Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આવતીકાલે વર્ષનું પ્રથમ ચન્દ્રગ્રહણ, આ ચન્દ્રગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં ?

સૂર્યગ્રહણ બાદ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ આવતીકાલે વૈશાખ માસની પૂર્ણિમાની રાત્રે 5 મેના રોજ થશે.  15 દિવસના અંતરાલથી વર્ષ 2023નું આ બીજું ગ્રહણ હશે. અગાઉ 20 એપ્રિલે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ થયું હતું. આ ગ્રહણ ભારતમાં જોઈ શકાયું નથી. હવે વર્ષનું પ્રથમ...
08:12 PM May 04, 2023 IST | Vipul Pandya
સૂર્યગ્રહણ બાદ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ આવતીકાલે વૈશાખ માસની પૂર્ણિમાની રાત્રે 5 મેના રોજ થશે.  15 દિવસના અંતરાલથી વર્ષ 2023નું આ બીજું ગ્રહણ હશે. અગાઉ 20 એપ્રિલે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ થયું હતું. આ ગ્રહણ ભારતમાં જોઈ શકાયું નથી. હવે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ બુદ્ધ પૂર્ણિમાના દિવસે થશે. આ ગ્રહણ ઉપછાયા ચંદ્રગ્રહણ હશે. જેમાં ચંદ્રની સપાટી પર ધૂળનું તોફાન જોવા મળશે.
ભારતમાં  દેખાશે ચંદ્રગ્રહણ?
ખગોળશાસ્ત્રીઓના મતે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ યુરોપ, એશિયાના મોટાભાગના ભાગો, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, પેસિફિક, એટલાન્ટિક, એન્ટાર્કટિકા અને હિંદ મહાસાગરમાં જોવા મળશે. જ્યાં સુધી ભારતમાં આ ચંદ્રગ્રહણની દૃશ્યતાનો સવાલ છે, મોટાભાગના ખગોળશાસ્ત્રીઓ અને હિન્દુ પંચાંગની ગણતરીના આધારે, આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં.
ચંદ્રગ્રહણ ક્યારે શરૂ થશે?
ભારતીય સમય અનુસાર વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 5 મેના રોજ રાત્રે 8.44 કલાકે શરૂ થશે. જે મધરાત સુધી એટલે કે સવારે 1.01 વાગ્યા સુધી ચાલશે. ગ્રહણનો સૌથી વધુ સમય રાત્રે 10.52 કલાકે રહેશે.
ઉપછાયા ચન્દ્રગ્રહણ
વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ ઉપછાયા ચંદ્રગ્રહણ હશે. ખગોળશાસ્ત્ર અનુસાર, જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે, ત્યારે ત્રણેય થોડા સમય માટે એક સીધી રેખામાં આવે છે. આ ઘટનાને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. જ્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર સીધો પડતો નથી, ત્યારે તેને ઉપછાયા ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે.
ભારતમાં સુતક કાળ માન્ય છે કે નહીં?
ધાર્મિક દૃષ્ટિકોણથી, જ્યારે પણ ઉપછાયા ચંદ્રગ્રહણ હોય છે, ત્યારે તેને ગ્રહણની શ્રેણીમાં રાખવામાં આવતું નથી, આ સ્થિતિમાં આ ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો માન્ય રહેશે નહીં. તમને જણાવી દઈએ કે સૂર્યગ્રહણ થવા પર સુતક કાળ ગ્રહણ શરૂ થવાના 12 કલાક પહેલા શરૂ થાય છે, જ્યારે ચંદ્રગ્રહણના સમયે સુતક કાળ 9 કલાક પહેલા શરૂ થાય છે. સુતક કાળમાં કોઈ શુભ કાર્ય અને પૂજા કરવામાં આવતી નથી. સૂતકની સમાપ્તિ પછી જ તમામ ધાર્મિક પ્રવૃત્તિઓ ફરી શરૂ થાય છે.
આ પણ વાંચો---CHANDRA GRAHAN 2023: આ વર્ષે ચંદ્રગ્રહણ પર બનશે આ અદ્ભુત સંયોગ, આ રાશીઓ માટે…
Tags :
Buddha Purnimaeclipse 2023lunar eclipse
Next Article