Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ છે ભારતનું સૌથી પૈસાદાર ગામ, છે શહેરને ટક્કર મારે એવી સુવિધાઓ

દેશ અને દુનિયાનાં ગામડાંઓથી અલગ તરી આવતું ધર્મજ ગામ તમામ સુવિધા ધરાવે છે. ધર્મજ કરોડોની સંપત્તિ ધરાવતું ભારતનું સૌથી પૈસાદાર ગામ છે. આર્થિક વિકાસની દોડમાં દેશનાં ગામડાં હજુ પણ પછાત રહી ગયાં છે, રોજગારીના અભાવે મોટાં શહેરો તરફ લોકોની દોટ...
03:20 PM Jun 27, 2023 IST | Hiren Dave

દેશ અને દુનિયાનાં ગામડાંઓથી અલગ તરી આવતું ધર્મજ ગામ તમામ સુવિધા ધરાવે છે. ધર્મજ કરોડોની સંપત્તિ ધરાવતું ભારતનું સૌથી પૈસાદાર ગામ છે. આર્થિક વિકાસની દોડમાં દેશનાં ગામડાં હજુ પણ પછાત રહી ગયાં છે, રોજગારીના અભાવે મોટાં શહેરો તરફ લોકોની દોટ વધતી જાય છે, ત્યારે 11,333ની વસતિ ધરાવતું આણંદ જિલ્લાનું ધર્મજ ગામ ભારતનું સૌથી સમૃદ્ધ ગામ બન્યું છે.

 

દેશને તમામ ગામડાં કરતાં અલગ તરી આવતું ધર્મજ ગામે ગામડાંઓના પેરિસ તરીકે નામના મેળવી છે. નાનકડા ગામમાંથી એક સદી અગાઉ કેટલાક પટેલો યુગાન્ડા અને બ્રિટનમાં સ્થાયી થયા હતા. આજે નાનકડા ગામના 3000 વધુ લોકો વિદેશમાં સ્થાયી થયા છે.

તેઓ વતન પ્રત્યેનું ઋણ અવારનવાર ચૂકવી રહ્યા હોવાથી અન્ય ગામડાંની વાત કરવામાં આવે તો એ નાનાં શહેરો કરતાં સારી સુવિધા ધરાવે છે. માત્ર આર્થિક માપદંડ જ નહીં, આરોગ્ય, શિક્ષણ, ખેતી, સહકાર, લોકભાગીદારી અને સેવા પ્રવૃત્તિને કારણે આ ગામ અન્ય ગામોથી જુદું પડે છે. ગામડાં પણ શહેરો જેવી સુવિધાઓ ધરાવતાં થઇ જાય તો ગામડાંમાંથી શહેરો તરફ લોકો દોટ મૂકી રહ્યા છે, એ અટકી જાય. વિકસિત ગામ કોને કહેવાય એ ધર્મજ જોયા પછી આપોઆપ સમજાઈ જાય છે.

13 બેંકના 1300 કરોડ રૂપિયાની ડિપોઝીટ
13 બેંક તથા અન્ય બેંકોમાં મળીને 1300 કરોડથી વધુ ડિપોઝીટ પડી છે. આ ગામમાં 2770 કુટુંબ વસે છે. ગામમાં મર્સિડીઝ, ઓડી અને બીએમડબ્લ્યુ જેવી મોંઘીદાટ કાર માર્ગો પર દોડતી જોવા મળે છે. આ ગામમાં શહેરો જેવી સુવિધા ઉપલબ્ધ છે. ફાઇવસ્ટાર હોટલ, બાળકો માટે ગાર્ડન, આરસીસી રોડ,સ્વચ્છ ઇમારતો, સ્કૂલ અને આરોગ્યલક્ષી તમામ સુવિધાઓ ધર્મજમાં જોવા મળે છે. દર વર્ષે 12મી જાન્યુઆરીએ ધર્મજ ડે તરીકે ઊજવવામાં આવે છે, જેમાં વિદેશમાં સ્થાયી થયેલા એનઆરઆઇ પરિવારો મોટી સંખ્યામાં આવે છે.

ક્યા દેશમાં ધર્મજ ગામનાં કેટલા લોકોનો વસવાટ
ગામના 1700 લોકો બ્રિટનમાં, 200 લોકો કેનેડા, 800 અમેરિકામાં, 160 ન્યૂઝીલેન્ડ સહિતના દેશોમાં ધર્મજવાસીઓ સ્થાયી થયા છે.ધર્મજ ગામના રાજેશભાઇ પટેલે ધર્મજ ગામ પર એક પુસ્તક પણ લખ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, એક જમાનામાં વિદેશ જવું વિકટ મનાતું હતું,

ત્યારે ગામમાંથી 1906માં જોઇતારામ કાશીરામ પટેલ માંઝા અને ચતુરભાઇ પટેલ યુગાન્ડાના મબાલે ખાતે ગયા હતા.1910માં માન્ચેસ્ટર જનારા પ્રભુદાસ પટેલ ગામમાં માન્ચેસ્ટર વાળા તરીકે ઓળખાતા હતા, જયારે 1911માં એડન ખાતે ગામના ગોવિંદભાઈ પટેલે તમાકુનો વેપાર શરૂ કયો હતો.

વર્ષ 1959 માં સૌપ્રથમ બેંક શરૂ થઇ હતી
આ ગામના એન.આર.આઇ સરકારી બેંકોમાં પૈસા મૂકવાનું પસંદ કરતા હોવાથી આ ગામે દેશનું ધનવાન ગામ બન્યું છે. ધર્મજમાં 1959માં સૌપ્રથમ દેના બેંકની શાખા ખૂલી હતી.

ગામમાં લોન લેનારાઓ કરતાં ડિપોઝિટ મૂકનારાઓની સંખ્યા વધુ છે. ધર્મજમાં કુલ બેંક ડિપોઝીટ 1300થી 1400 કરોડ રૂપિયાની આસપાસની હોવાનું માનવામાં આવી રહ્યું છે

12 જાન્યુઆરીનાં ધર્મજ ડે તરીકે ઊજવાઇ
દર વર્ષે 12મી જાન્યુઆરીએ ધર્મજ ડે તરીકે ઊજવવામાં આવે છે, જેમાં વિદેશમાં સ્થાયી થયેલા એનઆરઆઇ પરિવારો મોટી સંખ્યામાં આવે છે. આ ગામના 1700 લોકો બ્રિટનમાં, 200 લોકો કેનેડા, 800 અમેરિકામાં, 160 ન્યૂઝીલેન્ડ સહિતના દેશોમાં ધર્મજવાસીઓ સ્થાયી થયા છે.11 હજારની વસતિ વચ્ચે 13 બેંકની બ્રાંચમા દેના બેંક, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, અલાહાબાદ બેંક, કેનેરા બેંક, ICICI બેંક, ઇન્ડસઇન્ડ બેંક, HDFC બેંક, પંજાબ નેશનલ બેંક, કોર્પોરેશન બેંક,ધી ધર્મજ પીપલ્સ કો.-ઓપરેટિવ બેંક લિ. આવેલી છે

આપણ  વાંચો -રીબડામાં સરકારી જમીન અને સરકારી સંપતિ પર કબજા મામલે ગ્રામજનો દ્વારા આવેદન અપાયુ

 

Tags :
Ananddeposited in 17 banksDharamaj villagefive thousand crore rupeesGujaratrichestworld
Next Article