ભારતમાં રેકોર્ડ સ્તરે ગરીબી ઘટી, UN રિપોર્ટમાં થયા મહત્વના ખુલાસા, જાણો આંકડા
સંયુક્ત રાષ્ટ્ર અનુસાર એપ્રીલમાં ભારત 142.86 કરોડ લોકોની વસ્તીની સાથે ચીનને પાછળ છોડીને દુનિયાની સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ બન્યો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં ગરીબીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. ભારતમાં વર્ષ 2005-06 થી 2019-21 ના 15 વર્ષના ગાળામાં 41.5 કરોડ લોકો ગરીબીની બહાર આવ્યા. સંયુક્ત રાષ્ટ્રએ મંગળવારે કહ્યું કે, ભારતમાં 2005-2006 થી 2019-2021 દરમિયાન માત્ર 15 વર્ષની અંદર કુલ 41.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર નિકળ્યા. આ વાત વૈશ્વિક બહુપરીમાણીય ગરીબી સૂચકાંક (Multidimensional Poverty Index) ની લેટેસ્ટ અપડેટમાં કહેવાઈ છે.
MPI મુલ્યો થકી ગરીબી અડધી કરી
આ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) અને ઓક્સફર્ડ યુનિવર્સિટીના ઓક્સફર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ (OPHI) દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર, ભારત સહિત 25 દેશોએ 15 વર્ષમાં તેમના વૈશ્વિક MPI મૂલ્યો (ગરીબી)ને સફળતાપૂર્વક અડધી કરી દીધી છે, જે આ દેશોમાં ઝડપી પ્રગતિ દર્શાવે છે. આ દેશોમાં કંબોડિયા, ચીન, કોંગો, હોન્ડુરાસ, ભારત, ઈન્ડોનેશિયા, મોરોક્કો, સર્બિયા અને વિયેતનામનો સમાવેશ થાય છે.
શું કહે છે રિપોર્ટ
સંયુક્ત રાષ્ટ્રના આંકડાઓ અનુસાર ભારતમાં વિશેષપણે ગરીબીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો. અહીં 15 વર્ષોના ગાળામાં 41.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર નિકળ્યા. રિપોર્ટ જણાવે છે કે ગરીબીનો સામનો કરી શકાય છે. કોરોના મહામારીના ગાળામાં દરમિયાન આંકડાઓની કમીથી તાત્કાલિક સંભાવનાઓનું આકલન કરવામાં પડકારનો સામનો કરવો પડ્યો. ભારતમાં 2005-2006 દરમિયાન 41.5 કરોડ લોકો ગરીબીની બહાર નિકળ્યા. વર્ષ 2005-2006 માં જ્યાં ગરીબોની વસ્તી 55.1% હતો. તે 2019-2021માં ઘટીને 16.4 % થઈ ગયો.
દરેક સુચકઆંકો અનુસાર ભારતમાં ગરીબી ઘટી
2005-06 માં ભારતમાં લગભગ 64.5 કરોડ લોકો ગરીબીની યાદીમાં હતા. આ સંખ્યા વર્ષ 2015-16 માં ઘટીને લગભગ 37 કરોડ અને 2019-21 માં ઘટીને 23 કરોડ થઈ ગઈ. રિપોર્ટ અનુસાર ભારતમાં દરેક સુચકઆંકો અનુસાર ગરીબીમાં ઘટાડો આવ્યો છે. સૌથી ગરીબ રાજ્યો અને સમુહો (જેમા બાળકો અને વંચિત જાતિ સમુહના લોકો સામેલ છે) એ સૌથી ઝડપથી પ્રગતિ કરી છે. રિપોર્ટ અનુસાર ભારતમાં પોષણ સુચકઆંકો હેઠળ બહુઆયામી રૂપથી ગરીબ અને વંચિત લોકો 2005-2006 માં 44.3% હતા જે 2019-2021 માં ઘટીને 11.8 % થઈ ગયા. આ દરમિયાન વધુ બાળ મૃત્યુદર 4.5% થી ઘટીને 1.5 % થઈ ગઈ છે.
- રાંધણ ગેસથી વંચિત ગરીબોની સંખ્યા 52.9% થી ઘટીને 13.9% થઈ ગઈ છે.
- 2005-06 માં સ્વચ્છતાથી વંચિત લોકોની સંખ્યા 50.4% હતી, જે 2019-2021માં ઘટીને 11.3% થઈ
- પીવાના પાણીથી વંચિત લોકોની સંખ્યા 16.4% થી ઘટીને 2.7% થઈ
- વિજળીથી વંચિત લોકોની સંખ્યા 29% થી ઘટીને 2.1 થઈ
- આવાસ વિહોણા ગરીબોની સંખ્યા 44.9% થી ઘટીને 13.6% થઈ
બહુઆયામી ગરીબી સુચક આંક અડધો કરવામાં સફળતા
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત સિવાય અન્ય દેશોમાં પણ ગરીબોની સંખ્યામાં ઘટાડો થયો છે. ગરીબી ઘટાડવામાં સફળ થનારા દેશોની યાદીમાં 17 દેશો એવા છે જ્યાં ઉક્ત અવધીની શરૂઆતમાં 25% થી ઓછા લોકો ગરીબ હતા. જ્યારે ભારત અને કાંગોમાં ઉક્ત અવધીની શરૂઆતમાં 50% થી વધારે લોકો ગરીબ હતા. રિપોર્ટ અનુસાર ભારત તે 19 દેશોની યાદીમાં સામેલ હતા જેણે 2005-06 થી 2015-16 ના ગાળામાં પોતાના વૈશ્વિક બહુઆયામી ગરીબી સુચક આંકને અડધો કરવામાં સફળતા મેળવી.
કેવી રીતે ઘટી ગરીબી?
ભારતમાં 2005-06 માં લગભગ 64.5 કરોડ લોકો બબુઆયામી ગરીબીમાં હતા. 2015-16માં આ સંખ્યા ઘટીને લગભગ 37 કરોડ પર અને 2019-21માં 23 કરોડ પર આવી ગઈ. રિપોર્ટમાં જણાવાયું છે કે, ભારતમાં પોષણના સંકેતકના આધાર પર બહુઆયામી ગરીબી અને વંચિત લોકોની સંખ્યા 2005-06 ના 44.3% થી ઘટીને 2019-21 માં 11.8% પર આવી ગઈ.
સૌથી વધુ ગરીબી ભારતમાં
રિપોર્ટ અનુસાર વર્ષ 2020માં ભારતની જનસંખ્યાના આંકડાઓ પ્રમાણે 22.89 કરોડ ગરીબોની સંખ્યા દુનિયાભરમાં સૌથી વધારે છે. ભારત બાદ 9.6 કરોડ ગરીબો સાથે નાઈજીરિયા આ યાદીમાં બીજા સ્થાને છે. સારી સફળતા મળવા છતાં 2019-21 ના આ 22.89 કરોડ ગરીબોને બહાર લાવવા એક પડકારજનક કામ છે. આપણે તે પણ ધ્યાન રાખવું પડશે કે, આંકડા એકઠાં કર્યાં બાદ આ સંખ્યા નિશ્ચિતરૂપથી વધી જ છે.
આ પણ વાંચો : US : અમેરિકાના અમીરોની યાદીમાં જયશ્રી ઉલ્લાલ અને નીરજા સેઠી સહિત ચાર ભારતીય મહિલાઓ છે અબજોની માલિક
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.