USAID ફંડ પર Donald Trump નો જવાબ, ભારત પાસે ઘણા રૂપિયા છે, આપણે દર વર્ષે 20 મિલિયન ડોલર શા માટે આપીએ?
- ભારત જેવા દેશને આવી મદદ પૂરી પાડવાની જરૂરિયાત પર પ્રશ્ન ઉઠાવ્યો છે
- યુએસ ભંડોળને રોકવાના DOGE વિભાગના નિર્ણયનો બચાવ કર્યો
- ભારત એવા દેશોમાંનો એક છે જ્યાં સૌથી વધુ ટેરિફ છે : ડોનાલ્ડ ટ્રમ્પ
Donald Trump એ ભારતમાં મતદારોને પ્રભાવિત કરવા માટે 20 મિલિયન ડોલરના યુએસ ભંડોળને રોકવાના DOGE વિભાગના નિર્ણયનો બચાવ કર્યો છે. તેમણે ભારત જેવા દેશને આવી મદદ પૂરી પાડવાની જરૂરિયાત પર પ્રશ્ન ઉઠાવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે આપણે ભારતને બે કરોડ ડોલર કેમ આપી રહ્યા છીએ? તેમની પાસે ઘણા રૂપિયા છે. તેઓ વિશ્વના સૌથી વધુ કર વસૂલતા દેશોમાં સામેલ છે. તેમના ટેરિફ પણ ખૂબ ઊંચા છે. મને ભારત અને તેના વડાપ્રધાન પ્રત્યે ખૂબ માન છે પણ મતદાન માટે 20 મિલિયન ડોલર શા માટે ચૂકવવા?
US taxpayer dollars were going to be spent on the following items, all which have been cancelled:
- $10M for "Mozambique voluntary medical male circumcision"
- $9.7M for UC Berkeley to develop "a cohort of Cambodian youth with enterprise driven skills"
- $2.3M for "strengthening…— Department of Government Efficiency (@DOGE) February 15, 2025
ભારત એવા દેશોમાંનો એક છે જ્યાં સૌથી વધુ ટેરિફ છે : ડોનાલ્ડ ટ્રમ્પ
તમને જણાવી દઈએ કે 16 ફેબ્રુઆરીએ, એલોન મસ્કના નેતૃત્વ હેઠળના DOGE એ વિવિધ દેશોના ભંડોળને રોકવાની જાહેરાત કરી હતી, જેમાં ભારતમાં મતદાનને પ્રોત્સાહન આપવા માટે બે મિલિયન ડોલરની રકમનો પણ સમાવેશ થતો હતો. DOGE એ કહ્યું હતું કે અમેરિકાએ ભારતમાં મતદાન વધારવા માટે રચાયેલ 20 મિલિયનના કાર્યક્રમમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. હકીકતમાં, અમેરિકા ચૂંટણી દરમિયાન મતદારોની ભાગીદારી વધારવા માટે ભારતને બે કરોડ ડોલર આપતું હતું. પરંતુ હવે ભારતને આ ભંડોળ મળશે નહીં. એ વાત જાણીતી છે કે ટ્રમ્પે ભારતના વધેલા ટેરિફ અંગે ઘણી વખત નિવેદનો આપ્યા છે. તેમણે કહ્યું છે કે ભારત એવા દેશોમાંનો એક છે જ્યાં સૌથી વધુ ટેરિફ છે.
Doge શું છે?
હવે ચાલો સમજીએ કે DOGE શું છે? અને ટ્રમ્પના નવા વિભાગનું નામ ક્યાંથી આવ્યું? વાસ્તવમાં Dogecoin એક લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી છે અને તે 2013 માં બનાવવામાં આવી હતી. Dogecoin 2013 માં Billy Markus અને Jackson Palmer દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. તેમાં Shiba Inu dog નો ફોટો છે. રસપ્રદ વાત એ છે કે Dogecoin Bitcoin અને અન્ય ક્રિપ્ટોકરન્સીની મજાક ઉડાવવા માટે બનાવવામાં આવ્યું હતું, પરંતુ આ ક્રિપ્ટોકરન્સી વર્ષ 2021 માં ચર્ચામાં આવી. તેના ચર્ચામાં આવવાનું કારણ પણ એલોન મસ્ક હતા. તેમણે આ ચલણ વિશે ટ્વિટ કરવાનું શરૂ કર્યું અને લોકોએ તેના પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. Dogecoin ના લોગોને Doge કહેવામાં આવે છે. તેના મીમ્સ વાયરલ થયા પછી, ક્રિપ્ટોકરન્સી સમુદાયના લોકોએ તેમાં રસ દાખવવાનું શરૂ કર્યું.
આ પણ વાંચો: Delhi New CM: દિલ્હીના નવા મુખ્યમંત્રીની આજે જાહેરાત થશે, જાણો કોના નામની ચર્ચા