Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajasthan ના અનેક રેલવે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી ખળભળાટ, પોલીસ પ્રશાસનમાં દોડતું થયું...

Rajasthan ના રેલ્વે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી રાજસ્થાનમાં પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચ્યો ઉદયપુર, જયપુર વગેરે રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી રાજસ્થાન (Rajasthan)ના અનેક રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ પોલીસ અને પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો...
rajasthan ના અનેક રેલવે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી ખળભળાટ  પોલીસ પ્રશાસનમાં દોડતું થયું
  1. Rajasthan ના રેલ્વે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
  2. રાજસ્થાનમાં પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચ્યો
  3. ઉદયપુર, જયપુર વગેરે રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

રાજસ્થાન (Rajasthan)ના અનેક રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ પોલીસ અને પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે. રેલવે સ્ટેશનો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. હનુમાનગઢ જંકશનના સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટને રેલવે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી આપતો પત્ર મળ્યો હતો. આ પત્રમાં રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

Advertisement

અજાણ્યા વ્યક્તિએ પત્ર સોંપ્યો...

વાસ્તવમાં, બુધવારે સવારે એક અજાણ્યા વ્યક્તિએ હનુમાગઢ રેલ્વે સ્ટેશનના સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટને એક પત્ર આપ્યો અને ત્યાંથી ચાલ્યો ગયો. જ્યારે સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટે પત્ર ખોલીને વાંચ્યો તો તેઓ ચોંકી ગયા. આ પત્ર જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠનના નામે હતો અને તેમાં હનુમાનગઢ જંકશન રેલવે સ્ટેશન સહિત રાજસ્થાન (Rajasthan)ના ઘણા રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

આ પણ વાંચો : એવા સંત જેમણે Gandhiji ને આપ્યા 3 વાંદરા....

Advertisement

આ સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી આપી હતી...

આ પત્રમાં શ્રી ગંગાનગર, બિકાનેર, જોધપુર, કોટા, બુંદી, ઉદયપુર, જયપુર વગેરે રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. રેલવે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો. આ પછી રેલવે સ્ટેશનોની સુરક્ષા વધુ મજબૂત કરવામાં આવી હતી. જીઆરપી અને આરપીએફ પોલીસની સાથે બીએસએફ જવાનોએ સ્ટેશનની તપાસ કરી પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.

આ પણ વાંચો : Mahatma Gandhi એ કેમ કહ્યું- 'અહીંનાં વણિકો કાપડમાં આસામનું સ્વપ્ન વણી રહ્યા છે...' વાંચો અહેવાલ

Advertisement

Tags :
Advertisement

.