એક દાયકાથી પણ ઓછા સમયમાં બદલાઈ ભારતની તસવીર : Morgan Stanley Report
અમેરિકન મલ્ટીનેશનલ ઇન્વેસ્ટમેન્ટ બેંક અને ફાઇનાન્શિયલ સર્વિસ કંપની મોર્ગન સ્ટેનલીએ (Morgan Stanley) કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Narendra Modi) નેતૃત્વમાં ભારત દસ વર્ષ પહેલાની સરખામણીમાં ઘણું બદલાયું છે. સ્ટેનલીએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે ભારત વિશ્વ વ્યવસ્થામાં સ્થાન મેળવી રહ્યું છે અને એશિયા અને વૈશ્વિક વિકાસ માટે એક મુખ્ય દેશ બની ગયો છે.
ભારત વિરૂદ્ધની ટીકા ફગાવી
Morgan Stanley એ પણ પોતાના રિપોર્ટમાં ભારત વિરુદ્ધની તમામ ટીકાઓને ફગાવી દીધી છે. અમે તમને જણાવી દઈએ કે ઘણા લોકો ભારતની ટીકા કરી રહ્યા હતા કારણ કે ભારતે છેલ્લા 25 વર્ષમાં બીજા નંબરની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા અને શેરબજારમાં ઝડપી વેપાર હોવા છતાં તેની ક્ષમતા મુજબ પ્રદર્શન કર્યું નથી.
એક દાયકાથી પણ ઓછા સમયમાં આમૂલી પરિવર્તન
પોતાના રિપોર્ટમાં ભારતના વખાણ કરતા મોર્ગન સ્ટેનલીએ (Morgan Stanley) કહ્યું કે, આજનું ભારત 2013 કરતા અલગ છે. રિપોર્ટ અનુસાર, ભારતે એક દાયકા કરતાં પણ ઓછા સમયમાં પરિવર્તન કર્યું છે અને મેક્રો અને માર્કેટ આઉટલૂક માટે નોંધપાત્ર હકારાત્મક પરિણામો સાથે 10 વર્ષના ટૂંકા ગાળામાં વિશ્વ વ્યવસ્થામાં પોતાનું સ્થાન બનાવ્યું છે.
આ કારણોથી આવ્યું પરિવર્તન
- મોર્ગન સ્ટેનલીએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે, PM મોદીએ 2014માં જ્યારે વડાપ્રધાન પદ સંભાળ્યું ત્યારથી અત્યાર સુધીમાં 10 મોટા ફેરફારો કર્યા છે. સ્ટેનલીએ જણાવ્યું હતું કે, કોર્પોરેટ ટેક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ એ સૌથી મોટા સપ્લાય-સાઇડ પોલિસી રિફોર્મ્સમાંનું એક છે. રિપોર્ટમાં GSTનો ઉલ્લેખ કરતાં મોર્ગન સ્ટેનલીએ જણાવ્યું હતું કે, દેશમાં GST કલેક્શનમાં વધારો થયો છે, જે GDPની ટકાવારી તરીકે ડિજિટલ ટ્રાન્ઝેક્શનના વધતા હિસ્સા સાથે અર્થતંત્રની ઝડપી વૃદ્ધિ દર્શાવે છે.
- લાભાર્થીઓના એકાઉન્ટમાં સીધી સબસીડીના પૈસા આપવા, બેંકર્પ્ટ કોડસ, ફ્લેક્સિબલ ઈન્ફલેશન ટાર્ગેટિંગ, FDI પર ધ્યાન, કોર્પોરેટન નફા માટે સરકારી સમર્થન, રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે નવો કાયદો અને બહુવર્ષિય ઉચ્ચ સ્તર પર એમએનસી જેવા મહત્વના ફેરફાર થયા.
- રિપોર્ટ પ્રમાણે દેશમાં ઉત્પાદન અને મુડી ખર્ચમાં સ્થિર વૃદ્ધિના પરિણામે વર્ષ 2031 સુધી GDP માં બંનેની ભાગીદારી લગભગ 5% સુધી વધી જશે. Morgan Stanley એમ પણ કહ્યું કે, ભારતનો નિકાસ બજાર હિસ્સો 2031 સુધી વધીને 4.5% થઈ જશે, જે 2021ના સ્તરથી લગભગ 2 ગણી હશે. જેમાં માલ અને સેવાઓની નિકાસમાં વ્યાપક લાભ થશે.
આ પણ વાંચો : PM મોદીના 9 વર્ષ પૂર્ણ, દેશની જનતા માટે જાણો કેટલી યોજનાઓ લઇને આવી કેન્દ્ર સરકાર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.