Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વેસ્ટ ઈન્ડિઝના આ બેટ્સમેને માત્ર 40 બોલમાં ફટકારી સદી, ચોક્કા-છક્કાનો કર્યો વરસાદ, Video

MI ન્યૂયોર્ક ટીમના કેપ્ટન નિકોલસ પૂરને મેજર લીગ ક્રિકેટ 2023 ની ફાઇનલમાં સિએટલ ઓર્કાસ બોલરો પર કહેર વરસાવ્યો હતો. ફાઈનલ મેચમાં સિએટલ ઓર્કાસને 7 વિકેટે હરાવીને મેજર ક્રિકેટ લીગનું ટાઈટલ જીત્યું હતું. ફાઈનલ મેચમાં MI ન્યૂયોર્કના કેપ્ટન નિકોલસ પૂરને ધમાકેદાર...
12:03 PM Jul 31, 2023 IST | Hardik Shah

MI ન્યૂયોર્ક ટીમના કેપ્ટન નિકોલસ પૂરને મેજર લીગ ક્રિકેટ 2023 ની ફાઇનલમાં સિએટલ ઓર્કાસ બોલરો પર કહેર વરસાવ્યો હતો. ફાઈનલ મેચમાં સિએટલ ઓર્કાસને 7 વિકેટે હરાવીને મેજર ક્રિકેટ લીગનું ટાઈટલ જીત્યું હતું. ફાઈનલ મેચમાં MI ન્યૂયોર્કના કેપ્ટન નિકોલસ પૂરને ધમાકેદાર સદી ફટકારી પોતાની ટીમને જીત તરફ દોરી હતી. તેણે સિક્સરનો વરસાદ કર્યો અને ફાઈનલ મેચનો માર્ગ બદલી નાખ્યો હતો. એક સમયે ટીમ મુશ્કેલીમાં દેખાતી હતી, પરંતુ તે એકલા હાથે ટીમને મેચમાં ઘણો આગળ લઇ ગયો હતો.

MI ન્યૂયોર્કે 16 ઓવરમાં લક્ષ્યને હાંસલ કર્યો

નિકોલસ પૂરનના શાનદાર પ્રદર્શનના કારણે MI ન્યૂયોર્કે મેજર લીગ ક્રિકેટ 2023નો ખિતાબ જીત્યો છે. સોમવારે (31 જુલાઈ) ડલ્લાસમાં રમાયેલી ફાઈનલ મેચમાં MI ન્યૂયોર્કે સિએટલ ઓર્કાસને 7 વિકેટથી હરાવીને ઓપનિંગ સિઝનમાં જ ચેમ્પિયન બન્યું છે. ફાઇનલમાં 184 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી MI ન્યૂયોર્કની ટીમે નિકોલસ પૂરને 55 બોલમાં અણનમ 137 રનની ઇનિંગ રમીને ટીમને આસાન વિજય અપાવ્યો હતો. MI ન્યૂયોર્કની ટીમે આ લક્ષ્યાંક માત્ર 16 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. જણાવી દઇએ કે, 184 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી MI ન્યૂયોર્કની ટીમની શરૂઆત સારી રહી ન હોતી. ટીમનું ખાતુ ખુલે તે પહેલા જ ઓપનર સ્ટીવન ટેલર શૂન્ય પર આઉટ થઈ ગયો હતો. આ પછી નંબર-3 પર બેટિંગ કરવા ઉતરેલા કેપ્ટન નિકોલસ પૂરને આવતાની સાથે જ પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા. એક છેડેથી સતત આક્રમક રીતે સ્કોર કરી રહેલા નિકોલસ પૂરને 6 ઓવરના અંતે ટીમનો સ્કોર 80 રન સુધી પહોંચાડ્યો હતો.

પૂરને ચોક્કા અને છક્કાનો વરસાદ કર્યો

પૂરને ડેવાલ્ડ બ્રુઈસ સાથે ત્રીજી વિકેટ માટે 44 બોલમાં 75 રનની ભાગીદારી કરી હતી. ડાબોડી બેટ્સમેન નિકોલસ પૂરને માત્ર 40 બોલમાં 6 ચોક્કા અને 10 છક્કાની મદદથી સદી ફટકારી હતી. T20 ક્રિકેટમાં નિકોલસ પૂરનની આ બીજી સદી છે. તે ઈન્ટરનેશનલ T20 ક્રિકેટમાં એક પણ સદી ફટકારી શક્યો નથી. આ પછી પણ તે અટક્યો નહીં અને ટીમને જીતાડીને પરત ફર્યો. પૂરને પોતાની ઈનિંગમાં માત્ર 55 બોલમાં 137 રન બનાવ્યા અને આ દરમિયાન તેણે 13 સિક્સ અને 10 ફોર ફટકારી. તેણે આખા મેદાન પર શોટ ફટકાર્યા અને વિપક્ષને પાછા આવવાની તક પણ ન આપી. જણાવી દઇએ કે, નિકોલસ પૂરનની સદીના આધારે MI ન્યૂયોર્કે 184 રનના લક્ષ્યાંકનો પીછો માત્ર 16 ઓવરમાં કર્યો અને મેચ 7 વિકેટે જીતી લીધી. બીજી તરફ સિએટલ તરફથી ઇમાદ વસીમ અને વેઇન પાર્નેલને એક-એક વિકેટ મળી હતી.

ક્વિન્ટન ડી કોકની ઈનિંગ્સ નિરર્થક ગઈ

MI ન્યૂયોર્કના કેપ્ટન નિકોલસ પૂરને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જે એકદમ સાચો સાબિત થયો. સિએટલ ઓર્કાસનો ઓપનર નુમાન અનવર માત્ર 9 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી, ક્વિન્ટન ડી કોકે સિએટલ માટે રન બનાવવાની જવાબદારી સંભાળી. તેણે 52 બોલમાં 87 રન બનાવ્યા જેમાં 9 ફોર અને 4 લાંબી સિક્સ સામેલ હતી. વળી શુભમ રાંજનેએ 29 રન બનાવ્યા હતા. ડ્વેન પ્રિટોરિયસે 21 રનનું યોગદાન આપ્યું હતું. આ ખેલાડીઓ સિવાય કોઈ પણ બેટ્સમેન મોટી ઈનિંગ્સ રમી શક્યો નહોતો, પરંતુ ડી કોકની ઈનિંગના કારણે સિએટલની ટીમે 9 વિકેટના નુકસાન પર 183 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો - ફ્લાઈટમાં સુઈ રહ્યો હતો Dhoni, Air Hostess એ શરૂ કરી મસ્તી, જુઓ Video

આ પણ વાંચો - Rahul Dravid : બીજી ODI માં ખરાબ રીતે હાર્યા બાદ રાહુલ દ્રવિડે આપ્યું ચોંકાવનારું નિવેદન, કહ્યું- કોઈ ચિંતા નથી…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Major League CricketMajor League Cricket 2023MI New YorkMI New York CaptainNicholas PooranQUINTON DE COCK
Next Article