Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંકલેશ્વરમાં WAQF બોર્ડનાં નકલી દસ્તાવેજો મામલે જિતાલી મસ્જિદનાં ટ્રસ્ટીઓ આરોપી

અમદાવાદમાં JPC ની બેઠકમાં ઉઠ્યો અંકલેશ્વરમાં બનાવટી દસ્તાવેજોનો મામલો વકફ રજિસ્ટરમાં છેડછાડ કરી બોર્ડનાં બનાવટી આદેશો જારી કર્યાનો આરોપ બનાવટી દસ્તાવેજનો ઉપયોગ આર્થિક લાભ મેળવ્યાનો આરોપ વકફ (WAQF) સંશોધન બિલ અંગેની અમદાવાદ (Ahmedabad) ખાતે યોજાયેલી સંયુક્ત સંસદીય સમિતિની બેઠકમાં...
અંકલેશ્વરમાં waqf બોર્ડનાં નકલી દસ્તાવેજો મામલે જિતાલી મસ્જિદનાં ટ્રસ્ટીઓ આરોપી
  1. અમદાવાદમાં JPC ની બેઠકમાં ઉઠ્યો અંકલેશ્વરમાં બનાવટી દસ્તાવેજોનો મામલો
  2. વકફ રજિસ્ટરમાં છેડછાડ કરી બોર્ડનાં બનાવટી આદેશો જારી કર્યાનો આરોપ
  3. બનાવટી દસ્તાવેજનો ઉપયોગ આર્થિક લાભ મેળવ્યાનો આરોપ

વકફ (WAQF) સંશોધન બિલ અંગેની અમદાવાદ (Ahmedabad) ખાતે યોજાયેલી સંયુક્ત સંસદીય સમિતિની બેઠકમાં (JPC Meeting) આજે અસદુદ્દિન ઔવેસી (Asaduddin Owaisi) અને ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવી વચ્ચે આક્રમક દલીલો થઈ હતી. દરમિયાન, અસદુદ્દિન ઔવેસીએ કહ્યું હતું કે, 'વકફ સંશોધન બિલ' (Waqf Amendment Bill) ધાર્મિક અધિકારોનું હનન છે. જ્યારે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sandhvi) ગુજરાતમાં હિન્દુ ધાર્મિક સ્થાનો પર વકફ બોર્ડ દ્વારા જમીનો પર કબજાનાં ઉદાહરણ સાથે અસદુદ્દિન ઔવેસીને આકરો જવાબ આપ્યો હતો.

Advertisement

આ પણ વાંચો - મહેસાણામાં થિયેટરની જમીનને WAQF Board એ દરગાહ અને કબ્રિસ્તાનની જમીન ગણાવી

Advertisement

અસદુદ્દિન ઔવેસીને હર્ષ સંઘવીનાં આકરા જવાબ

સંયુક્ત સંસદીય સમિતિની બેઠકમાં (JPC Meeting) AIMIM નાં રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દિન ઔવેસીનાં નિવેદન પર જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, સુરતમાં (Surat) જનતાનાં ટેક્સનાં પૈસાની જમીન પર વકફ બોર્ડનો દાવો નાગરિક અધિકારોનું હનન નથી ? ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, હિન્દુઓનાં ધાર્મિક સ્થળ દ્વારકામાં (Dwarka) હિન્દુઓની જમીન પર વકફ (WAQF) બોર્ડનો દાવો શું એ હિન્દુઓનાં ધાર્મિક અધિકારોનું હનન નથી ? ગુજરાતનાં આદિવાસી વિસ્તારોમાં આદિવાસી વ્યક્તિની ખેતી કે જંગલની જમીન પર વકફ બોર્ડનો (WAQF Board) કબજો એ આદિવાસીઓનાં અધિકારોનું હનન નથી ? ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યનાં અલગ-અલગ કિસ્સાઓનાં ઉદાહરણો આપીને અસદુદ્દિન ઔવેસીની બોલતી બંધ કરી દીધી હતી.

આ પણ વાંચો - Vadodara માં 45 વર્ષ પહેલા ખેતીની ખાનગી જમીન પર કોઈ સૂચના વગર WAQF બોર્ડે કર્યો કબજો!

Advertisement

બેઠકમાં અંકલેશ્વરમાં બનાવટી દસ્તાવેજોનો મામલો ચગ્યો

અમદાવાદ (Ahmedabad) ખાતે યોજાયેલ Joint Parliamentary Committee બેઠકમાં આજે અંકલેશ્વરમાં (Ankleshwar) બનાવટી દસ્તાવેજોનો મામલો પણ ઉઠ્યો હતો, જેમાં આરોપ લગાવાયો હતો કે, ભરૂચ (Bharuch) જિલ્લાનાં અંકલેશ્વર તાલુકામાં આવેલા જટાલી અને કોસમડી ગામમાં જિતાલી ટ્રસ્ટ (Jitali Trust) અને વકફનાં (WAQF) કર્મચારીએ અન્ય આરોપીઓ સાથે મળીને વકફ રજિસ્ટરમાં છેડછાડ કરીને બોર્ડનાં બનાવટી આદેશો જારી કર્યા હતા. આ બનાવટી દસ્તાવેજનો ઉપયોગ કરીને આરોપીઓએ તેમના આર્થિક લાભ માટે વકફ મિલકત વેચી દીધી હતી. આ કેસમાં IPC ની કલમ 465, 467, 468, 471, 120(B) અને કલમ 82(A, B, C,D) હેઠળનાં 6 ગુનાઓ અંકલેશ્વરનાં B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે, જેમાં જિતાલી મસ્જિદનાં ટ્રસ્ટીઓ (Jitali Masjid) આરોપી છે.

આ પણ વાંચો - WAQF Board એ રાજ્ય સરકારનું જંગલ પણ પચાવ્યું! કહ્યું આ તો પીરનું જંગલ છે

Tags :
Advertisement

.