Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શ્રીલંકાના આ ઓલરાઉન્ડરે ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક જ સન્યાસ લેવાની કરી જાહેરાત

શ્રીલંકાના સ્ટાર સ્પીનર અને ઓલરાઉન્ડર Wanindu Hasaranga એ ટીમને એક મોટો ઝટકો આપ્યો છે. તેણે મંગળવારે તેની મર્યાદિત ઓવરો રમવાની કારકિર્દીને આગળ વધારવા માટે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. તેણે અચાનક ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા છે....
શ્રીલંકાના આ ઓલરાઉન્ડરે ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક જ સન્યાસ લેવાની કરી જાહેરાત

શ્રીલંકાના સ્ટાર સ્પીનર અને ઓલરાઉન્ડર Wanindu Hasaranga એ ટીમને એક મોટો ઝટકો આપ્યો છે. તેણે મંગળવારે તેની મર્યાદિત ઓવરો રમવાની કારકિર્દીને આગળ વધારવા માટે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. તેણે અચાનક ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા છે. તાજેતરમાં જ શ્રીલંકા ક્રિકેટ બોર્ડને પત્ર મોકલીને તેણે નિવૃત્તિ અંગે જાણકારી આપી હતી. વાનિંદુ હસરંગાએ T20 લીગ અને અન્ય ક્રિકેટમાં ધ્યાન કેન્દ્રિત કરવાના કારણે આ પગલું ભર્યું છે. વળી, હવે તેની નિવૃત્તિના સમાચાર આગની જેમ ફેલાઈ રહ્યા છે.

Advertisement

શ્રીલંકાના સ્ટાર સ્પિનર ​​વાનિન્દુ હસરંગાએ ટેસ્ટ ક્રિકેટમાંથી લીધો સન્યાસ

26 વર્ષીય ખેલાડીએ ડિસેમ્બર 2020માં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને માત્ર ચાર ટેસ્ટ રમી છે. તેની છેલ્લી ટેસ્ટ એપ્રિલ 2021 માં બે વર્ષ કરતાં વધુ પહેલાં બાંગ્લાદેશ સામે ઘરઆંગણે હતી. જણાવી દઇએ કે, એશિયા કપ આ મહિને શરૂ થવા જઈ રહ્યો છે. એશિયા કપ 2023ની પ્રથમ મેચ 30 ઓગસ્ટે રમાશે. આ દરમિયાન શ્રીલંકન ક્રિકેટમાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. જણાવી દઈએ કે એશિયા કપ 2023 ની મેજબાની પાકિસ્તાનના હાથમાં છે, પરંતુ એશિયા કપની ઘણી મેચો શ્રીલંકામાં પણ રમાશે. એશિયા કપ પહેલા આ સમાચાર શ્રીલંકન ક્રિકેટ માટે ખૂબ જ દુઃખદ છે. શ્રીલંકાના સ્ટાર સ્પિનર ​​વાનિન્દુ હસરંગા ક્રિકેટના ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. આ ફોર્મેટમાં હવે તે ક્યારેય ક્રિકેટ રમતા જોવા નહીં મળે. વિરાટ કોહલી અને બેન સ્ટોક્સ જેવા ખેલાડીઓ આ ફોર્મેટને સૌથી મોટું ફોર્મેટ માને છે પરંતુ વાનિંદુ હસરંગાએ આ ફોર્મેટને અલવિદા કહી દીધું છે.

Advertisement

શ્રીલંકા ક્રિકેટના CEO એ જાણો શું કહ્યું

હસરંગાએ મંગળવારે શ્રીલંકા ક્રિકેટ (SLC)ને પોતાના નિવૃત્તિના નિર્ણય વિશે જાણ કરી અને બોર્ડે તેનો સ્વીકાર કર્યો. શ્રીલંકા ક્રિકેટે કહ્યું, 'ઓલરાઉન્ડર વાનિન્દુ હસરંગાએ શ્રીલંકા ક્રિકેટને જાણ કરી છે કે તે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે. તેના નિર્ણય વિશે માહિતી આપતા હસરંગાએ કહ્યું કે, આ પગલા પાછળનું કારણ મર્યાદિત ઓવરના નિષ્ણાત તરીકે તેની કારકિર્દીને લંબાવવાનું હતું. શ્રીલંકા ક્રિકેટના CEO એશ્લે ડી સિલ્વાએ કહ્યું, "અમે તેમના નિર્ણયને સ્વીકારીશું અને અમને વિશ્વાસ છે કે હસરંગા અમારા વ્હાઇટ-બોલ પ્રોગ્રામનો મહત્વપૂર્ણ ભાગ હશે."

Advertisement

હસરંગાએ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માટે ક્વોલિફાય કરવામાં મદદ કરી

ઉલ્લેખનીય છે કે, હસરંગાએ 48 વન-ડે ઇન્ટરનેશનલ અને 58 T20I માં તેના દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે, કુલ 158 વિકેટ લીધી છે અને 1,365 રન બનાવ્યા છે. હસરંગા 2017 માં તેની ODI ડેબ્યૂથી શ્રીલંકાના સફેદ બોલના નિષ્ણાત છે અને તે તેમના મર્યાદિત-ઓવરના સેટ-અપનો મહત્વપૂર્ણ ભાગ છે. તાજેતરમાં, હસરંગાએ શ્રીલંકાને ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માટે ક્વોલિફાય કરવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓએ ઝિમ્બાબ્વેમાં ક્વોલિફાયર જીત્યા જેમાં ઓલરાઉન્ડર 22 વિકેટ સાથે ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી હતો.

આ પણ વાંચો - ભારત-પાકિસ્તાનની મેચનો રોમાંચ તો જુઓ, અમદાવાદમાં હોટલના રૂમના ભાવ આસમાને પહોંચતા ફેન્સે બુક કરાવ્યા હોસ્પિટલના બેડ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.