Instagram પર આવી રહ્યું છે આ શાનદાર Feature!
- Instagram લાગી રહ્યું છે નવું ફીચર
- પ્રોફાઇલ નવા રૂપમાં જોવા મળશે
- કરોડો યૂઝર્સનું કામ સરળ બનશે
Instagram Feature:શું તમે પણ Instagram નો ઉપયોગ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. કંપની એક નવું ફીચર લાવી રહી છે, જેમાં યુઝર્સ AIની મદદથી પોતાનો પ્રોફાઈલ ફોટો બનાવી શકશે. એક લીક થયેલા અહેવાલમાં જણાવાયું છે કે Instagram આ નવા ફીચરનું પરીક્ષણ કરી રહ્યું છે, જે વપરાશકર્તાઓને AI Featuresનો ઉપયોગ કરીને પ્રોફાઇલ પિક્ચર્સ બનાવવાની મંજૂરી આપશે. હાલમાં, આ ફીચર વિશે વધુ વિગતો નથી, પરંતુ અહેવાલો અનુસાર, ટૂંક સમયમાં આ ફીચર WhatsApp અને Facebook પર આવવાની આશા છે.
એપમાં નવો વિકલ્પ દેખાય છે
ફેમસ ડેવલપર એલેસાન્ડ્રો પલુઝીએ આ ફીચર ઈન્સ્ટાગ્રામ એપ્લિકેશન પર જોયું છે. પ્રોફાઈલ પિક્ચર અપડેટ કરતી વખતે, તેમને ‘ક્રિએટ એન એઆઈ પ્રોફાઈલ પિક્ચર’નું નવું ફીચર દેખાય છે. તેણે સોશિયલ મીડિયા પર આનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે.
આ પણ વાંચો- Truecaller ઓફિસમાં ઇન્કમટેક્ષની રેડ,જાણો સમગ્ર મામલો
આ સુવિધા કેવી રીતે કામ કરશે?
જો કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે આ ફીચર સ્ટેબલ વર્ઝન પર કેવી રીતે કામ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફીચર મેટા લામા લાર્જ લેંગ્વેજ મોડલ (LLM) પર ચાલશે. આ ફીચર બે રીતે કામ કરી શકે છે. તે કાં તો મેટા AI જેવા ટેક્સ્ટ-આધારિત પ્રોમ્પ્ટથી શરૂઆતથી AI ઇમેજ બનાવી શકે છે અથવા વિવિધ શૈલીઓ સાથે અસ્તિત્વમાં છે તે પ્રોફાઇલ ચિત્રને કસ્ટમાઇઝ કરી શકે છે.
આ પણ વાંચો- WhatsApp માં આવ્યું નવું ફીચર,Sticker Prompt ની મદદથી કરો આ કામ
આ AI ફિચર્સ પહેલા આવી ચૂક્યા છે
તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે ઈન્સ્ટાગ્રામ AI ફીચર લાવી રહ્યું છે. અગાઉ મેટા એઆઈ અને એઆઈ રીરાઈટ જેવા ફીચર્સ પણ રજૂ કરવામાં આવ્યા છે. વધુમાં, Meta એ પણ જાહેરાત કરી છે કે તેઓ Instagram અને Facebook પર સ્કેમ જાહેરાતો શોધવા માટે AI-આધારિત ચહેરાની ઓળખ તકનીક પર કામ કરી રહ્યા છે.