Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ambaji: બોલ માડી અંબેના નાદથી અંબાજી ગુંજી ઉઠ્યું

અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ અંબાજી મંદિર પરિસરમાં પૂનમની આરતીમાં જોડાયા ભક્તો બોલ માડી અંબેનો નાદ ગુંજ્યો મંદિર પરિસરમાં માતાને ફૂલોનાં વિશેષ શણગારથી સુશોભિત કરાયાં Ambaji Shaktipeeth : આજે ભાદરવી પૂનમ છે અને હજારો માઇભક્તો આજે...
ambaji  બોલ માડી અંબેના નાદથી અંબાજી ગુંજી ઉઠ્યું
  • અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ
  • અંબાજી મંદિર પરિસરમાં પૂનમની આરતીમાં જોડાયા ભક્તો
  • બોલ માડી અંબેનો નાદ ગુંજ્યો મંદિર પરિસરમાં
  • માતાને ફૂલોનાં વિશેષ શણગારથી સુશોભિત કરાયાં

Ambaji Shaktipeeth : આજે ભાદરવી પૂનમ છે અને હજારો માઇભક્તો આજે મા અંબાના દર્શન કરવા શક્તિપીઠ અંબાજી (Ambaji Shaktipeeth) ખાતે પહોંચ્યા છે. આજે ભાદરવી પૂનમના મેળાનો અંતિમ દિવસ છે. અંબાજી ધામ અને અંબાજી મંદિર પરિસર મોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો છે. માતાજીને ફૂલોના વિશેષ શણગારથી સુશોભિત કરાયા છે. અંબાજી મંદિર પરિસરમાં પૂનમની આરતીમાં હજારો ભક્તો જોડાયા હતા.

Advertisement

શક્તિપીઠ અંબાજી આજે માઇભક્તોથી ઉભરાયુ

મા અંબાના દર્શન માટે શક્તિપીઠ અંબાજી આજે માઇભક્તોથી ઉભરાયુ છે. 12મી સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મેળો શરુ થયો છે અને આજે પૂનમના દિવસે મેળાનું સમાપન થશે. લાખો માઇભક્તો ઠેર ઠેરથી પદયાત્રા કરીને મા અંબાના દર્શન કરવા અંબાજી પહોંચ્યા હતા. શ્રી આરાસુરી અંબાજી ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માઈભક્તો પર પુષ્પવર્ષા વરસાવવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો---Shaktipeeth અંબાજી લાખો માઇ ભક્તોથી ઉભરાયુ

Advertisement

રવિવારના રોજ એક દિવસે સૌથી વધારે 6.48 લાખ ભક્તોએ માતાજીના દર્શન કર્યા

છ દિવસના મેળા દરમિયાન અત્યાર સુધીમાં કુલ 27 લાખથી વધારે ભક્તોએ મા અંબાના દર્શન કર્યા છે. મેળના આજે અંતિમ દિવસે પણ હજારો માઇભક્તોનો અવિત પ્રવાહ અંબાજીમાં જોવા મળી રહ્યો છે. છઠ્ઠા દિવસે 4 લાખથી પણ વધારે ભક્તોએ દર્શન કર્યા હતા. 15 સપ્ટેમ્બરને રવિવારના રોજ એક દિવસે સૌથી વધારે 6.48 લાખ ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા.

શ્રદ્ધાળુઓએ માતાજીને ભેટ અર્પણ કરી

મા અંબાના દર્શ કરવા પહોંચેલા ભાવિકો શ્રદ્ધાળુઓએ મા અંબાના ચરણોમાં સોના સહિત વિવિધ પ્રકારની ચીજો દાન સ્વરુપે આપી હતી. શ્રદ્ધાળુઓની ભક્તિ અને દાનની ભાવના આવકના આ આંકડામાં દેખાય છે. પાછલા બે દિવસમાં મંદિર પર 521 ધજારોહણ કરાઈ હતી, જે આ ધાર્મિક પ્રસંગની પવિત્રતાને વધુ સુશોભિત કરે છે.

આ પણ વાંચો----Sidhhi Groupના ચેરમેન Mukesh Patel દ્વારા ખોરજ ગામના સંઘનું અંબાજી જવા પ્રસ્થાન કરાયું । Ambaji

આ પણ વાંચો---ખોરજ ગામનો ઐતિહાસિક પગપાળા સંઘ અંબાજી જવા રવાના, શ્રી Sidhhi Group ના ચેરમેન મુકેશભાઈએ કરાવ્યું પ્રસ્તાન

આ પણ વાંચો---આવતીકાલથી ભાદરવી પૂનમના મહામેળોમાં અંબાજીમાં મળશે આ ખાસ સુવિધા

Tags :
Advertisement

.