Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

‘INDIA’ ગઠબંધન ગયું સમજો! મમતાએ એકલા ચૂંટણી લડવાનું એલાન કર્યું

‘INDIA’ : લોકસભા ચૂંટણીને લઈને દેશમાં અત્યારે પ્રચાર પ્રસારનો માહોલ જામેલો છે. દરેક રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર માટે જોતરાઈ ગયા છે. આ દરમિયાન INDIA ગઠબંધનને મોટો ફટકો પડ્યો છે. સીટોની ફાળવણી બાબતે થયેલા મનભેદોમાં INDIA ગઠબંધન વિખેરાઈ રહ્યું છે. પશ્ચિમ...
‘india’ ગઠબંધન ગયું સમજો  મમતાએ એકલા ચૂંટણી લડવાનું એલાન કર્યું

‘INDIA’ : લોકસભા ચૂંટણીને લઈને દેશમાં અત્યારે પ્રચાર પ્રસારનો માહોલ જામેલો છે. દરેક રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર માટે જોતરાઈ ગયા છે. આ દરમિયાન INDIA ગઠબંધનને મોટો ફટકો પડ્યો છે. સીટોની ફાળવણી બાબતે થયેલા મનભેદોમાં INDIA ગઠબંધન વિખેરાઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એલાન કર્યું છે કે, તેઓ 2024ની લોકસભાની ચૂંટણી સ્વતંત્ર રીતે લડવાના છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા મમતા બેનર્જીએ કહ્યું કે, કોંગ્રેસે ટીએમસીએ આપેલો પ્રસ્તાવ નકારી દીધો હતો, તે માટે હવે અમારી પાર્ટી સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે.

Advertisement

પ્રસ્તાવ નથી માન્યો એટલે એકલા ચૂંટણી લડીશું: મમતા

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વધુમાં કહ્યું કે, ‘પશ્ચિમ બંગાળમાં અમે લોકસભાની ચૂંટણી એકલા લડીશું. અમે જે પ્રસ્તાવો આપ્યા તે બધા જ નકારી દેવામાં આવ્યા છે. મારો પ્રસ્તાવ નથી માન્યો એટલે અમે એકલા ચૂંટણી લડીશું.’ તેમણે વધુમાં કહ્યું કે, INDIA ગઠબંધનમાં અમે હોવા છતાં પણ રાહુલ ગાંધી રેલી કરી તેની અમને કોઈ જાણ કરવામાં નથી.

Advertisement

ઘમંડિયા કે ઇન્ડિયા? : ગૌરવ ભાટિયા

આ બાબતે સોશિયલ મીડિયામાં હવે કટાક્ષ થવા લાગી છે. ભાજપના નેતા ગૌરવ ભાટિયાએ લખ્યું છે કે, ‘ગઈ ભેંસ પાણીમાં, ઘમંડિયા કે ઇન્ડિયા?’ ત્યારે ભાજપના એક બીજા નેતા ગિરિરરાજ સિહં કહ્યું કે, પીએમ મોદીને હરાવા માટે આ લોકો સાથે આવ્યા હતા. પરંતુ ઘમંડિયા ગઠબંધનમાં બધાને પીએમ બનવું છે. આ સિવાય કોંગ્રેસના નેતા પ્રમોદ ક્રિષ્નમે કહ્યું કે તેમનું નિશાન ભાજપ નહીં પરંતુ કોંગ્રેસ છે. મહાગઠબંધનના નેતાઓ દિલથી એક નથી.

આ પણ વાંચો: ‘જન નાયક’ કર્પૂરી ઠાકુરના દીકરા સાથે PM મોદીએ કરી વાત, કહ્યું કે...

2024ની લોકસભાની ચૂંટણી એકલા હાથે લડશે

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ અને ટીએમસી વચ્ચે મતભેદો ચાલી રહ્યા હતા. તો આવામાં હવે પશ્રિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જાહેર કર્યું છે કે, 2024ની લોકસભાની ચૂંટણી એકલા હાથે લડશે. ઉલ્લેખનીય છે કે, હવે મમતા બેનર્જી તૃણમૂલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળની બધી જ 42 બેઠકો પર સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે.

Advertisement

Tags :
Advertisement

.