Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોણ છે Antim Panghal? જેણે સતત બીજી વખત જીતી U20 વર્લ્ડ ચેમ્પિયનશીપ

અંતિમ પંઘાલ સતત બે વખત અંડર 20 વર્લ્ડ ચેમ્પિયન બનનારી ભારતની પહેલી મહિલા બની ઈતિહાસ રચ્યો છે. તેમણે અહીં 53 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો. સવિતાએ પણ 62 કિગ્રા ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. ભારતના સાત પહેલવાનોએ આ વખતે મેડલ...
કોણ છે antim panghal  જેણે સતત બીજી વખત જીતી u20 વર્લ્ડ ચેમ્પિયનશીપ

અંતિમ પંઘાલ સતત બે વખત અંડર 20 વર્લ્ડ ચેમ્પિયન બનનારી ભારતની પહેલી મહિલા બની ઈતિહાસ રચ્યો છે. તેમણે અહીં 53 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો. સવિતાએ પણ 62 કિગ્રા ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. ભારતના સાત પહેલવાનોએ આ વખતે મેડલ જીત્યો છે જેમાં ત્રણ ગોલ્ડ સામેલ છે. અંતિમ કુંડૂ (65 કિગ્રા)એ સિલ્વર, રીના (57 કિગ્રા), આરઝુ (68 કિગ્રા) અને હર્ષિતા (72 કિગ્રા) એ બ્રોન્ઝ મેડલ જીત્યા. અંતિમ પંઘાલે શુક્રવારે ઈતિહાસ રચતા સતત બે વખત અંડર 20 વિશ્વ ખિતાબ જીતનારી ભારતની પહેલી મહિલા પહેલવાન બની ગઈ છે. જેણે અહીં 53 કિલોવર્ગમાં ખિતાબ પોતાના નામે કર્યો.

Advertisement

પહેલી ભારતીય મહિલા પહેલવાન બની

હરિયાણાના હિસારની રહેવાસી પંઘાલે યૂક્રેનની મારીયા યેફ્રેમોવાને 4-0 થી પરાજય આપ્યો. તેમણે પુરી ટૂર્નામેન્ટમાં માત્ર બે પોઈન્ટ ગુમાવ્યા. અંતિમે સાબિતે કરી દીધું કે એશિયન ગેમ્સના ટ્રાયલ માટે વિનેશ ફોગાટને ચેલેન્જ આપવી અતિઆત્મવિશ્વાસ નહોતો. ગત વર્ષે તે જૂનયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીતનારી પહેલી ભારતીય મહિલા પહેલવાન બની હતી અને હવે સિનિયર સ્તરે પણ રમે છે. પોતાની સ્ફૂર્તિ અને બુદ્ધિનો શાનદાર ઉપયોગ કરીને તેણે વિરોધીઓના પગ પર સતત હુમલા કર્યાં. જમણા પગ પર હુમલો કરી તેમણે વિરોધીઓને ચિત્ત કરી દીધાં.

કોણ છે અંતિમ પંઘાલ?

અંતિમ પંઘલ હરિયાણાના હિસાર જિલ્લાના ભગાના ગામી છે. તેના પિતાનું નામ રામનિવાસ પંઘાલ છે અને માતા કૃષ્ણા કુમારી છે, તેઓ પોતાના પરિવારનું ચોથું સંતાન છે. તેથી તેના માતા-પિતાએ તેનું નામ અંતિમ રાખ્યું. વાસ્તવમાં તેમના ગામની એક પ્રથા છે કે જે ઘરમાં ઘણી બધી દિકરીઓ જન્મ લે છે ક્યાં તેને કાફી કે અંતિમ જેવા નામોથી સંબોધિત કરવામાં આવે છે. વધુ દિકરીઓ જન્મે નહી તેની માન્યતા સાથે આવું લોકો કરે છે.

Advertisement

આ પણ વાંચો : INDIA VS IRELAND 1ST T20 : આયરલેન્ડ સામે પ્રથમ T20 મેચમાં ભારતની 2 રને જીત

Advertisement
Tags :
Advertisement

.