Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મહાગુજરાત ચળવળ જેની સાથે જોડાયેલો છે ગુજરાતની સ્થાપનાનો ઈતિહાસ

Gujarat Day 2023 : 1લી મે 1960ના દિવસે એટલે કે આજથી 63 વર્ષ પહેલા બૃહદમુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે અલગ રાજ્યો બન્યા હતા અને ત્યારથી લઈ આજ દિન સુધી 1લી મેના દિવસે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે...
07:01 AM May 01, 2023 IST | Viral Joshi

Gujarat Day 2023 : 1લી મે 1960ના દિવસે એટલે કે આજથી 63 વર્ષ પહેલા બૃહદમુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે અલગ રાજ્યો બન્યા હતા અને ત્યારથી લઈ આજ દિન સુધી 1લી મેના દિવસે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતના લોકો માટે 1લી મેનો દિવલ ખુબ મહત્વનો છે કારણ કે અલગ ગુજરાત રાજ્ય સરળતાથી નહોતું મળ્યું. અલગ ગુજરાત રાજ્ય માટે મહાગુજરાત ચળવળ ચાલી હતી અને તેમાં 24 યુવાનોએ પોતાના જીવની આહુતિ આપી હતી.

ગુજરાતનો પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ
પ્રાચીન કાળમાં ગુજરાતને આનર્ત પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો. ભગવાન કૃષ્ણએ વ્રજ છોડીને સૌરાષ્ટ્રમાં આવેલી દ્વારિકા નગરી વસાવી હતી. લોથલ અને રામપુર જેવા વિસ્તારોમાંથી હડપ્પન સંસ્કૃતિના અવશેષ મળી આવ્યા છે તો ગુજરાતનો થોડોક ઈતિહાસ મોર્યવંશમાં પણ જોવા મળે છે. મૂળરાજ સોલંકીએ ગુજરાતમાં સોલંકીવંશની સ્થાપના કરી. અહી ગુર્જર જાતિના લોકોનો મોટો વસવાટ હોવાથી આ વિસ્તાર ગુર્જર દેશ તરીકે ઓળખાતો હતો.

મહાગુજરાત ચળવળ

ગુજરાતની સ્થાપના
ગુજરાતની સ્થાપના મુક સેવક રવિશંકર મહારાજ દ્વારા કરવામાં આવી હતી. ગુજરાતની સ્થાપના સમયે ગુજરાતમાં 17 જિલ્લાઓ અસ્તિત્વમાં હતા. સ્થાપના બાદ ગુજરાતના મુખ્યમંત્રી જીવરાજ મહેતા બન્યા હતા તો ગવર્નર મહેંદી નવાઝ જંગ બન્યા હતા. ભાષાના આધારે અલગ થનાર ભારતનું બીજું રાજ્ય ગુજરાત હતું . પહેલું રાજ્ય આંધ્ર પ્રદેશ હતું.

ગુજરાતનું ભુગોળ
ભોગૌલિક દ્રષ્ટિએ ગુજરાત ખુબ જ સમૃદ્ધ રાજ્ય છે. વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ છે . જયારે સૌથી નાનો જિલ્લો ડાંગ છે અને વસ્તીની દૃષ્ટીએ સૌથી મોટો જિલ્લો અમદાવાદ છે. ગુજરાત દેશનો સૌથી મોટો દરિયા કિનારો ધરાવતું રાજ્ય બન્યું સાથે જ ગુજરાતને કચ્છ અને ખંભાત એમ બે અખાત પણ છે તો રાજ્યમાં 185 નદીઓ છે જેમાંથી સૌથી મોટી નદી નર્મદા છે. જેના પર ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરોવર બંધ બન્યો છે તો તેનાથી થોડે દુર સ્ટેચ્યુ ઓફ યુનિટ પ્રવાસન સ્થળ તરીકે વિકસ્યું છે. તો બીજી તરફ ગિરનાર પર્વતએ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે અને ગીર અભ્યારણ્યમાં એશિયાટિલ સિંહો ગુજરાતની અલગ ઓળખ છે. ગુજરાતનું રાજ્ય ગીત જય જય ગરવી ગુજરાત છે જેની રચના કવિ નર્મદ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો : ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રીનું પ્રજાજોગ સંબોધન

Tags :
Gujarat Day 2023Gujarat Foundation Day 2023Indulal YagnikMahagujarat movementMaharashtraRavi Shankar Maharaj
Next Article