રામ ભક્તોને અયોધ્યા સુધી પહોંચાડશે આ આસ્થા ટ્રેન, જાણી આ ટ્રેનની ખાસ વાતો
સ્પેશિયલ આસ્થા ટ્રેન : ઇતિહાસ આખરે સર્જાઇ ગયો છે. ભગવાન શ્રી રામ અયોધ્યા નગરીમાં બિરાજમાન થઈ ચૂક્યા છે. આખરે ઘણા લાંબા સમયની પ્રતિક્ષા, સંઘર્ષ અને બલિદાનનો આખરે અંત આવ્યો છે. મહા મહેનત બાદ આખરે ભગવાન રામ અયોધ્યા નગરીમાં આવી ચૂક્યા છે ત્યારે ભારતભરમાં ખુશીનો માહોલ સર્જાયો છે.
આ ઐતિહાસિક અને પાવન અયોધ્યા રામ મંદિરના દર્શન માટે હાલ ભારતભરના રામ ભક્તો તત્પર છે. ભગવાન રામ જ્યારે 500 વર્ષ બાદ પોતાની નગરીમાં બિરાજમાન છે ત્યારે દરેક સનાતની ભગવાન શ્રી રામના આ દર્શન માટે અયોધ્યા જવા ઈચ્છે છે. ત્યારે સરકાર હવે રામ ભક્તોને અયોધ્યા સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા કરી રહી છે.
શ્રી રામના દર્શન અર્થે દોડાવાશે આસ્થા સ્પેશિયલ ટ્રેન
પ્રાપ્ત થતી વિગત અનુસાર રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા બાદ હવે ભક્તોને અયોધ્યા સુધી પહોંચાડવા માટે સ્પેશિયલ ટ્રેન શૂરું કરવામાં આવનાર છે. આ સ્પેશિયલ ટ્રેનને આસ્થા ટ્રેન નામ આપવામાં આવ્યું છે. વધુમાં તેના વિશે વાત કરીએ તો સમગ્ર દેશમાંથી કુલ 200 જેટલી ટ્રેનો અયોધ્યા સુધી દોડાવવામાં આવશે. સુરતથી પ્રથમ આસ્થા ટ્રેન 30 જાન્યુઆરીના રોજ ઉપડશે.
આસ્થા ટ્રેનનું આ હશે ભાડું
મળતી માહિતી મુજબ અયોધ્યા જવા માટે પશ્ચિમ રેલવે દ્વારા કુલ 91 ટ્રેન દોડાવવામાં આવશે. વધુમાં અહી મહત્વની વાત એ છે કે અયોધ્યા જતી ટ્રેનોમાંથી 91 પૈકી 88 ટ્રેન ગુજરાતના અલગ અલગ રેલવે સ્ટેશનોથી દોડશે. જેથી દરેક ગુજરાતી પોતાના આરાધ્ય દેવ શ્રી રામની પૂજા કરી શકે. અયોધ્યા જતી સ્પેશિયલ ટ્રેનનું ભાડું પણ ઘણું વ્યાજબી રાખવામાં આવ્યું છે. ટ્રેનના ભાડા વિષેની વાત કરીએ તો ટ્રેનમાં સ્લીપર કોચનું ભાડુ 1000 રૂપિયા રહેશે જ્યારે એસી કોચનું ભાડું 2000 રૂપિયા વસૂલાશે.
વધુ આ સ્પેશિયલ ટ્રેનમાં શુદ્ધ શાકાહારી ભોજન પણ યાત્રિકોને પીરસવામાં આવશે. સાથે સાથે આ ઠંડીને ધ્યાનમાં રાખીને યાત્રિકોને બેડરોલ પણ આપવામાં આવશે. નોંધનીય છે કે, રેલવે દ્વારા હાલ આસ્થા સ્પેશિયલ ટ્રેન માટે બુકિંગ કાઉન્ટર પણ શરૂ કરાયું છે.
આ પણ વાંચો -- આજે પ્રથમ વખત ગુજરાત વિધાનસભા ગૃહનું સંચાલન કરશે દિકરીઓ