Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગણેશ વિસર્જનના દિવસે સુરતમાં Organ Donation ની બે ઘટના

ગણેશ વિસર્જનના દિવસે સુરતમાં અંગદાનની બે ઘટના ઓર્ગન ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી બંને બ્રેઇનડેડના પરિવારે અંગદાન કરાવ્યું ગણેશ વિસર્જન હોવા છતાં શહેર પોલીસે આ પ્રશંસનીય કામગિરી કરી શહેર પોલીસે ગ્રીન કોરિડોર બનાવી જુદા જુદા શહેરમાં અંગ પહોંચાડ્યા Organ Donation...
10:29 AM Sep 18, 2024 IST | Vipul Pandya
surat organ donation

Organ Donation : ગણેશ વિસર્જનના દિવસે સુરતમાં અંગદાન ( Organ Donation)ની બે ઘટના બની છે. ઓર્ગન ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી બંને બ્રેઇનડેડના પરિવારે અંગદાન કરાવ્યું હતું.

સ્મીમેર અને કિરણ હોસ્પિટલમાં અંગદાન

ગણેશ વિસર્જનના દિવસે સુરતમાં સ્મીમેર અને કિરણ હોસ્પિટલમાં અંગદાન કરાવવામાં આવ્યું છે જેમાં સૌથી નાની નવ વર્ષની બાળકીના હાથ અને 15 વર્ષની તરુણીના હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરાવામાં આવ્યું છે. આ અંગદાનની ઘટનામાં બ્રેઇનડેડ 40 વર્ષીય શિપુલ મંડલની કિડની, લીવર અને હૃદયનું દાન કરાવાયુ છે જ્યારે નવ વર્ષની રિયા બોબી મિસ્ત્રીની કિડની, લીવર, ફેફસાં, હાથ અને ચક્ષુઓનું દાન કરાવામાં આવ્યું છે.

આ પણ વાંચો---Surat: શહેરમાં વિઘ્નહર્તાની ભવ્ય વિસર્જન યાત્રા, તમામ રૂટ ઉપર પોલીસનો લોખંડી બંદોબસ્ત

ઓર્ગન ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી બંને બ્રેઇનડેડના પરિવારે અંગદાન કર્યું

સુરતની અંગદાન માટે જાણીતી ઓર્ગન ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી બંને બ્રેઇનડેડના પરિવારે અંગદાન કર્યું હતું. આ અંગદાનથી અગિયાર લોકોને નવજીવન મળ્યું છે. હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના 57 વર્ષીય વ્યક્તિમાં કરાયું છે જ્યારે ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ તામિલનાડુની 13 વર્ષીય બાળકીમાં કરાયું છે.

ગણેશ વિસર્જન હોવા છતાં શહેર પોલીસે આ પ્રશંસનીય કામગિરી કરી

હૈદરાબાદની હોસ્પિટલમાં બાળકીનું ટ્રાન્સપ્લાન્ટ કરાયુ છે જ્યારે હાથનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની 15 વર્ષીય તરુણીમાં કરાયું છે. ગણેશ વિસર્જન હોવા છતાં શહેર પોલીસે આ પ્રશંસનીય કામગિરી કરી હતી. શહેર પોલીસે ગ્રીન કોરિડોર બનાવી જુદા જુદા શહેરમાં અંગ પહોંચાડ્યા હતા. ઉલ્લેખનિય છે કે ઓર્ગન ડોનેટ લાઈફ સંસ્થાએ 1155થી વધુ લોકોને નવજીવન આપ્યું છે.

આ પણ વાંચો----Surat રાજ્યનું ગૌરવ-‘નેશનલ ક્લીન એર સિટી

આ પણ વાંચો---Surat : વાલીઓ ચેતજો! જાહેર માર્ગ પર ટ્રાફિકમાં સગીર વિદ્યાર્થીએ હંકારી રિક્ષા, જુઓ વાઇરલ Video

આ પણ વાંચો---Surat : ACB ને મળી મોટી સફળતા, 10 લાખની લાંચ કેસમાં PSI દિલીપ ચોસલાની ધરપકડ

Tags :
Ganesh VisharanGreen corridororgan donationSuratSurat Police
Next Article