શપથ લીધા પહેલા Donald Trump નું આકરું વલણ, કહ્યું- 'Middle East' નો અંત નક્કી...!
- 20 ડિસેમ્બરના રોજ Donald Trump અમેરિકાનું રાષ્ટ્રપતિ પદ સંભાળશે
- રાષ્ટ્રપતિ પદ સંભાળતા પહેલા ટ્રમ્પે હમાસને આપી ચેતવણી
- ઇઝરાયેલના બંધકોને છોડવામાં નહીં આવે તો મધ્ય પૂર્વનો વિનાશ - ટ્રમ્પ
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) શપથ લેતા પહેલા જ પોતાનું વલણ બતાવવાનું શરૂ કરી દીધું છે. ટ્રમ્પે (Donald Trump) પેલેસ્ટિનિયન જૂથ હમાસને સીધી ધમકી આપી હતી અને કહ્યું હતું કે, જો ઇઝરાયેલના બંધકોને છોડવામાં નહીં આવે તો તે મધ્ય પૂર્વમાં વિનાશ લાવશે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા વિવાદ પર બોલતા ટ્રમ્પે (Donald Trump) કહ્યું કે, જો 20 જાન્યુઆરી 2025 પહેલા બંધકોને છોડવામાં નહીં આવે તો મિડલ ઈસ્ટને ભારે કિંમત ચૂકવવી પડશે. વાસ્તવમાં ટ્રમ્પ (Donald Trump) 20 જાન્યુઆરી 2025 ના રોજ અમેરિકી રાષ્ટ્રપતિ પદ સંભાળશે.
ડોનાલ્ડ ટ્રમ્પે હમાસની નિંદા કરી હતી...
ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર કહ્યું કે જેણે, માનવતા વિરુદ્ધ અત્યાચાર કર્યો છે તેમને ભારે કિંમત ચૂકવવી પડશે. ટ્રમ્પે (Donald Trump) હમાસ દ્વારા ઈઝરાયેલના નાગરિકોને બંધક બનાવવાને હિંસક અને અમાનવીય ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, દરેક વ્યક્તિ એવા બંધકો વિશે વાત કરી રહી છે જેમને ખૂબ જ હિંસક, અમાનવીય રીતે અને સમગ્ર વિશ્વની ઇચ્છા વિરુદ્ધ રાખવામાં આવી રહ્યા છે. ટ્રમ્પે આ મામલે અગાઉની વાટાઘાટોની ટીકા કરી હતી અને દાવો કર્યો હતો કે બંધકોને લઈને ઘણી વાતો થઈ હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
"ALL HELL TO PAY": US President-elect Trump on hostage situation in Middle East
Read @ANI Story | https://t.co/oSDljd7UVO#Trump #MiddleEast #Hostage pic.twitter.com/OHyt3aB5G0
— ANI Digital (@ani_digital) December 2, 2024
આ પણ વાંચો : Bangladesh : ચિન્મય ક્રિષ્ણ દાસના વકીલ પર જીવલેણ હુમલો, હાલત ગંભીર
બંધકોને તાત્કાલિક મુક્ત કરવામાં આવે - ટ્રમ્પ
ટ્રમ્પે કહ્યું કે, બાનમાં લેવા માટે જવાબદાર લોકો સામે યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા વિદેશી સંસ્થાઓ સામે અગાઉની કોઈપણ કાર્યવાહી કરતાં મોટી ક્ષમતામાં કાર્યવાહી કરવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે બંધકોને હવે મુક્ત કરો. નહીંતર એવો હુમલો થશે જેની તેઓ કલ્પના પણ નહીં કરી શકે. ટ્રમ્પે કહ્યું કે, જવાબદારો પર યુનાઇટેડ સ્ટેટ્સના લાંબા અને ઇતિહાસમાં અત્યાર સુધી જેટલો હુમલો થયો છે તેના કરતા વધુ હુમલો કરવામાં આવશે.
આ પણ વાંચો : મમતાની મોટી માગ, બાંગ્લાદેશમાં મોકલો UN Peacekeeping Force
આ હુમલામાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા...
તમને જણાવી દઈએ કે, 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર મોટો હુમલો કર્યો હતો. 1,200 થી વધુ લોકો માર્યા ગયા હતા અને 250 થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. તેમાંથી લગભગ 100 હજુ પણ કેદમાં છે અને ઘણાના મોતની આશંકા છે. જવાબમાં, ઇઝરાયેલે ગાઝામાં હમાસના સ્થાનોને નિશાન બનાવીને વળતો હુમલો કર્યો. ગાઝામાં ઇઝરાયેલના હુમલામાં 45,000 થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા.
આ પણ વાંચો : Mexico માં બંદૂકધારીઓએ કર્યો અંધાધૂંધ ગોળીબાર, 8 લોકોના મોત