Uttarakhand : ચમોલીમાં ગ્લેશિયર તૂટતા દુર્ઘટના, 57 મજૂર દટાયા
- BRO કેમ્પમાં કામ કરતાં 57 મજૂર દુર્ઘટનામાં દટાયા
- સેના અને ITBP જવાનો દ્વારા બચાવ કામગીરી
- અત્યાર સુધીમાં 10 મજૂરોને બચાવી લેવામાં આવ્યા
ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટતા દુર્ઘટના સર્જાઇ છે. જેમાં BRO કેમ્પમાં કામ કરતાં 57 મજૂર દુર્ઘટનામાં દટાયા છે. સેના અને ITBP જવાનો દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
અત્યાર સુધીમાં 10 મજૂરોને બચાવી લેવામાં આવ્યા
અત્યાર સુધીમાં 10 મજૂરોને બચાવી લેવામાં આવ્યા છે. તેમજ અન્ય દટાયેલા મજૂરોને બચાવવા માટેના પ્રયાસ થઇ રહ્યાં છે. માનામાં ગ્લેશિયર તૂટવાથી હિમસ્ખલનની ઘટના બની છે. સતત વરસાદ અને બરફવર્ષાના કારણે એલર્ટ જાહેર કરાયુ છે. તેમજ અનેક વિસ્તારોમાં રસ્તાઓ વરસાદના કારણે બંધ કરાયા છે.
હનુમાન ચટ્ટીથી આગળનો હાઈવે હાલમાં બંધ
ઉત્તરાખંડના માનામાં ગ્લેશિયર તૂટવાથી ભારે હિમસ્ખલન થયું છે. જેના કારણે BRO કેમ્પને નુકસાન થયું છે. એવું કહેવામાં આવ્યું હતું કે અહીં લગભગ 57 મજૂરો હાજર હોવાનું જાણવા મળ્યું હતું. સેના અને ITBP ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અત્યાર સુધીમાં 10 મજૂરોને બચાવીને આર્મી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
હનુમાન ચટ્ટીથી આગળનો હાઈવે હાલમાં બંધ છે. તેમજ NDRF અને SDRFની ટીમો ઘટના સ્થળ માટે રવાના થઈ છે. પરંતુ હાઈવે બંધ હોવાના કારણે મુશ્કેલીઓ પડી રહી છે. સતત વરસાદ વચ્ચે એલર્ટ ઈશ્યુ કરવામાં આવ્યું છે.
ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે તબાહી મચી ગઈ
ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે તબાહી મચી ગઈ છે. રાજ્યના કુલ્લુ જિલ્લામાંથી વિનાશના ચોંકાવનારા ચિત્રો સામે આવ્યા છે. વરસાદે અહીં એટલી તબાહી મચાવી છે કે નદીઓ અને નાળા છલકાઈ ગયા છે. આજે (28 ફેબ્રુઆરી), હિમાચલ પ્રદેશના કુલ્લુ અને મંડી જિલ્લામાંથી પણ વિનાશના ચિત્રો સામે આવ્યા છે. મંડી જિલ્લાના ઓટ વિસ્તારમાં ભૂસ્ખલન બાદ ચંદીગઢ-મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે, જ્યારે કુલ્લુની ગટરોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી વાહનો તણાઈ ગયાનો કિસ્સો સામે આવ્યો છે. હિમાચલ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં હવામાનને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.
આ પણ વાંચો: Stock Market : ભારતીય શેરબજારમાં વધુ એક બ્લેક ફ્રાઈડે