Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad માં નીકળશે ભવ્ય તિરંગા યાત્રા, ગૃહપ્રધાન અને મુખ્યમંત્રીના વરદ્હસ્તે થશે ફ્લેગઓફ

દેશની આઝાદી પર્વના ભાગરૂપે આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયુ છે. ઘાટલોડિયાથી નિર્ણયનગર સુધી તિરંગા યાત્રા નીકળશે. આ તિરંગા યાત્રાનું ફ્લેગ ઓફ ગૃહ પ્રધાન અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ્ હસ્તે થશે. સવારે 9.30 કલાકે ઘાટલોડિયા AMC વોર્ડ ઓફિસ...
ahmedabad માં નીકળશે ભવ્ય તિરંગા યાત્રા  ગૃહપ્રધાન અને મુખ્યમંત્રીના વરદ્હસ્તે થશે ફ્લેગઓફ

દેશની આઝાદી પર્વના ભાગરૂપે આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયુ છે. ઘાટલોડિયાથી નિર્ણયનગર સુધી તિરંગા યાત્રા નીકળશે. આ તિરંગા યાત્રાનું ફ્લેગ ઓફ ગૃહ પ્રધાન અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ્ હસ્તે થશે. સવારે 9.30 કલાકે ઘાટલોડિયા AMC વોર્ડ ઓફિસ સામે, ચાણક્યપુરી ખાતેથી આ તિરંગા યાત્રા ફ્લેગ ઓફ થશે.

Advertisement

હર ઘર તિરંગા અભિયાન

દેશમાં આ વખતે પણ હર ઘર તિરંગા અભિયાનનું વડાપ્રધાન મોદી દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે. દેશની આઝાદીની લડત લડનારા વીરોની શૌર્યગાથા લોકો સુધી પહોંચાડવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવનો ઉદ્દેશ દેશભરમાં અભિયાન ચલાવીને દેશભક્તિની લાગણી ફેલાવવાનો છે.

ગત વર્ષે પણ થઈ હતી ઉજવણી

સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું હર ઘર તિરંગા અભિયાનને ગત વર્ષે લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. આ વર્ષે ઈન્ડિયા પોસ્ટ 'હર ઘર તિરંગા' અભિયાનની ઉજવણી કરવા માટે તેની 1.6 લાખ પોસ્ટ ઓફિસ દ્વારા રાષ્ટ્રધ્વજનું વેચાણ કરી રહી છે. ગયા વર્ષે પણ કરોડોની સંખ્યામાં લોકોએ તિરંગો ફરકાવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો : KUTCH : સંવેદનશીલ બોર્ડર હરામીનાળામાં જવાનો સાથે ગૃહમંત્રી AMIT SHAH એ વાર્તાલાપ કર્યો

Advertisement
Tags :
Advertisement

.