Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વેસ્ટ ઈન્ડિઝના આ ક્રિકેટર પર લાગ્યો 6 વર્ષનો બેન

વેસ્ટ ઈન્ડિઝની આંતરરાષ્ટ્ર્યી ક્રિકેટ ટીમનો સમય તાજેતરમાં સૌથી ખરાબ ચાલી રહ્યો છે. હવે આ ટીમનો એક ખેલાડી છે જેના પર મુસિબતનો પહાડ તૂટી ગયો છે. અમે અહીં વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર માર્લોન સેમ્યુઅલ્સની વાત કરી રહ્યી છીએ. માર્લોન સેમ્યુઅલ્સ પર...
02:06 PM Nov 23, 2023 IST | Hardik Shah

વેસ્ટ ઈન્ડિઝની આંતરરાષ્ટ્ર્યી ક્રિકેટ ટીમનો સમય તાજેતરમાં સૌથી ખરાબ ચાલી રહ્યો છે. હવે આ ટીમનો એક ખેલાડી છે જેના પર મુસિબતનો પહાડ તૂટી ગયો છે. અમે અહીં વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર માર્લોન સેમ્યુઅલ્સની વાત કરી રહ્યી છીએ. માર્લોન સેમ્યુઅલ્સ પર તમામ પ્રકારની ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અમીરાત ક્રિકેટ બોર્ડ (ECB) એ સેમ્યુઅલ્સ પર આ પ્રતિબંધ લગાવ્યો છે. ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાના ઉલ્લંઘનને કારણે ગુરુવારે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ICC ની રજૂઆત અનુસાર, સેમ્યુઅલ્સ પરનો આ પ્રતિબંધ 11 નવેમ્બર 2023થી માન્ય રહેશે. સેમ્યુઅલ્સ ચાર ગુનાઓમાં દોષિત ઠર્યો હતો.

સેમ્યુઅલ્સ જેવા લોકો માટે સજા એક પાઠ : ICC

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર માર્લોન સેમ્યુઅલ્સ પર ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાના ઉલ્લંઘનનો દોષી સાબિત થયા બાદ અમીરાત ક્રિકેટ બોર્ડ દ્વારા ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી છ વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. ICC HR અને ઇન્ટિગ્રિટી યુનિટના વડા એલેક્સ માર્શલે ક્રિકેટમાંથી સેમ્યુઅલ્સ પર પ્રતિબંધની પુષ્ટિ કરી છે. માર્શલે આ દરમિયાન કહ્યું, 'સેમ્યુઅલ્સે લગભગ બે દાયકા સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભાગ લીધો. "તે દરમિયાન, તેમણે ઘણા ભ્રષ્ટાચાર વિરોધી સત્રોમાં હાજરી આપી હતી અને જાણતા હતા કે ભ્રષ્ટાચાર વિરોધી સંહિતા હેઠળ તેમની જવાબદારીઓ શું છે."

ક્રિકેટને બદનામ કરવામાં દોષી

સેમ્યુઅલ્સ, જે 2012 અને 2016 T20 વર્લ્ડ કપ ફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝનો ટોપ સ્કોરર હતો, તેણે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2018 માં રમી હતી. તેણે ક્રિકેટના તમામ ફોર્મેટમાં 11 હજારથી વધુ રન બનાવ્યા અને 2020માં નિવૃત્તિ લીધી હતી. તેઓ તેમની કારકિર્દી દરમિયાન વિવાદોથી અછૂત નહોતા. મે 2008 માં, તે 'પૈસા માટે પોતાની જાતને અથવા ક્રિકેટને બદનામ કરવાના' આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેના પર બે વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

સેમ્યુઅલ્સની ક્રિકેટ કારકિર્દી

સેમ્યુઅલ્સે તેની 18 વર્ષની ક્રિકેટ કારકિર્દી દરમિયાન 300થી વધુ મેચ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી કુલ 17 સદી આવી. એટલું જ નહીં તે વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ કરવામાં પણ સફળ રહ્યો હતો. ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2012 અને 2016 એડિશનની ફાઇનલમાં સેમ્યુઅલ્સ તેની ટીમ માટે સૌથી વધુ સ્કોરર હતો. આ દરમિયાન કેરેબિયન ટીમ ટાઈટલ જીતવામાં સફળ રહી હતી.

આ પણ વાંચો - ગૌતમનો ગંભીર નિર્ણય, લખનૌનો સાથ છોડી બન્યા એકવાર ફરી આ ટીમના મેન્ટોર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
BannedECBEmirates Cricket BoardMarlon SamuelsMarlon Samuels bannedWest Indian CricketersWest Indies
Next Article