Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Police Memorial : 36 હજારથી વધુ પોલીસકર્મીઓએ સર્વોચ્ચ બલિદાન આપ્યું

આજે પોલીસ સ્મારક દિવસ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ડ્યુટી દરમિયાન શહીદ થયેલા પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ આપી આઝાદી બાદથી અત્યાર સુધી 36 હજારથી વધુ પોલીસકર્મીઓએ સર્વોચ્ચ બલિદાન આપ્યું Police Memorial : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે પોલીસ સ્મારક (Police...
police memorial   36 હજારથી વધુ પોલીસકર્મીઓએ સર્વોચ્ચ બલિદાન આપ્યું
  • આજે પોલીસ સ્મારક દિવસ
  • કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ડ્યુટી દરમિયાન શહીદ થયેલા પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ આપી
  • આઝાદી બાદથી અત્યાર સુધી 36 હજારથી વધુ પોલીસકર્મીઓએ સર્વોચ્ચ બલિદાન આપ્યું

Police Memorial : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે પોલીસ સ્મારક (Police Memorial) દિવસ નિમિત્તે ડ્યુટી દરમિયાન શહીદ થયેલા તમામ પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. સોમવારે રાષ્ટ્ર પ્રત્યે પોલીસ કર્મચારીઓના બલિદાન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરતા અમિત શાહે કહ્યું હતું કે ભારતને સુરક્ષિત રાખવામાં પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારો દ્વારા આપવામાં આવેલા અપાર બલિદાનને શ્રદ્ધાંજલિ આપવાનો આ પ્રસંગ છે. અમિત શાહે સોશિયલ મીડિયા પર દેશના શહીદ પોલીસકર્મીઓને પણ શ્રદ્ધાંજલિ આપી હતી.

Advertisement

હું તે શહીદોને સલામ કરું છું

અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે પોલીસ મેમોરિયલ ડેના અવસર પર, હું તે શહીદોને સલામ કરું છું જેમણે સર્વોચ્ચ બલિદાન આપ્યું અને પોતાની ફરજ નિભાવતા શહીદ થયા.

Advertisement

આ પણ વાંચો----Amit Shah ની મોટી જાહેરાત..આ જ કાર્યકાળમાં અમે.....

Advertisement

આ દિવસ માત્ર 21 ઓક્ટોબરે જ કેમ ઉજવવામાં આવે છે?

લદ્દાખના 'હોટ સ્પ્રિંગ્સ'માં 21 ઓક્ટોબર 1959ના રોજ ભારે હથિયારોથી સજ્જ ચીની સૈનિકોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ફરજ પરના 10 પોલીસકર્મીઓ શહીદ થયા હતા. ત્યારથી, આ શહીદો અને ફરજ દરમિયાન શહીદ થયેલા અન્ય તમામ પોલીસ કર્મચારીઓના સન્માન માટે દર વર્ષે 21મી ઓક્ટોબરે ‘પોલીસ મેમોરિયલ ડે’ મનાવવામાં આવે છે.

36 હજારથી વધુ પોલીસકર્મીઓએ સર્વોચ્ચ બલિદાન આપ્યું છે

વર્ષ 2023માં પોલીસ મેમોરિયલ ડે નિમિત્તે માહિતી આપતાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે આઝાદી બાદથી 36,250 પોલીસકર્મીઓએ દેશની સેવા કરતાં સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. આ દરમિયાન, તેમણે એમ પણ જણાવ્યું હતું કે 1 સપ્ટેમ્બર, 2022 થી 31 ઓગસ્ટ, 2023 સુધીમાં, 188 પોલીસકર્મીઓએ દેશમાં સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોતાની ડ્યુટીમાં સર્વોચ્ચ બલિદાન આપ્યું છે.

આ પણ વાંચો---Amit Shah એ નૌશેરામાં કોંગ્રેસ અને આતંકવાદ પર કર્યા પ્રહાર, કહ્યું- 'ગોળીઓનો જવાબ ગોળા વડે આપીશું...

Tags :
Advertisement

.