મુંબઈ-આગ્રા હાઈવે પર 3 વાહનોને ટક્કર મારી ટ્રક હોટેલમાં ઘૂસી, 10 લોકોના મોત
મહારાષ્ટ્રના ધુલેમાં મંગળવારે એક દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં 10 લોકોના મોત થયા હતા. તે જ સમયે, આ અકસ્માતમાં 10 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, મુંબઈ-આગ્રા હાઈવે પર પલાસનેર ગામ નજીક બસ સ્ટેન્ડ પાસે એક કન્ટેનરે ત્રણ વાહનોને ટક્કર મારી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માત બપોરે 12 વાગ્યાની આસપાસ થયો હતો. આ અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. કન્ટેનર મધ્યપ્રદેશથી ધુલે તરફ જઈ રહ્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યાત્રીઓ હોટલમાં રોકાયા બાદ ભોજન કરી રહ્યા હતા. સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર, જે ટ્રક ખૂબ જ ઝડપે દોડી રહી હતી તે કાબુ બહાર જઈને હોટલમાં જ ઘૂસી ગઈ હતી. જેના કારણે નિર્દોષ મુસાફરોમાં હોબાળો મચી ગયો હતો. ઘાયલોને શિરપુર અને ધુલેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે બુલઢાણા રોડ અકસ્માતમાં 26 લોકોના મોત થયા હતા. તાજેતરમાં જ 1 જુલાઈના રોજ બુલઢાણામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર 26 લોકોના મોત થયા હતા. જ્યારે 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ પણ વાંચો : શું તમે જાણો છો ભારતની સૌથી લાંબી ટ્રેન કઈ છે અને એમાં કેટલા કોચ અને એન્જીન હોય છે ?