનું 'અટલ સેતુ' L&T દ્વારા બનાવવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ L&T એ મંદિરના નિર્માણ માટે કોઈ પૈસા લીધા નથી.
TATA કન્સલ્ટિંગ એન્જિનિયર્સ લિમિટેડનું પણ રહ્યું મહત્વનું યોગદાન
Today marks a significant moment of pride for Tata Consulting Engineers Limited (#TCE) at the consecration of the #Ayodhyatemple, a ceremony graced by Prime Minister Narendra Modi. It was an honour to have the Prime Minister spend time with our on-site team. In a beautiful… pic.twitter.com/68aGVzNx5i
— Tata Consulting Engineers (TCE) (@TCEConnect) January 22, 2024
L&T ઉપરાંત TATA નું પણ રામ મંદિરની સેવામાં યોગદાન રહ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ માટે ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સ લિમિટેડની સેવાઓ લીધી હતી. ટાટા ગ્રુપની આ કંપનીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત મોટા પ્રોજેક્ટ્સનું સંચાલન કરવાનો લાંબો અનુભવ છે.
તેમણે 60 થી વધુ દેશોમાં 11,000 થી વધુ પ્રોજેક્ટ્સને એન્જિનિયરિંગ સેવાઓ પ્રદાન કરી છે
1962 માં સ્થપાયેલી, આ કંપનીએ 60 થી વધુ દેશોમાં 11,000 થી વધુ પ્રોજેક્ટ્સને એન્જિનિયરિંગ સેવાઓ પ્રદાન કરી છે. એ જ રીતે, રામ મંદિર માટે માટી પરીક્ષણ અને વિશ્લેષણની જવાબદારી સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CBRI) દ્વારા કરવામાં આવી છે. આ સંસ્થા 2020ની શરૂઆતથી રામ મંદિર સાથે જોડાયેલી છે. આ સંસ્થાએ રામ મંદિરની માળખાકીય ડિઝાઇન અને મંદિરના પાયાની ડિઝાઇન તૈયાર કરી છે.
આ પણ વાંચો -- ABVP Karnavati : રામોત્સવ કાર્યક્રમ અંતર્ગત શ્રી રામની કૃતિ બનાવવામાં આવી