Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ICC World Cup : ફાઇનલ મેચમાં ભારતની કારમી હારના આ મહત્વના કારણો..!

વર્લ્ડકપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું છે. આ રીતે ભારતીય ટીમનું ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. ઓસ્ટ્રેલિયાને 241 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં 4 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ઓપનર ટ્રેવિસ હેડ ઓસ્ટ્રેલિયાની...
10:02 PM Nov 19, 2023 IST | Vipul Pandya

વર્લ્ડકપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું છે. આ રીતે ભારતીય ટીમનું ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. ઓસ્ટ્રેલિયાને 241 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં 4 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ઓપનર ટ્રેવિસ હેડ ઓસ્ટ્રેલિયાની જીતનો હીરો રહ્યો હતો. એક સમયે ઓસ્ટ્રેલિયાના ત્રણ બેટ્સમેન 48 રન પર પેવેલિયન પરત ફર્યા હતા, પરંતુ ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેને ટીમ ઈન્ડિયાને કોઈ તક આપી ન હતી.

ટ્રેવિસ હેડ 120 બોલમાં 137 રન બનાવીને અણનમ પરત રહ્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 15 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. જ્યારે માર્નસ લાબુશેને 110 બોલમાં 58 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 4 ચોગ્ગા ફટકાર્યા હતા. ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેન વચ્ચે 192 રનની ભાગીદારી થઈ હતી. ટીમ ઈન્ડિયાની હારના 5 મોટા કારણો આ હોઇ શકે છે.

નબળી ફિલ્ડિંગ અને રન આઉટની તકો ગુમાવી

ભારતીય બેટ્સમેનો માત્ર 240 રન બનાવી શક્યા હતા. આવી સ્થિતિમાં ભારતીય ફિલ્ડરો પાસેથી ચુસ્ત ફિલ્ડિંગની અપેક્ષા રાખવામાં આવી હતી. પરંતુ ટીમ ઈન્ડિયાના ફિલ્ડરોએ ફાઇનલમાં નિરાશ કર્યા. ભારતીય ફિલ્ડરોએ રન આઉટ કરવાની ઘણી તક ગુમાવી,

શમી, બુમરાહ, જાડેજા - બધા બોલર ફેઇલ

આ વર્લ્ડ કપમાં ભારતીય બોલરોએ ઘણો પ્રભાવ પાડ્યો હતો, પરંતુ ખિતાબી મુકાબલામાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોની સામે તેઓ ફ્લોપ સાબિત થયા હતા. જસપ્રીત બુમરાહ ઉપરાંત મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવે નિરાશ કર્યા હતા. ટાઈટલ મેચમાં ટીમ ઈન્ડિયાના બોલરો નિરાશ દેખાતા હતા.

બેટ્સમેનો બેદરકાર શોટ રમ્યા

ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા આવેલા ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો નિયમિત અંતરે પેવેલિયન પરત ફરતા રહ્યા હતા. ઓસ્ટ્રેલિયાના બોલરોએ શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું, પરંતુ ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ ઘણા બેદરકાર શોટ રમીને પોતાની વિકેટો આપી દીધી હતી. ટીમ ઈન્ડિયા માટે માત્ર વિરાટ કોહલી અને કેએલ રાહુલ જ પચાસ રનનો આંકડો સ્પર્શી શક્યા, આ સિવાય બાકીના બેટ્સમેનોનો ફ્લોપ શો રહ્યો.

ભારતીય બોલરોએ વધારાના રન આપ્યા

ભારતીય બોલરોએ ઘણા વધારાના રન આપ્યા હતા. ખાસ કરીને શરૂઆતની ઓવરોમાં મોહમ્મદ શમી પોતાની લાઇન અને લેન્થથી ભટકતો જણાતો હતો. આ સિવાય અન્ય બોલરોની હાલત પણ આવી જ રહી હતી. ટીમ ઈન્ડિયાના બોલરો નબળી લેન્થ પર બોલિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું અને કાંગારૂ બેટ્સમેનો સરળતાથી રન બનાવતા રહ્યા. આ સિવાય વિકેટકીપર તરીકે કેએલ રાહુલે ઘણા મિસફિલ્ડ કર્યા હતા. ભારતીય બોલરોએ 18 વધારાના રન આપ્યા હતા. જેમાં 7 બાય અને 11 વાઈડનો સમાવેશ થાય છે.

ટ્રેવિસ હેડે તમામ અપેક્ષાઓ ખતમ કરી નાખી

ભારતના 240 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાના ત્રણ બેટ્સમેન 48 રનમાં પેવેલિયન પરત ફર્યા હતા, પરંતુ ટ્રેવિસ હેડે ભારતીય આશાઓ પર પાણી ફેરવ્યું હતું. ટ્રેવિસ હેડ મોહમ્મદ સિરાજની બોલિંગ પર 120 બોલમાં 137 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઓસ્ટ્રેલિયાની જીત સુનિશ્ચિત થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટ ગુમાવ્યા બાદ ભારતીય ચાહકોની આશાઓ વધી ગઈ હતી, પરંતુ ટ્રેવિસ હેડે કોઈ તક આપી ન હતી.

આ પણ વાંચો----IND VS AUS FINA : વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતનું સપનું તૂટ્યું, 6 વિકેટથી થઈ હાર

Tags :
AustraliaICC World CupIndiaTeam IndiaWorld Cup Final
Next Article