Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઉદ્ધવ ઠાકરેનો ભાજપ પર ટોણો, કહ્યું- અમે સંબંધો જાળવી રાખ્યા

અહેવાલ - રવિ પટેલ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (uddhav-thackeray) સોમવારે મુંબઈમાં કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા ઠાકરેએ ભારતીય જનતા પાર્ટી (BJP) પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે અમે 25-30 વર્ષ સુધી ભાજપ...
08:37 AM Apr 18, 2023 IST | Hiren Dave

અહેવાલ - રવિ પટેલ

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (uddhav-thackeray) સોમવારે મુંબઈમાં કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા ઠાકરેએ ભારતીય જનતા પાર્ટી (BJP) પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે અમે 25-30 વર્ષ સુધી ભાજપ સાથે સંબંધો જાળવી રાખ્યા, પરંતુ તેમને સમજાયું નહીં કે કોણ મિત્ર છે અને કોણ વિરોધી. અમે સાથે મળીને દેશમાં લોકશાહીની લડાઈ લડીશું.

ઉદ્ધવે કેન્દ્ર સરકાર માટે 'નરભક્ષક' અને 'સત્તા ભૂખ્યા' જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે છેલ્લી વખત જ્યારે બીજેપી ચીફ જેપી નડ્ડા મુંબઈ આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે અહીં એક જ પાર્ટી હશે અને તે છે ભાજપ. અન્ય તમામ પક્ષો કરતાં આ સૌથી મોટો વિશ્વાસઘાત છે. જે રીતે તેઓએ શિવસેનાને ખતમ કરવાનો પ્રયાસ કર્યો અને પક્ષ સાથે દગો કર્યો, તે જ રીતે તેઓ અન્ય પક્ષો સાથે પણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઠાકરેએ કહ્યું કે તેમની પાર્ટીએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે વાત કરી છે. તેમણે વધુમાં કહ્યું કે લોકસભાની ચૂંટણીને એક વર્ષ પણ દૂર નથી. પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્ધવે વડાપ્રધાન મોદીનું નામ લીધા વિના કેન્દ્રની વર્તમાન સરકાર માટે 'નરભક્ષી' અને 'સત્તા-ભૂખ્યા' જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.


વિપક્ષોએ એક થઈને લડવાની જરૂર છેઃ વેણુગોપાલ
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે સોમવારે દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દેશમાં લોકશાહીનો નાશ કર્યો છે અને તમામ વિરોધ પક્ષોએ આ "તાનાશાહી" સામે એક થવાની જરૂર છે.

વેણુગોપાલ સાંજે મુંબઈ પહોંચ્યા અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે અડધા કલાકથી વધુ સમય સુધી મુલાકાત કરી. બેઠક બાદ બંને નેતાઓએ પત્રકાર પરિષદ સંબોધી હતી. ભાજપ પર પ્રહાર કરતા વેણુગોપાલે કહ્યું કે, અમે જોયું છે કે મોદી અને અમિત શાહે કેવી રીતે લોકશાહીનો નાશ કર્યો છે. મોદીની સરમુખત્યારશાહી સામે સાથે મળીને લડવા માટે તમામ વિપક્ષી દળોમાં સહમતિ છે. વેણુગોપાલે કહ્યું કે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) વિરોધ પક્ષો, ખાસ કરીને શિવસેના (UBT) ને નિશાન બનાવી રહ્યા છે. કોંગ્રેસ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT) સાથે સંપૂર્ણ એકતા ધરાવે છે, એમ તેમણે જણાવ્યું હતું. આપણે બધા સહમત છીએ કે આપણે આ દળો (ભાજપ) સાથે મળીને લડવું પડશે. મીડિયાના એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, મેં ઉદ્ધવજીને સોનિયાજીને મળવા દિલ્હી આવવા વિનંતી કરી છે. ત્યારે રાહુલ ગાંધી પણ ચોક્કસ મુંબઈ આવશે.



વેણુગોપાલે દાવો કર્યો હતો કે રાજકીય પક્ષો વચ્ચે કેટલાક મતભેદો છે. તેમની પોતાની વિચારધારા છે પરંતુ દેશ એક મોટી સમસ્યાનો સામનો કરી રહ્યો છે. આ પ્રકારનું વાતાવરણ મોદી સરકારના કાર્યકાળમાં પહેલા ક્યારેય જોવા મળ્યું નથી. ઠાકરે સાથેની તેમની ચર્ચા વિશે બોલતા, કોંગ્રેસ નેતાએ કહ્યું કે તે એક ઉપયોગી ચર્ચા હતી જ્યાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

શિવસેના (UBT), કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ મહા વિકાસ અઘાડીની રચના કરી, જે ગયા વર્ષે જૂન સુધી મહારાષ્ટ્રમાં સત્તામાં હતી. એકનાથ શિંદેના નેતૃત્વમાં કેટલાક ધારાસભ્યોના બળવાને કારણે શિવસેનામાં વિભાજન થયું હતું. આ પછી શિંદે બીજેપીના સમર્થનથી મુખ્યમંત્રી બન્યા.

આ પણ વાંચો - બિન્ધાસ્ત બનીને ફુલની જેમ બોંબ ફેંકતો આ શખ્સ કોણ..?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

 

Tags :
uddhav thackerayuddhav thackeray latestuddhav thackeray newsuddhav thackeray on bjpuddhav thackeray on modiuddhav thackeray pm modiuddhav thackeray rallyuddhav thackeray remarksuddhav thackeray sabhauddhav thackeray speechuddhav thackeray todayuddhav thackeray vs bjpuddhav thackereyuddhav thackery
Next Article