Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ujjain: મહાકાલ મંદિરની દિવાલ ધરાશાયી, 2 લોકોના મોત અનેક ઘાયલ

Ujjain : મધ્ય પ્રદેશમાં (Madhya pradesh) અનેક સ્થળો પર ભારે વરસાદ (Heavy Rain) થઇ રહ્યો છે. જેના કારણે ગરમીથી તો રાહત મળી છે પરંતુ લોકો ભારે પરેશાન પણ થઇ રહ્યા છે. બીજી તરફ શુક્રવારે મોડી સાંજે ઉજ્જૈન મહાકાલ મંદિર (Ujjain...
ujjain  મહાકાલ મંદિરની દિવાલ ધરાશાયી  2 લોકોના મોત અનેક ઘાયલ

Ujjain : મધ્ય પ્રદેશમાં (Madhya pradesh) અનેક સ્થળો પર ભારે વરસાદ (Heavy Rain) થઇ રહ્યો છે. જેના કારણે ગરમીથી તો રાહત મળી છે પરંતુ લોકો ભારે પરેશાન પણ થઇ રહ્યા છે. બીજી તરફ શુક્રવારે મોડી સાંજે ઉજ્જૈન મહાકાલ મંદિર (Ujjain Mahakal temple) નજીક એક મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં મહાકાલ મંદિરના 4 નંબરના (Mahakal Temple Gate No.4) ગેટ નજીક બનેલી એક દિવાલ ધરાશાયી થઇ હતી. જેમાં એક મહિલા અને એક બાળકનું મોત નિપજ્યું છે. જ્યારે ચાર લોકો ઘાયલ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે.

Advertisement

મળતી માહિતી અનુસાર કાટમાળમાં કેટલાક લોકો ફસાયેલા હોવાની આશંકા છે. માહિતી મળતાની સાથે જ ઘટના સ્થળ પર પોલીસ અને તંત્રની ટીમો પહોંચી ગઇ હતી. હાલ તો બચાવ અને રેસક્યુ કામગીરી ચાલી રહી છે. દિવાલ પડવાના કારણે ઘાયલ લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવી રહ્યા છે. હાલ તે તમામની સ્થિતિ સ્ટેબલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશના અનેક જિલ્લાઓમાં છેલ્લા 3 દિવસથી તબક્કાવાર વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ ઇંદોર, ઉજ્જૈન, જબલપુર અને ગ્વાલિયર અને આસપાસનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. IMD અનુસાર એમપીમાં અત્યાર સુધીમાં 42.6 ટકા વરસાદ થઇ ચુક્યો છે. હવાના ઉપરી ભાગમાં ચક્રવાત બન્યું છે. જેના કારણે ઉત્તરી મધ્યપ્રદેશમાં શુક્રવારથી જ વરસાદ પડી રહ્યો છે. તેવામાં રાજ્યમાં હજી પણ આગામી 2-3 દિવસ ભારે વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને ઇંદોર, ઉજ્જૈન, રીવા, ગ્વાલિયર અને સાગરમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement

અહેવાલ સતત અપડેટ થઇ રહ્યો છે...

Advertisement
Tags :
Advertisement

.