Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બોલર પણ જેની સામે બોલિંગ કરતા ડરે છે, તે Universe Boss T20 ટૂર્નામેન્ટમાં કરશે પુનરાગમન

ક્રિકેટના મેદાનમાં Universe boss ક્રિસ ગેલ એકવાર ફરી પુનરાગમન કરવા તૈયાર થઇ ગયો છે. જીહા, T20 ક્રિકેટના કિંગ અને યુનિવર્સ બોસ તરીકે પ્રખ્યાત ક્રિસ ગેલ (Chris Gayle) ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં ધૂમ મચાવશે. ગેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International Cricket) ને અલવિદા...
01:59 PM Feb 09, 2024 IST | Hardik Shah

ક્રિકેટના મેદાનમાં Universe boss ક્રિસ ગેલ એકવાર ફરી પુનરાગમન કરવા તૈયાર થઇ ગયો છે. જીહા, T20 ક્રિકેટના કિંગ અને યુનિવર્સ બોસ તરીકે પ્રખ્યાત ક્રિસ ગેલ (Chris Gayle) ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં ધૂમ મચાવશે. ગેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International Cricket) ને અલવિદા કહી દીધું છે. તેણે IPLમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી હતી. પરંતુ હવે ગેલ IVPL ની પ્રથમ આવૃત્તિમાં જોવા મળવાનો છે.

ક્રિસ ગેલ T20 ટૂર્નામેન્ટમાં પરત ફર્યો

ક્રિસ ગેલ IVPLની પ્રથમ આવૃત્તિ એટલે કે ઈન્ડિયન વેટરન પ્રીમિયર લીગ (IVPL) માં ભાગ લેવા તૈયાર છે. આ T20 ટૂર્નામેન્ટનું આયોજન 23 ફેબ્રુઅરીથી 3 માર્ચ સુધી રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ (Rajiv Gandhi International Cricket Stadium), દેહરાદૂનમાં કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટનું નામ ઈન્ડિયન વેટરન પ્રીમિયર લીગ (IVPL) હોવાથી તેમાં અનુભવી ખેલાડીઓ એટલે કે ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીઓ ભાગ લેશે. આ લીગમાં એવા ખેલાડીઓ સામેલ થશે જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. આ જ ક્રમમાં ગેલ પણ આ લીગનો ભાગ બની ગયો છે. તેને ટૂર્નામેન્ટની એક ફ્રેન્ચાઇઝી તેલંગાણા ટાઇગર્સ (Telangana Tigers) ની કમાન પણ સોંપવામાં આવી છે. આ જવાબદારી મળ્યા બાદ ગેલે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે ઓલ્ડ ઈઝ ગોલ્ડ (Old is Gold) નું સૂત્ર પણ આપ્યું હતું.

જાણો ક્રિસ ગેલે શું કહ્યું 

આ દરમિયાન ક્રિસ ગેલે (Chris Gayle) એક ઈન્ટરવ્યુમાં કહ્યું, 'ગ્રાઉન્ડમાં હાજર ભીડમાંથી આવતા દર્શકોના અવાજો મને ખૂબ ઉત્તેજિત કરે છે અને મારો આત્મવિશ્વાસ વધારે છે. આ યુનિવર્સ બોસ છે અને હું ઈન્ડિયન વેટરન પ્રીમિયર લીગને તેની પ્રથમ સિઝનમાં વધુ મોટા નામો સાથે મેદાનમાં પરત લાવવા જઈ રહ્યો છું. તમે બધા IVPL માટે તૈયાર થાઓ, તેઓ કહે છે કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ છે.' ક્રિસ ગેલ (Chris Gayle) ઉપરાંત, ઘણા ભારતીય અને વિદેશી ભૂતપૂર્વ દિગ્ગજો પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લેવાના છે. જેમાં વીરેન્દ્ર સેહવાગ, મુનાફ પટેલ, સુરેશ રૈના, રજત ભાટિયા, પ્રવીણ કુમાર, યુસુફ પઠાણ, હર્ષલ ગિબ્સ જેવા મોટા નામ સામેલ છે.

આ દિગ્ગજો ટૂર્નામેન્ટમાં લેશે ભાગ

IVPLનું આયોજન વેટરન ક્રિકેટ બોર્ડ ઓફ ઈન્ડિયા (BVCI) દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેની તમામ વ્યવસ્થા 100 સ્પોર્ટ્સ દ્વારા કરવામાં આવી રહી છે. જ્યારે આ લીગમાં ક્રિસ ગેલ સિવાય ઘણા ભારતીય અને વિદેશી ભૂતપૂર્વ દિગ્ગજો ભાગ લેવાના છે. આમાં વિરેન્દ્ર સેહવાગ, મુનાફ પટેલ, સુરેશ રૈના, રજત ભાટિયા, પ્રવીણ કુમાર, યુસુફ પઠાણ, હર્ષલ ગિબ્સ જેવા તેમના સમયના પ્રખ્યાત ક્રિકેટરો જેવા સૌથી મોટા નામ છે. આ તમામ ખેલાડીઓ IVPLની પ્રથમ સિઝનમાં જબરદસ્ત ઉત્તેજના પેદા કરવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો - આન્દ્રે રસલે કરી નિવૃતિની જાહેરાત, T20 વિશ્વકપ પછી લેશે સંન્યાસ !

આ પણ વાંચો - AUS vs PAK Semifinal : ભારત પાસે ઓસ્ટ્રેલિયાને હરાવવાની વધુ એક તક, સેમીફાઈનલમાં પાકિસ્તાનની હાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Chris GayleChris Gayle IVPL 2024Chris Gayle Returns T20 TournamentChris Gayle Returns T20 Tournament IVPL 2024Chris Gayle T20 ComebackChris Gayle T20 LeagueChris Gayle t20 returnCricket NewsHardik ShahIPL 2024IVPLIVPL 2024Sportssuresh rainat20 leaguet20 tournamentUniverse bossUniverse boss Chris GayleVirender SehwagWest Indies Cricketer
Next Article