Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટામેટાના ભાવ તમારા ખિસ્સાને સળગાવવા તૈયાર, પ્રતિ કિલોનો ભાવ આંખમાં લાવી દેશે આસું

મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે ત્યારે ગૃહિણીઓને ઘર ચલાવવું મુશ્કિલ બની ગયું છે. જણાવી દઇએ કે, છેલ્લા કેટલાક દિવસોથી બજારમાં ટામેટાંની તીવ્ર અછત ભારતીયોના ખિસ્સા સળગાવી રહી છે. દેશના મોટા ભાગના બજારોમાં ટામેટાના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોને પાર...
ટામેટાના ભાવ તમારા ખિસ્સાને સળગાવવા તૈયાર  પ્રતિ કિલોનો ભાવ આંખમાં લાવી દેશે આસું

મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે ત્યારે ગૃહિણીઓને ઘર ચલાવવું મુશ્કિલ બની ગયું છે. જણાવી દઇએ કે, છેલ્લા કેટલાક દિવસોથી બજારમાં ટામેટાંની તીવ્ર અછત ભારતીયોના ખિસ્સા સળગાવી રહી છે. દેશના મોટા ભાગના બજારોમાં ટામેટાના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયા છે. રિટેલ માર્કેટમાં ટામેટાના ભાવ 80-120 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે, જ્યારે જથ્થાબંધ ભાવ 65-70 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. એક સપ્તાહ પહેલા જથ્થાબંધ બજારમાં ટામેટાં 30-35 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા હતા. છૂટક બજારમાં તેની કિંમત 40-50 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ હતી. એટલે કે કિંમતો લગભગ બમણી થઈ ગઈ છે.

Advertisement

બજારમાં ટામેટાનો ભાવ 100 ને પાર

દેશમાં કાળઝાળ ગરમી, ઓછા ઉત્પાદન અને વિલંબિત વરસાદને કારણે દેશના કેટલાક ભાગોમાં ટામેટાના છૂટક ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર, દેશમાં મોટા ભાગના બજારોમાં ટામેટા રૂપિયા 100 પ્રતિ કિલોએ મળી રહ્યા છે. વળી આવી જ હાલત ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. અહીં થોડા દિવસો પહેલા બિપોરજોય વાવાઝોડું આવ્યું હતું તેના કારણે ઉત્પાદન પર ખૂબ અસર પડી હતી જેના કારણે પણ ટામેટાના ભાવમાં વધારો થયો હોવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યો છે. જ્યા એક તરફ ચક્રવાત બિપરજોયના કારણે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાત જેવા રાજ્યોમાં ટામેટાના પાકને અસર થઈ છે તો બીજી તરફ બિહાર અને પશ્ચિમ બંગાળમાં કાળઝાળ ગરમીના કારણે ટામેટાના પાકને પણ નુકસાન થયું છે. હરિયાણા અને ઉત્તર પ્રદેશ જેવા પડોશી રાજ્યોમાંથી ટામેટાંનો પુરવઠો ઘટ્યો છે. હવે અમને બેંગ્લોરથી ટામેટાં મળી રહ્યા છે. તાજેતરના વરસાદ દરમિયાન જમીન પર રહેલા ટામેટાના છોડને નુકસાન થયું છે.

Advertisement

માત્ર એક મહિનામાં ટામેટાના ભાવમાં 1900%નો વધારો

Advertisement

એક મહિના પહેલા એટલે કે મે મહિનામાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં ટામેટાં 2-5 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા હતા. એટલે કે માત્ર એક મહિનામાં ટામેટાંના ભાવમાં 1900%નો વધારો થયો છે. માત્ર ટામેટાં જ નહીં, મંડીઓમાં અન્ય લીલા શાકભાજીના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. જોકે, આગામી એક કે બે મહિનામાં ટામેટાં અને અન્ય શાકભાજીના નવા કન્સાઈનમેન્ટની આવક વધશે ત્યારે કેટલાક રાજ્યોમાં ભાવમાં રાહત થશે તેવી અપેક્ષા છે. મે મહિનામાં 10-20 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા ટામેટાના ભાવમાં અચાનક ઉછાળો આવવાથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની ફુગાવાની ચિંતામાં વધારો થયો છે. છેલ્લા બે દિવસમાં ટામેટાના ભાવ બમણા થઈ ગયા છે.

ભારે વરસાદના કારણે થયો અચાનક વધારો

દિલ્હીના એક વેપારીનું કહેવું છે કે વાયરની મદદથી ઉભા ઉગતા છોડને બચાવી લેવામાં આવ્યા હતા. તે સમય દરમિયાન બજારમાં ટામેટાના ભાવ ઓછા હોવાથી ખેડૂતોએ તેની ખાસ કાળજી લીધી ન હતી, જેના કારણે ઉત્પાદનને અસર થઈ હતી અને ભાવ અતિશય વધી ગયા હતા. જો દિલ્હીની વાત કરીએ તો ટામેટા 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં રેટમાં અચાનક વધારો થયો છે. ભાવમાં આ અચાનક વધારો ભારે વરસાદને કારણે થયો છે.

આ પણ વાંચો – GUJARATFIRST@US : ‘દુનિયાના કોઇ દેશ પાસે આવા વડાપ્રધાન નથી’, PM મોદી પર અમેરિકામાં વસતા ભારતીયો આફ્રિન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.