Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઇ  શાહ કચ્છની મુલાકાતે

અહેવાલ---કૌશિક છાયા, ક્ચ્છ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah ) આજે સરહદી કચ્છ (Kutchh)ના પ્રવાસે છે. તેઓ સવારે ઇફકોમાં નેનો ખાતર પ્લાન્ટનું ઉદઘાટન કરશે અને ત્યાંથી કોટેશ્વરમાં બીએસએફની વોટરવિંગ દ્વારા બનાવવામા આવનાર મુરિંગ પ્લેસનું ભૂમિ પૂજન કરવા સાથે હરામીનાળામાં જવાનો...
આજે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઇ  શાહ કચ્છની મુલાકાતે
અહેવાલ---કૌશિક છાયા, ક્ચ્છ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah ) આજે સરહદી કચ્છ (Kutchh)ના પ્રવાસે છે. તેઓ સવારે ઇફકોમાં નેનો ખાતર પ્લાન્ટનું ઉદઘાટન કરશે અને ત્યાંથી કોટેશ્વરમાં બીએસએફની વોટરવિંગ દ્વારા બનાવવામા આવનાર મુરિંગ પ્લેસનું ભૂમિ પૂજન કરવા સાથે હરામીનાળામાં જવાનો સાથે વાર્તાલાપ કરશે.
દોઢ મહિનાના ટૂંકાગાળામાં બીજી વખત કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સરહદી કચ્છની મુલાકાતે 
આ અંગેની વિગતો મુજબ, દોઢ મહિનાના ટૂંકાગાળામાં બીજી વખત કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સરહદી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. અગાઉ તેઓ બીપરજોય વાવાઝોડા દરમિયાન કચ્છમાં થયેલી નુકસાનીનો તાગ મેળવવા પહોંચ્યા હતા. શુક્રવારે સાંજે તેઓ કચ્છમાં આવી પહોંચ્યા હતા અને ભુજના સર્કિટ હાઉસ ખાતે રાત્રીરોકાણ કર્યા બાદ સવારે તેઓ કંડલા પહોંચશે જ્યાં ઇફકોના નેનો ખાતર પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવશે ત્યાંથી તેઓ સીધા વાયુદળના વિમાન મારફતે કોટેશ્વર પહોંચશે.
હરામીનાળામાં જવાનો સાથે વાર્તાલાપ 
બપોરે બે કલાકે બીએસએફ દ્વારા બનાવવામાં આવનાર મુરિંગ પ્લેસનું ભૂમિપૂજન કરવામાં આવશે.ક્રિક વિસ્તારમાં પેટ્રોલિંગ માટે જતી એજન્સીઓની બોટને સલામત રીતે લાંગરી શકાય તે પ્રમાણેની જેટી અહીં બનાવવામાં આવનાર છે.ઉપરાંત તેઓ બીઓપીનું લોકાર્પણ કરવાના છે દરમિયાન મોડેથી મળેલી માહિતી પ્રમાણે તેઓ હરામીનાળામાં બોટ મારફતે પહોંચીને દિવસ-રાત ફરજ બજાવતા જવાનો સાથે વાર્તાલાપ કરી જુસ્સો વધારશે.સ્વતંત્રતા દિવસ પૂર્વે કેન્દ્રીય ગૃહમંત્રીની કચ્છના સીમાવર્તી વિસ્તારમાં થનારી મુલાકાતને સૂચક માનવામાં આવી રહી છે.
જેલમાં કેદીઓ સાથે વાર્તાલાપ
કોટેશ્વરમાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ વાયુદળના વિમાન મારફતે ભુજ પહોંચીને પાલારા ખાસ જેલમાં જવાના છે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે જેલમાં કેદીઓ સાથે વાર્તાલાપ કરશે. ગૃહમંત્રીની મુલાકાત પૂર્વે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ કચ્છમાં આવી પહોંચ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.