Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Howrah માં ફટાકડાના કારણે ઘટમાં આગ, ત્રણ બાળકોના મોત

આ ઘટના ઉલુબેરિયા નગરપાલિકાના વોર્ડ નંબર 27 માં બની હતી. ઘટના દરમિયાન તે જ વિસ્તારના બાળકો ફટાકડા ફોડી રહ્યા હતા. આ દરમિયાન ફટાકડામાંથી તણખલા નજીકમાં રાખેલા કેટલાક ફટાકડા પર પડતાં આગ લાગી હતી.
howrah માં ફટાકડાના કારણે ઘટમાં આગ  ત્રણ બાળકોના મોત
  1. Howrah માં ફટાકડા ફોડવાથી થયો અકસ્માત
  2. ફટાકડાના કારણે ઘરમાં લાગી આગ
  3. ત્રણ બાળકો દાઝી ગયા અને અંતે તેમનું મૃત્યુ થયું

પશ્ચિમ બંગાળના હાવડા (Howrah)માં દિવાળી પર એક મોટો અકસ્માત થયો છે. અહીં ફટાકડા ફોડતી વખતે એક ઘરમાં આગ લાગી હતી. આગ થોડી જ વારમાં આખા ઘરને લપેટમાં લઈ લીધી હતી. આ દરમિયાન ઘરમાં હાજર ત્રણ બાળકો આગમાં દાઝી ગયા હતા. એક મહિલા અને એક બાળક ઘાયલ હોવાનું કહેવાય છે. આ અકસ્માત હાવડા (Howrah)ના ઉલબેરિયા વિસ્તારમાં થયો હતો, જ્યાં શુક્રવારે ફટાકડા ફોડતી વખતે એક ઘરમાં આગ લાગી હતી. આગ નજીકની એક દુકાનને પણ લપેટમાં લીધી હતી. ફાયર વિભાગ સ્થળ પર પહોંચ્યું ત્યાં સુધીમાં ત્રણ બાળકો ખરાબ રીતે દાઝી ગયા હતા, જેના કારણે તેઓના મોત થયા હતા.

Advertisement

ફટાકડાના સ્પાર્કના કારણે આગ...

ઘટના વિશે માહિતી આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના ઉલુબેરિયા નગરપાલિકાના વોર્ડ નંબર 27 માં બની હતી. ઘટના દરમિયાન તે જ વિસ્તારના બાળકો ફટાકડા ફોડી રહ્યા હતા. આ દરમિયાન ફટાકડામાંથી તણખલા નજીકમાં રાખેલા કેટલાક ફટાકડા પર પડતાં આગ લાગી હતી. આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી અને એક ઘરને પણ લપેટમાં લીધું હતું. તેમણે જણાવ્યું કે, આ આગમાં ત્રણ બાળકો દાઝી ગયા છે. ત્રણેય બાળકોને તાત્કાલિક ઉલુબેરિયા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. તેમણે કહ્યું કે, અકસ્માતમાં અન્ય બે લોકોની હાલત ગંભીર છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે.

Advertisement

આ પણ વાંચો : Bihar Sampark Kranti Express ટ્રેનમાં બોમ્બની મળી ધમકી, મુસાફરોમાં ખળભળાટ

ત્રણ બાળકો મૃત્યુ પામ્યા...

ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું કે, માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. તેમણે કહ્યું કે ત્રણેય મૃતકોની ઓળખ તાનિયા મિસ્ત્રી, ઈશાન ધારા અને મુમતાઝ ખાતૂન તરીકે થઈ છે. ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું કે જે ઘરમાં આગ લાગી તે કાજલ શેખ નામની મહિલાનું હતું. મૃત્યુ પામેલા ત્રણ બાળકોમાંથી એક તેના પરિવારનો હતો, જ્યારે બાકીના પડોશીઓ હતા.

Advertisement

આ પણ વાંચો : દિવાળીના સમયગાળોનો લાભ લઈને આતંકવાદીઓનો સરાજાહેર ગોળીબાર, 2 ઘાયલ

Tags :
Advertisement

.