Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Delhi ની સ્કૂલને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ કમિશનરને મળ્યો મેઈલ...

દિલ્હી (Delhi) પોલીસ કમિશનર સંજય અરોરાના ઈ-મેલ આઈડી પર ધમકીભર્યો મેલ આવ્યો છે. શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. પોલીસે તપાસ કરતાં તે હોક્સ કોલ હોવાનું બહાર આવ્યું હતું. આ ધમકીભર્યો મેલ 2 મેના રોજ સવારે 10 વાગ્યે...
delhi ની સ્કૂલને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી  પોલીસ કમિશનરને મળ્યો મેઈલ

દિલ્હી (Delhi) પોલીસ કમિશનર સંજય અરોરાના ઈ-મેલ આઈડી પર ધમકીભર્યો મેલ આવ્યો છે. શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. પોલીસે તપાસ કરતાં તે હોક્સ કોલ હોવાનું બહાર આવ્યું હતું. આ ધમકીભર્યો મેલ 2 મેના રોજ સવારે 10 વાગ્યે મોકલવામાં આવ્યો હતો. આ મેઈલ સિરાજ નામના આઈડી પરથી મોકલવામાં આવ્યો હતો. જેમાં નાંગલોઈ રેલ્વે સ્ટેશન પાસે આવેલી શાળામાં બોમ્બ વિસ્ફોટ થશે તેવું લખવામાં આવ્યું હતું. મેઈલ બાદ તરત જ પોલીસ એક્શનમાં આવી હતી અને સ્કૂલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસમાં કંઈ મળ્યું નહોતું.

Advertisement

100 શાળાઓને ધમકી...

અગાઉ 1 મેના રોજ, દિલ્હી (Delhi)-NCR ની લગભગ 100 શાળાઓને તેમના કેમ્પસમાં બોમ્બ હોવાની ચેતવણી આપવામાં આવી હતી. એલર્ટ બાદ, પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું, પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે દિલ્હી (Delhi)ની ઘણી શાળાઓમાં બોમ્બની ધમકીઓવાળા સમાન ઇમેઇલ્સ મળ્યા હતા. પરંતુ આ તમામ ઈમેલ નકલી હોવાનું જાણવા મળ્યું હતું.

Advertisement

અજાણ્યા લોકો સામે FIR નોંધવામાં આવી છે...

દિલ્હી (Delhi)-NCR માં ઘણી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના કલાકો પછી, દિલ્હી (Delhi) પોલીસના સ્પેશિયલ સેલે આઈપીસીની કલમ 120B, 506 હેઠળ અજાણ્યા લોકો સામે FIR નોંધી છે.

ગભરાયેલા વાલીઓ પોતાના બાળકોને લાવવા શાળાએ પહોંચ્યા હતા...

NCR ની શાળાઓમાં બોમ્બની ધમકીના સમાચાર ફેલાતા તરત જ, જીબી નગરમાં ગભરાયેલા માતાપિતા તેમના બાળકોને ઘરે પાછા લાવવા માટે તેમની શાળાઓમાં દોડી ગયા. આવી જ એક ઘટનાનો વીડિયો પણ બુધવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ગ્રેટર નોઈડામાં સ્થિત પેસિફિક વર્લ્ડ સ્કૂલ, ટેકઝોન-4ના ગેટ પર વાલીઓ સ્કૂલમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા, આ દરમિયાન સ્કૂલનો ગેટ પણ તૂટી ગયો.

Advertisement

આ પણ વાંચો : AI દ્વારા બનાવવામાં આવ્યો CM યોગીનો ડીપ Fake Video, પોલીસે આરોપીની કરી ધરપકડ…

આ પણ વાંચો : આ કોઈ મજાક નથી, આ હકીકત છે, PM મોદીને Shyam Rangeela આપશે ટક્કર, જાણો કેવી રીતે…

આ પણ વાંચો : Indian Ancient Treasure: ઇતિહાસનું પાનું પલટાયું, રાજસ્થાનમાંથી મળ્યા મહાભારતના અવશેષો

Tags :
Advertisement

.