Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટામેટાએ ખેડૂતોને રાતો રાત કર્યા કરોડપતિ, કોઇએ આલીશાન ઘર ખરીદ્યું તો કોઇએ ખરીદી કાર

છેલ્લા ઘણા દિવસોથી ટામેટાના ભાવ એટલા વધ્યા છે કે લોકો તેને ઉચા ભાવે ખરીદવા મજબૂર બન્યા છે. ભલે આ દિવસોમાં ટામેટાના ભાવ લોકોને રડાવે છે, પરંતુ ઘણા ખેડૂતો એવા છે જેમણે માત્ર ટામેટાના પાકના આધારે લાખો રૂપિયાની કમાણી કરી લીધી...
ટામેટાએ ખેડૂતોને રાતો રાત કર્યા કરોડપતિ  કોઇએ આલીશાન ઘર ખરીદ્યું તો કોઇએ ખરીદી કાર

છેલ્લા ઘણા દિવસોથી ટામેટાના ભાવ એટલા વધ્યા છે કે લોકો તેને ઉચા ભાવે ખરીદવા મજબૂર બન્યા છે. ભલે આ દિવસોમાં ટામેટાના ભાવ લોકોને રડાવે છે, પરંતુ ઘણા ખેડૂતો એવા છે જેમણે માત્ર ટામેટાના પાકના આધારે લાખો રૂપિયાની કમાણી કરી લીધી છે. ઘણા ખેડૂતોની કમાણી કરોડોમાં પહોંચી ગઈ છે. જેમા ઘણા ખેડૂતો એવા છે કે, તેમણે પોતાનું ઘર ખરીદ્યું અથવા ટ્રેક્ટર અને કાર પણ લઇ લીધી. આ વર્ષે જે ખેડૂતોને ઘણો ફાયદો થયો છે તેઓ વર્ષ 2023ને ક્યારેય ભૂલી શકશે નહીં.

Advertisement

40 કે 50 રૂપિયામાં વેચાતા ટામેટા રૂ. 2000 થી રૂ. 2500માં વેચાયા (કેરેટનો ભાવ)

તેલંગાણાના પુલામામિડીના રહેવાસી કે અનંત રેડ્ડીએ ટામેટાં વેચીને એક નવું ટ્રેક્ટર અને હ્યુન્ડાઈ વેન્યુ કાર ખરીદી છે. આ વર્ષે તેને પ્રતિ એકર 20 લાખ રૂપિયાનો નફો થયો છે. એવા ઘણા ખેડૂતો છે જેમણે આલીશાન ઘર ખરીદ્યું હોય. મળતી માહિતી અનુસાર, કર્ણાટકના તાલાબીગાપલ્લીના રહેવાસી 35 વર્ષીય અરવિંદે તેની પાંચ એકર જમીનમાં ટામેટાના પાકનું વાવેતર કર્યું હતું. આ વર્ષે તેણે 1.4 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેણે તેની માતા માટે એક આલીશાન ઘર ખરીદ્યું છે. તેની માતા આંગણવાડી કાર્યકર છે. અને આંધ્રપ્રદેશના કરકમાંડા ગામના રહેવાસી ચંદ્રમૌલી અને મુરલીએ આ વર્ષે ટામેટાં વેચીને 3 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જણાવી દઈએ કે ટામેટાંનો પાક ઘણીવાર ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થાય છે. ટામેટાંનો પાક વરસાદ કે તડકાને કારણે બરબાદ થવા લાગે છે. આ વર્ષે પણ આવું થયું પણ જેમનો પાક બચી ગયો તેઓ સમૃદ્ધ થઈ ગયા. અરપાતી નરસિમ્હા રેડ્ડી કહે છે કે પહેલા એક કેરેટ ટામેટા 40 કે 50 રૂપિયામાં વેચાતા હતા. આ હિસાબે માત્ર બે રૂપિયા પ્રતિ કિલો મળતા હતા. ઘણી વખત તે ટામેટાના પાકને ગટરમાં ફેંકી દેતો હતો. પરંતુ આ વર્ષે કેરેટ રૂ. 2000 થી રૂ. 2500માં વેચાઇ રહ્યો છે.

Advertisement

પહેલા લોન લેતા હતા હવે લોન આપે છે

જ્યારે નરસિંહે આ વખતે 10 એકરમાં ટામેટાંનું વાવેતર કર્યું ત્યારે તેણે કલ્પના પણ નહોતી કરી કે તે અમીર બનશે. ક્યારેક એક કેરેટ રૂ.4000માં વેચાતી હતી. તેમણે કહ્યું, મારા ગામના 150 ખેડૂતોએ બેથી ત્રણ કરોડ રૂપિયા કમાયા છે. કર્ણાટકના પલિયા ગામના રહેવાસી સીતારામ રેડ્ડીએ છેલ્લા દોઢ મહિનામાં 50 લાખ રૂપિયાની કમાણી કરી છે. પાછલા વર્ષોમાં જ્યાં તે ટામેટાંના કારણે દેવું થઈ જતા હતા, ત્યારે આ વખતે તે પોતે જ લોન આપવા તૈયાર છે. લોકો તેની પાસે લોન લેવા માટે ઉમટી રહ્યા છે. આ વર્ષે ઘણા ખેડૂતોએ કોલ્ડ સ્ટોરમાં ટામેટાં રાખ્યા હતા. હવે તેઓ સારી કમાણી પણ કરી રહ્યા છે. પાસલપ્પગારી ભાઈઓએ આ વખતે ત્રણ કરોડ રૂપિયાની કમાણી કરી છે. જણાવી દઈએ કે મધ્ય પ્રદેશમાં ટામેટાંનું ઘણું ઉત્પાદન થાય છે, પરંતુ આ વખતે અહીંના ખેડૂતોને નુકસાન થયું છે. જણાવી દઈએ કે રાજધાની દિલ્હીમાં પણ આ દિવસોમાં ટામેટા 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. વળી, એવું કહેવામાં આવી રહ્યું છે કે ટામેટાંના ભાવ 300 રૂપિયા સુધી પહોંચી શકે છે.

Advertisement

આ પણ વાંચો - ચીનમાં કુદરતનો કહેર, ભૂકંપે મચાવી તબાહી, 126 જેટલા મકાનો ધરાશાયી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.