Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharat Ratna: આ પાંચ વિભૂતિઓને ભારત રત્ન એનાયત, પહેલી વખત પાંચ ભારત રત્ન એનાયત થયા

Bharat Ratna: આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના પાંચ વિભૂતિઓને ભારત રત્ન (Bharat Ratna) આપવામાં આવ્યો છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પાંચ મહાનુભાવોને ભારતના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કર્યા હતાં. ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણી સહિત અન્ય ચાર...
bharat ratna   આ પાંચ વિભૂતિઓને ભારત રત્ન એનાયત  પહેલી વખત પાંચ ભારત રત્ન એનાયત થયા

Bharat Ratna: આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના પાંચ વિભૂતિઓને ભારત રત્ન (Bharat Ratna) આપવામાં આવ્યો છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પાંચ મહાનુભાવોને ભારતના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કર્યા હતાં. ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણી સહિત અન્ય ચાર વ્યક્તિત્વો ભૂતપૂર્વ PM ચૌધરી ચરણ સિંહ (Chaudhary Charan Singh), નરસિમ્હા રાવ (P.V. Narasimha Rao), ભૂતપૂર્વ CM કર્પુરી ઠાકુરKarpuri Thakurઅને કૃષિ વૈજ્ઞાનિક ડૉ. એમ.એસ. સ્વામીનાથન (M.S. Swaminathan )ને મરણોત્તર ભારત રત્ન (Bharat Ratna) એનાયત કરવામાં આવ્યો છે. સન્માનિતોના પરિવારજનોને મેડલ અને પ્રશસ્તિપત્રો એનાયત કરવામાં આવ્યાં છે. બિહાર માટે પણ આજનો દિવસ ઐતિહાસિક ક્ષણ છે.

Advertisement

ચાર વ્યક્તિઓને મરણોપરાંત ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો

તમને જણાવી દઈએ કે, 2020 પછી 2023 સુધી કોઈને પણ ભારત રત્ન આપવામાં આવ્યો નહોતો. પરંતુ 2024 માં કેન્દ્ર સરકારે પાંચ વિભૂતિઓને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત આ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ લાલકૃષ્ણ અડવાણી સિવાય અન્ય ચાર વ્યક્તિઓને મરણોપરાંત ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો. પૂર્વ પીએમ નરસિમ્હા રાવના પૌત્ર એનવી સુભાષે તેમને ભારત રત્નથી સન્માનિત કરવાના નિર્ણય બદલ કેન્દ્ર સરકારની પ્રશંસા કરી હતી.

Advertisement

આજે બિહારના પૂર્વ મુખ્યમંત્રી જનનાયક કર્પુરી ઠાકુરને આજે ભારત રત્ન આપવામાં આવ્યો છે. રામનાથ ઠાકુર રાષ્ટ્રપતિ પાસેથી પિતાનું સન્માન મેળવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 23 જાન્યુઆરીએ મરણોત્તર ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. 24 જાન્યુઆરીએ તેમની 100મી જન્મજયંતિ હતી.

Advertisement

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે, ‘મને કહેતા આનંદ થાય છે કે અમારા ભૂતપૂર્વ વડા પ્રધાન પી.વી. નરસિંહ રાવ ગારુને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. એક પ્રતિષ્ઠિત વિદ્વાન અને રાજનેતા તરીકે, નરસિમ્હા રાવ ગરુએ વિવિધ ક્ષમતાઓમાં ભારતની વ્યાપક સેવા કરી હતી. તેઓ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી અને સાંસદ અને વિધાનસભાના સભ્ય તરીકે ઘણા વર્ષો સુધી તેમના કાર્ય માટે સમાન રીતે યાદ કરવામાં આવે છે. દેશને આર્થિક રીતે ઉન્નત બનાવવામાં અને દેશની સમૃદ્ધિ અને વિકાસ માટે મજબૂત પાયો નાખવામાં તેમનું દૂરંદેશી નેતૃત્વ મહત્ત્વપૂર્ણ હતું.’

નરસિમ્હા રાવ વિશે વાત કરવામાં આવે તો, તેઓ આઠ વખત ચૂંટણી જીત્યા હતા. તેમને રાજનીતિના ચાણક્ય કહેવામાં આવતા હતા. કોંગ્રેસ પાર્ટીમાં 50 વર્ષ ગાળ્યા બાદ તેઓ દેશના વડાપ્રધાન બન્યા. રાવ લગભગ 10 વિવિધ ભાષાઓમાં બોલી શકતા હતા. તેઓ અનુવાદમાં પણ માસ્ટર ગણાતા હતા.

Chaudhary Charan Singh's grandson Jayant Chaudhary

આ સાથે આજે ચૌધરી ચરણસિંહને મરણોત્તર ભારત રત્ન (Bharat Ratna) આપવામાં આવ્યો છે. મેરઠ જિલ્લાના નૂરપુરમાં મધ્યમ-વર્ગના ખેડૂત પરિવારમાં જન્મેલા ચૌધરી ચરણ સિંહ ભારતના પાંચમા વડાપ્રધાન હતા. તેમણે 1923માં વિજ્ઞાનમાં સ્નાતક થયા અને 1925માં આગ્રા યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી. 1929માં મેરઠ પરત ફર્યા બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા.

ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણીની વાત કરવામાં આવે તો તેઓ ભાજપના વરિષ્ઠ નેતા અને દેશના સાતમા નાયબ વડાપ્રધાન રહી ચૂક્યા છે. તેમનો જન્મ 1927માં પાકિસ્તાનના કરાચીમાં એક હિન્દુ સિંધી પરિવારમાં થયો હતો. અડવાણીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકારમાં ભારતના નાયબ વડાપ્રધાન પદ સંભાળ્યું છે. આ પહેલા તેઓ 1998 થી 2004 દરમિયાન બીજેપીના નેતૃત્વવાળા નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)માં ગૃહમંત્રી પણ રહી ચુક્યા છે.

Nitya Rao, daughter of MS Swaminath

ઉલ્લેખનીય છે કે, આજે જાણીતા કૃષિ વૈજ્ઞાનિક એમ.એસ.સ્વામીનાથને પણ મરણોત્તર ભારત રત્ન આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે, તેમની પુત્રી નિત્યા રાવ ભારત રત્ન લેવા આવી હતી. એમ.એસ.સ્વામીનાથ વિશે વાત કરવામાં આવે તો તેમનો જન્મ 1925માં મદ્રાસમાં થયો હતો. સ્વામીનાથનને ભારત રત્ન પહેલા તેમને તેમના કાર્ય માટે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે, જેમાં પદ્મશ્રી (1967), પદ્મભૂષણ (1972), પદ્મવિભૂષણ (1989), મેગ્સેસે એવોર્ડ (1971) અને વર્લ્ડ ફૂડ પ્રાઈઝ (1987)નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Bharat Ratna: અત્યાર સુધી કોને કોને મળ્યો ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર? આ રહી યાદી

આ પણ વાંચો: Rajasthan Foundation Day: ‘રાજસ્થાન’ એટલે ‘રાજાઓનું સ્થાન’, આજે તેનો 75 મો સ્થાપના દિવસ

આ પણ વાંચો: Election King Padmarajan: ‘ઇલેકશન કિંગ’ નામે ઓળખાય છે પદ્મરાજન, 238 વખત ચૂંટણી લડ્યા અને દરેક વખતે હાર્યા

Tags :
Advertisement

.