Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Train Accident : ટ્રેનના બે ટુકડા થયા, મુસાફરોમાં રોષ, બક્સરમાં મગધ એક્સપ્રેસ બની અકસ્માતનો ભોગ

Chhattisgarh માં મોટી દુર્ઘટના થતા બચી બક્સરમાં ટ્રેન બે ટુકડામાં વહેચાઈ મુસાફરોએ ટ્રેન પ્રશાસન પર લગાવ્યો આરોપ આજે વધુ એક ટ્રેન અકસ્માત થયો છે. છત્તીસગઢ (Chhattisgarh)ના બક્સરમાં ટ્રેન (Train Accident) બે ભાગમાં વહેંચાઈ ગઈ, જેના કારણે યાત્રીઓમાં હોબાળો મચી...
train accident   ટ્રેનના બે ટુકડા થયા  મુસાફરોમાં રોષ  બક્સરમાં મગધ એક્સપ્રેસ બની અકસ્માતનો ભોગ
  1. Chhattisgarh માં મોટી દુર્ઘટના થતા બચી
  2. બક્સરમાં ટ્રેન બે ટુકડામાં વહેચાઈ
  3. મુસાફરોએ ટ્રેન પ્રશાસન પર લગાવ્યો આરોપ

આજે વધુ એક ટ્રેન અકસ્માત થયો છે. છત્તીસગઢ (Chhattisgarh)ના બક્સરમાં ટ્રેન (Train Accident) બે ભાગમાં વહેંચાઈ ગઈ, જેના કારણે યાત્રીઓમાં હોબાળો મચી ગયો. અકસ્માતને પગલે મુસાફરોમાં ભારે રોષ ફેલાયો હતો. DDU-પટણા રેલ્વે સેક્શન પર આ દુર્ઘટના ત્યારે થઈ, જ્યારે મગધ એક્સપ્રેસનું એન્જિન કેટલાક કોચ સાથે આગળ ગયું અને બાકીના કોચ પાછળ રહી ગયા. આંચકાને કારણે ટ્રેન (Train Accident)ના બે ટુકડા થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતના પગલે રેલવે વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. રેલ્વે અધિકારીઓ, જીઆરપી, આરપીએફ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. રેલવે મંત્રાલયે અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે અને તપાસ અહેવાલ મંગાવ્યો છે.

Advertisement

મુસાફરોએ બેદરકારીનો આક્ષેપ કર્યો હતો...

સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રેન (Train Accident) નંબર 20802 નવી દિલ્હીથી પટના જઈ રહી હતી. ડુમરાઉં રેલ્વે સ્ટેશનથી ટ્રેન લગભગ 11 વાગ્યે 8 મિનિટના વિલંબ સાથે નીકળી હતી, પરંતુ 5 મિનિટ પછી જ્યારે ટ્રેન ટુડીગંજ સ્ટેશન પર પહોંચી અને ત્યાંથી થોડે આગળ ગઈ ત્યારે, ધરૌલી ગામ પાસે ટ્રેન (Train Accident)ની પ્રેશર પાઇપ પોલીંગ તૂટી ગઈ. પાઈપ ફાટતાની સાથે જ ટ્રેન (Train Accident)ના બે ભાગ થઈ ગયા. જ્યારે જોરદાર આંચકો લાગ્યો, ત્યારે પાછળ રહેલા કોચના મુસાફરોએ ચીસો પાડવાનું શરૂ કર્યું.

Advertisement

આ પણ વાંચો : Delhi : ટેક્સટાઈલ ફેક્ટરીમાં લાગી આગ, ફાયર બ્રિગેડની 25 ગાડીઓ ઘટના સ્થળે...

લોકોએ ટ્રેન રોકી...

ચીસો સાંભળીને આગળ ગયેલા કોચના લોકોએ ટ્રેન રોકી, પછી પાયલટને ટ્રેનના બ્રેકડાઉનની જાણ થઈ. પાયલોટે સ્ટેશન માસ્ટરને અકસ્માતની જાણ કરી હતી. માહિતી મળતા જ સ્ટેશન માસ્તર તેમની ટીમ અને કર્મચારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ટેક્નિકલ ટીમે પ્રેશર પાઈપને જોડી દીધી અને ટ્રેનને પટના રવાના કરવામાં આવી, પરંતુ અકસ્માતને કારણે મુસાફરોમાં રોષ છે. તેમણે રેલવે વિભાગ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે.

Advertisement

આ પણ વાંચો : MP : ગણેશ મૂર્તિની શોભાયાત્રા પર પથ્થરમારો, રોષે ભરાયેલા ટોળાએ તોડફોડ કરી, FIR નોંધાઈ

Tags :
Advertisement

.