Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ ગૌ ભક્તે વૈદિક હોળી માટે બાનવી ખાસ ગૌ સ્ટીક, વાંચો અહેવાલ

પંચમહાલ જિલ્લાના પ્રહલાદ તરીકે જાણીતા સોમાભાઇ તેમની ગૌ ભક્તિ વિશે જાણીતા છે. કતલખાને લઈ જવાતી ગાયોને બચાવવાનું બીડુ ઝડપ્યું અને આવી ગાયો માટે શરૂ કરી ગૌ શાળા. ત્યારે ગૌ ભક્ત સોમાભાઈ ને કેવી રીતે મુશ્કેલી પરિસ્થિતિમાં ફળી ગૌભક્તિ જાણીએ ગુજરાત...
આ ગૌ ભક્તે  વૈદિક હોળી માટે બાનવી ખાસ ગૌ સ્ટીક  વાંચો અહેવાલ

પંચમહાલ જિલ્લાના પ્રહલાદ તરીકે જાણીતા સોમાભાઇ તેમની ગૌ ભક્તિ વિશે જાણીતા છે. કતલખાને લઈ જવાતી ગાયોને બચાવવાનું બીડુ ઝડપ્યું અને આવી ગાયો માટે શરૂ કરી ગૌ શાળા. ત્યારે ગૌ ભક્ત સોમાભાઈ ને કેવી રીતે મુશ્કેલી પરિસ્થિતિમાં ફળી ગૌભક્તિ જાણીએ ગુજરાત ફર્સ્ટના અહેવાલમાં

Advertisement

શ્રી રામ ગૌ શાળા ચલાવતા સોમાભાઇને ગાયોની ભક્તિ અને સેવા ફળી

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામમાં શ્રી રામ ગૌ શાળા ચલાવતા સોમાભાઇને ગાયોની ભક્તિ અને સેવા ફળી છે. પોતાની પાસે કઈ ન હોવા છતાં તેમને નાસીપાસ થયા વિના ગાયોને સાચવવાનું બીડુ ઝડપ્યું હતુ. ગૌ ભક્ત સોમાભાઈના સંઘર્ષની શરૂઆત જ ગૌ સેવાના ભગીરથ કાર્યથી થાય છે. કતલખાને લઈ જવાતી ગાયોને બચાવ્યા બાદ પોલીસ અને ગૌ રક્ષકો તે ગાયોને સોમાભાઇના ગૌ શાળામાં મૂકી જતા હતા. આ એવી ગાયો હતી જે ખૂબ જ અશક્ત અને દૂધ આપી શકતી ન હતી. આવી ગાયો થકી સોમાભાઇને આવક થાય એવું કંઈ હતું જ નહીં. ઉપરથી ગાયોને લાગતો ઘાસચારો અને બીમારીમાં દવા એ સૌથી મોટો પ્રશ્ન બની ગયો ત્યારે સોમાભાઈ એ આવી બિનઉપાર્જન ગૌ વંશની સેવા માટે પોતાનું ઘર, જમીન, પત્નીના દાગીના  ગીરવે મૂકી દીધા હતા એટલે સુધી કે પોતાના પુત્રને પણ અભ્યાસ બંધ કરાવી પરિવાર અને ગૌ વંશનું પોષણ કરવા મજૂરીએ મોકલવો પડ્યો હતો.

Advertisement

ગૌ ભક્ત સોમાભાઈ બારીયાએ વૈદિક હોળી ગાયના છાણમાંથી ખાસ ગૌ સ્ટીક

જેમ પ્રહલાદને ભક્તિ ફળી હતી અને હોલિકા વરદાન પ્રાપ્ત હોવા છતાં અગનજ્વાળાઓમાં ભસ્મીભૂત થઈ હતી. તેમ જ સહર્ષ અને વિકટ પરિસ્થિતિની આગમાં તપતા અને બળતા સોમાભાઈ અને તેમના પરિવારની વ્હારે ગૌ માતા જ આવ્યા તેમ કહીએ તો અતિશયોક્તિ નથી. પોતાની ગૌ શાળામાં રહેલી ગાયોના છાણમાંથી વૈદિક હોળી માટે વપરાતી ગૌ કાષ્ટ બનાવવાની શરૂઆત કરી. હોળી પર્વના આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઘોઘંબાના બાકરોલ ગામના ગૌભક્ત પર્યાવરણની સતત ચિંતા કરી રહ્યા છે અને જેના ભાગરૂપે તેઓએ સૌને વૈદિક હોળી પ્રગટાવવવા અપીલ કરી રહ્યા છે. સાથે જ ગૌ ભક્ત સોમાભાઈ બારીયાએ વૈદિક હોળી ગાયના છાણમાંથી ખાસ ગૌ સ્ટીક  હાલ હજારો ટન માત્રામાં બનાવી રહ્યા છે અને  મધ્ય ગુજરાતમાં વડોદરા, ભરૂચ અને ગોધરા ખાતે ખરીદકારો ને પહોંચાડી રહ્યા છે. આમ સોમાભાઈ પર્યાવરણ જાગૃતિ સાથે સાથે સ્થાનિકો આજુબાજુના ગામના સહિત કુલ 70 ઉપરાંત વ્યક્તિઓને રોજગારી પુરી પાડવાનું માધ્યમ બન્યા છે.

Advertisement

સનાતન સંસ્કૃતિ સાથે પ્રકૃતિના જતન અને પર્યાવરણની પણ ચિંતા કરી રહ્યા છે સોમાભાઈ

ગૌભક્ત સોમાભાઈ સનાતન સંસ્કૃતિ સાથે પ્રકૃતિના જતન અને પર્યાવરણની પણ ચિંતા કરી રહ્યા છે.ત્યારે સોમાભાઈને કેવી રીતે ગાયની સેવા કરવાની પ્રેરણા મળી જેને ટૂંકમાં જાણીએ તો તેઓ એકવાર પાવાગઢ દર્શન કરી પરત ઘરે આવતા હતા ત્યારે ટેમ્પોમાં કતલના ઇરાદે વીસ જેટલી ગાય લઈ જવાતી હતી જે નિહાળી તેઓનું દિલ દ્રવી ઉઠ્યું હતું અને ત્યારથી જ તેઓએ પોતાના વિસ્તારમાં ઘેર ઘેર જઈ દૂધ નહિ આપતી અને શારીરિક નબળાઈ ધરાવતી ગાય પોતાને આપી દેવાની જાહેરાત કરી હતી. ત્યારે આજે સોમાભાઈ પણ આપણા ઋષિ મુનિઓ દ્વારા ગાયના ગોબર અને મૂત્રમાંથી કેટલીક વસ્તુઓ બનાવવાનો રાહ ચીંધ્યો હતો જેને અનુસરી રહ્યા છે.

સોમાભાઈ 50 મહિલાઓ સહિત આજુબાજુના 70 થી વધુ લોકો ને રોજગારી પુરી પાડી રહ્યા

સામાન્ય રીતે  હોળી લાકડાથી જ પ્રગટાવવામાં આવતી હોય છે, પરંતુ આજકાલ સતત બદલાતા વાતાવરણ અને આડેધડ થતાં વૃક્ષછેદન બાદ હવે જન જાગૃતિ સાથે  વૈદિક હોળીનો ટ્રેન્ડ વધતો જાય છે. ત્યારે વૈદિક હોળી માટે વપરાતી ગૌ સ્ટીક થકી બાકરોલ ગૌ શાળા સંચાલક સોમાભાઈ બારીયા શૂન્યમાંથી સર્જન કરી આત્મનિર્ભર બન્યા છે. ગૌ સેવાનો ભેખ ધારણ કરેલા સંઘર્ષ કરતા સોમાભાઈ હાલ એટલા આત્મનિર્ભર બન્યા છે કે, હાલ પોતાની ગૌ શાળાની સાથે ગાયના છાણમાંથી ગૌ સ્ટીક, છાણા,દીવડા, ગૌનાઇલ, ગૌ મુત્ર અર્ક સહિત વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરી સારી આવક તો મેળવી જ રહ્યા છે સાથે જ ગામ ની 50 મહિલાઓ સહિત આજુબાજુના 70 થી વધુ લોકો ને રોજગારી પુરી પાડી રહ્યા છે.

ગૌ શાળામાં બનેલી ગૌ સ્ટીકની હોળી નિમિતે જબરદસ્ત માંગ

 વૈદિક હોળી માટે ગૌ સ્ટીક

વૈદિક હોળી માટે ગૌ સ્ટીક

સાથેજ રોજગારી માટે દૂર દૂર જતા શ્રમજીવોને પણ સ્થાનિક રોજગારી સહિત ગૌ માતાની સેવા કરવા સહિત રોજગારી મળી રહી છે. જેને લઈ શ્રમજીવી પરિવારોમાં પણ ખુશી જોવા મળી રહી છે. શ્રમજીવી જણાવી રહ્યા છે કે તેઓ રોજગારી માટે તેઓના વતન થી દુર વડોદરા, સુરત સહિત અન્ય શહેરોમાં જતા હોય છે ત્યારે સામાજિક પ્રસંગ હોય કે અન્ય કોઈ પ્રસંગ માટે તેઓને પારાવાર મુશેકલીનો સામનો કરવાનો વારો આવતો હતો પરંતુ હવે ગામની ગૌ શાળામાં રોજગારી મળી રહી છે જેના કારણે સામાજિક અને અને પ્રસંગોમાં હાજરી આપી રહ્યા છે. અને પોતાના પરિવારનો ગુજરાન ચલાવી રહ્યા છે. તેમજ સોમાભાઈની ગૌ શાળામાં બનેલી ગૌ સ્ટીકની હોળી નિમિતે જબરદસ્ત માંગ છે અને હાલ તેઓ આ ગૌ સ્ટીકનું સમગ્ર મધ્ય ગુજરાતમાં વેચાણ કરી રહ્યા છે અને જેમાં નફાનું ધોરણ પણ ખાસ રાખતાં નથી.

અગાઉ સોમાભાઈનો પરિવાર અને તેમના મિત્રો ઘેર ઘેર ફરી દશ વીસ રૂપિયા દાન લઈ સો ઉપરાંત ગાયનું ભરણપોષણ કરતાં હતાં ત્યારે આજે અહીં 270 ઉપરાંત ગાય છે અને જેનો ખર્ચ કરવા ઉપરાંત સોમાભાઈ અન્યોને રોજગારી પુરી પાડી રહ્યા છે. ત્યારે આવા ગૌભક્ત સોમાભાઈ દ્વારા બનાવવામાં આવતી પ્રોડક્ટ ખરીદી તેઓની ગૌ સેવાના સૌ સહભાગી બને એ પણ જરૂરી છે.

ગૌ ભક્ત સોમાંભાઈને રાજા હરિશ્ચંદ્રની જીવન કહાની જેમ જ કઠીનાઈઓ વચ્ચે પસાર થવું પડ્યું

ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો સફળતા એક દિવસ તમારા કદમ ચુમશે સ્વામી વિવેકાનંદનું આ વાક્ય ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામના નિઃસ્વાર્થ અને નિખાલસ વ્યક્તિત્વ ધરાવતાં ગૌ પ્રેમી સોમાભાઈ બારીયાએ યથાર્થ સાબિત કરી બતાવ્યું છે. કતલખાને જતી ગાયને બચાવવા માટેની નેમ લીધા બાદ ગૌ ભક્ત સોમાંભાઈને રાજા હરિશ્ચંદ્રની જીવન કહાની જેમ જ કઠીનાઈઓ વચ્ચે પસાર થવું પડ્યું હતું તેમ છતાં સોમાભાઇ અને સ્વજનો હિંમત હાર્યા ન હતા અને પોતાનું મકાન, જમીન અને પત્નીના ઘરેણાં ગીરવે મૂકી પુત્રનું ભણતર બંધ કરાવી ગાયના ખર્ચ માટે કડિયા કામની મજૂરીએ મોકલનારા ગૌ ભક્ત સોમાભાઈને ખરેખર સો સો સલામ છે. નોંધનીય છેકે સોમાભાઈની ગૌ ભક્તિથી પ્રેરાઈને કેટલાક દાતાઓએ તેઓને અગાઉ મદદ પણ કરી રહ્યા છે.

અહેવાલ - નામદેવ પાટીલ

આ પણ વાંચો : CM ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં બાળ આરોગ્ય સંભાળ અને સ્વાસ્થ્ય અંગે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય

આ પણ વાંચો : VADODARA : સંસ્કારી નગરીમાં યોજાયું સાડી રન

આ પણ વાંચો : CHHOTA UDEPUR : બોડેલી ખાતે નવીન ડેપો-વર્કશોપનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો

Tags :
Advertisement

.