Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Shravan 2023 : આજે પવિત્ર શ્રાવણ માસનો પહેલો સોમવાર, વહેલી સવારથી શિવાયલોમાં ભાવિકોની ભીડ જામશે

Shravan 2023 : ભોળાનાથની સાધના અને આરાધનાના મહાપર્વ પાવનકારી શ્રાવણ માસનો આજે પહેલો સોમવાર છે. શ્રાવણ માસના સોમવારનું ઘણું મહાત્મય છે. વહેલી સવારથી જ શિવાલયોમાં વિશેષ પુજા, દુગ્ધાભિષેક, જળાભિષેક પુજાવિધિ થશે. આજના દિવસે ભોળાનાથના ભક્તો શિવલીંગ પર ધતુરા, શણ, ચંદન,...
shravan 2023   આજે પવિત્ર શ્રાવણ માસનો પહેલો સોમવાર  વહેલી સવારથી શિવાયલોમાં ભાવિકોની ભીડ જામશે

Shravan 2023 : ભોળાનાથની સાધના અને આરાધનાના મહાપર્વ પાવનકારી શ્રાવણ માસનો આજે પહેલો સોમવાર છે. શ્રાવણ માસના સોમવારનું ઘણું મહાત્મય છે. વહેલી સવારથી જ શિવાલયોમાં વિશેષ પુજા, દુગ્ધાભિષેક, જળાભિષેક પુજાવિધિ થશે. આજના દિવસે ભોળાનાથના ભક્તો શિવલીંગ પર ધતુરા, શણ, ચંદન, ચોખા, બીલીપત્ર અભિષેક,પંચામૃત અને દુગ્ધાભિષેક કરશે અને આજના દિવસે ઉપવાસનું પણ અનેરૂ મહાત્મય છે.

Advertisement

સોમનાથમાં શિવભક્તો ઉમટશે

રાજ્યભરના પ્રાચીન અર્વાચીન શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠશે. 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવના મંદિરે આજના દિવસે દેશભરમાંથી મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટે છે. સોમનાથમાં પણ શ્રદ્ધાળુંઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

first Monday of Shravan 2023

Advertisement

વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

આ ઉપરાંત રાજ્યભરમાં આજના દિવસે રૂદ્રાભિષેક તેમજ લઘુરૂદ્ર, ચારેય પ્રહરની મહાઆરતી,દિપમાળા, પૂજન, અર્ચન, સંતવાણી જેવા અનેકવિધ નાના-મોટા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજના દિવસે ઉપવાસનું પણ અનેરું મહત્વ છે. શિવભક્તિો આજે ઉપવાસ રાખે છે અને યથાશક્તિદાન પણ કરે છે.

આ પણ વાંચો : અહીં શિવ મંદિરના પ્રાંગણમાંજ આવેલું છે શિવજીને પ્રિય એવી બિલીનું વન, આ મંદિર કહેવાય છે ગુજરાતનું કાશી

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.