Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરતમાં 3 વર્ષીય બાળકને લઈને અજાણી મહિલા ફરાર, પોલીસે આરોપીની કરી ધરપકડ

સુરતની એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જેનો ભેદ ગણતરીની કલાકોમાં પોલીસે ઉકેલી લીધો છે. હકીકતમાં એવું છે કે, સુરતમાં સ્મિમેર સ્મીમેર હોસ્પિટલમાં ચોરાયેલા બાળકની પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસને સફળતા પ્રાપ્ત થઇ છે. 3 વર્ષના બાળકને ઉપાડીને...
02:08 PM Jun 25, 2023 IST | Dhruv Parmar

સુરતની એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જેનો ભેદ ગણતરીની કલાકોમાં પોલીસે ઉકેલી લીધો છે. હકીકતમાં એવું છે કે, સુરતમાં સ્મિમેર સ્મીમેર હોસ્પિટલમાં ચોરાયેલા બાળકની પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસને સફળતા પ્રાપ્ત થઇ છે. 3 વર્ષના બાળકને ઉપાડીને મહિલા ફરાર થઈ હતી. વરાછા પોલીસે CCTV ફૂટેજના આધારે ગણતરીના સમયગાળામાં મહિલાને ઝડપી પાડી છે. પ્રસૂતિ વોર્ડમાં માતાના બેડ નજીક રમી રહેલા સાડા ત્રણ વર્ષીય બાળકને ઉપાડી મહિલા ફરાર થઈ હતી.

વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા સ્મિમેરના હોસ્પિટલમાં ગઈકાલે એક ગર્ભવતી મહિલા ડિલિવરી માટે હોસ્પિટલમાં આવી હતી. મહિલાને MNCU વોર્ડમાં રાખવામાં આવી હતી. જ્યાં એક અજાણી મહિલાની નજર ગર્ભવતી મહિલા સાથે આવેલા તેના ત્રણ વર્ષના પુત્રો ઉપર પડી હતી. તક મળતાની સાથે જ મહિલાએ બાળકને પોતાના ખોળામાં ઊંચકીને હોસ્પિટલથી નાસી છૂટી હતી.

CCTVમાં મહિલા બાળકને ઉપાડીને જતી દેખાઈ હતી

થોડા સમય પછી ગોમતીદેવી વોર્ડમાં પરત ફરતા અને અગ્ન નહીં દેખાતા શોધખોળ કરી હતી. પરંતુ તેની કોઈ ભાળ નહીં મળતા સીસીટીવી કેમેરા ચેક કરાયા હતા. જેમાં એક અજાણી મહિલા અગ્નને ઉપાડીને જતી દેખાઈ હતી. પોલીસે ફૂટેજ કલેક્ટ કરી અલગ-અલગ ટીમો બનાવી મહિલાની શોધખોળ શરૂ કરી હતી. વરાછા પોલીસે CCTV ફૂટેજના આધારે ગણતરીના સમયગાળામાં મહિલાને ઝડપી પાડી છે.

વરાછા પોલીસે મહિલાને ઝડપી પાડી

પોતાના ત્રણ વર્ષનું બાળક ગુમ થઈ જતા પરિવારજનો એ પહેલાં તો હોસ્પિટલમાં ખૂબ શોધખોળ કરી પરંતુ બાળક મળી આવ્યું ન હતું. બાળકને છેલ્લે વોર્ડમાં જોયો હતો, પરંતુ ત્યારબાદ બાળકે ગુમ થઈ જતાં આખરે ત્યાંની સિક્યુરિટીને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ વરાછા પોલીસની જાણ કરતા વરાછા પોલીસની ટીમ બાળકની શોધખોળ માટે સક્રિય થઈ ગઈ હતી અને સીસીટીવીના આધારે તેમજ રિક્ષાચાલકોની પૂછપરછ કરતા ગણતરીના કલાકોમાં જ બાળકનો અપહરણ કરીને લઈ ગયેલી મહિલાને ઝડપી પાડી છે.

આ પણ વાંચો : સંપત્તિની લાલચમાં સુરતમાં સાસુ-વહુની લડાઈનો Video વાયરલ

Tags :
CrimeGujaratsmimerhospitalSuratSurat CrimeSurat Policewoman absconding
Next Article