પુતિન-મોદીની મુલાકાત પર ગુસ્સે થયા યુક્રેનના રાષ્ટ્રપતિ Zelenskyy, આપ્યું આ મોટું નિવેદન...
અમેરિકા સહિત સમગ્ર વિશ્વની નજર PM નરેન્દ્ર મોદીની રશિયા મુલાકાત પર હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મોદીની મુલાકાત પર ઘણા પશ્ચિમી દેશોએ આંખ આડા કાન કર્યા છે. જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી (Volodymyr Zelenskyy) પુતિન-મોદી બેઠક પર ગુસ્સે છે. વોલોડીમીર ઝેલેન્સકી (Volodymyr Zelenskyy)એ ભારતના PM નરેન્દ્ર મોદીની રશિયા મુલાકાતની નિંદા કરી છે. ઝેલેન્સકીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી હતી જેમાં તેણે મોદીને રશિયામાં જોયા બાદ આંચકો લાગવાની વાત કરી હતી.
આ સભા જોઈને ઊંડો આઘાત લાગ્યો...
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીએ મંગળવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું કે, "વિશ્વની સૌથી મોટી લોકશાહીના નેતાને આવા દિવસે મોસ્કોમાં વિશ્વના સૌથી લોહિયાળ ગુનેગારને આલિંગવું એ એક મોટી નિરાશા છે અને શાંતિના પ્રયાસો માટે વિનાશક ફટકો છે." તમને જણાવી દઈએ કે જે દિવસે PM નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મુલાકાત થઈ હતી તે જ દિવસે રશિયન સેનાએ યુક્રેનની રાજધાની કિવમાં બાળકોની હોસ્પિટલ પર ઘાતક હુમલો કર્યો હતો. જેના પર વોલોડીમીર ઝેલેન્સકી (Volodymyr Zelenskyy)એ નારાજગી વ્યક્ત કરી હતી.
PM મોદીને રશિયા અને યુક્રેન તરફથી આમંત્રણો મળ્યા હતા...
PM નરેન્દ્ર મોદીએ ભારતની લોકસભા ચૂંટણી પહેલા રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપતિઓને ફોન કર્યા હતા. દરમિયાન, રશિયા અને યુક્રેન બંનેના રાષ્ટ્રપતિઓએ જીત બાદ PM મોદીને તેમના દેશની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. જે બાદ PM મોદીએ રશિયાની મુલાકાત લીધી હતી. જાણકારોનું કહેવું છે કે ક્યાંકને ક્યાંક ઝેલેન્સ્કી પણ નારાજ છે કે PM નરેન્દ્ર મોદી યુક્રેન જવાને બદલે રશિયા ગયા.
રશિયા-યુક્રેન યુદ્ધ પર PM મોદીનું મોટું નિવેદન...
તમને જણાવી દઈએ કે વ્લાદિમીર પુતિન સાથે મોદીની મુલાકાતમાં રશિયા-યુક્રેન યુદ્ધનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. PM મોદીએ પુતિન પર ભાર મૂક્યો હતો કે યુદ્ધના મેદાનમાં હિંસાનો કોઈ ઉકેલ શોધી શકાતો નથી. તેમણે એમ પણ કહ્યું કે ભારતે હંમેશા પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વ સહિત યુએન ચાર્ટરનું સન્માન કરવાનું આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે વાતચીત અને કૂટનીતિ જ આગળ વધવાનો એકમાત્ર રસ્તો છે. જો કે, PM મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે પણ ઘણી વખત વાત કરી છે. તાજેતરમાં ઈટાલીમાં યોજાયેલી G-7 સમિટમાં પણ મોદી-ઝેલેન્સકીની મુલાકાત થઈ હતી. બંનેએ ગળે લગાડતા ફોટો પણ પડાવ્યા હતા.
આ પણ વાંચો : Austria માં PM મોદીનું ઉષ્માભર્યું સ્વાગત, વિયેના પહોંચતા જ ચાન્સેલર કાર્લ નેહમરે ગળે લગાવ્યા…
આ પણ વાંચો : Russia ભારતમાં 6 નવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવા કરશે મદદ
આ પણ વાંચો : PM મોદીને રશિયાએ આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન