Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Water Crisis in India: ભારતમાં આવશે મોટું જળ સંકટ, નજીકના ભવિષ્યમાં આ વિસ્તારો થઈ જશે સાવ સુકા

Water Crisis in India: ભારતભરમાં અત્યારે જોરદાર ગરબી પડી રહીં છે. ઉનાળો શરૂ થતાની સાથે જ દેશમાં જળ સંકટ વધુ ઘેરાવા લાગ્યું છે. સમગ્ર દેશમાં જળાશયોના સંગ્રહમાં નોંધપાત્ર ઘટાડો નોંધવામાં આવ્યો છે. સેન્ટ્રલ વોટર કમિશનના જણાવ્યા પ્રમાણે વાત કરવામાં આવે...
07:57 PM May 03, 2024 IST | VIMAL PRAJAPATI
Water Crisis in India

Water Crisis in India: ભારતભરમાં અત્યારે જોરદાર ગરબી પડી રહીં છે. ઉનાળો શરૂ થતાની સાથે જ દેશમાં જળ સંકટ વધુ ઘેરાવા લાગ્યું છે. સમગ્ર દેશમાં જળાશયોના સંગ્રહમાં નોંધપાત્ર ઘટાડો નોંધવામાં આવ્યો છે. સેન્ટ્રલ વોટર કમિશનના જણાવ્યા પ્રમાણે વાત કરવામાં આવે તો, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે આ સમયગાળા દરમિયાન સંગ્રહ ક્ષમતા 35 ટકાથી ઘટીને 28 ટકા થઈ છે. CWC 150 જળાશયોમાં પાણીના સંગ્રહનું નિરીક્ષણ કરે છે અને સાપ્તાહિક બુલેટિન બહાર પાડે છે. આ બાબતે વધારે વાત કરવામાં આવે તો, દક્ષિણ ભારત આનાથી સૌથી વધુ પ્રભાવિત છે.

દક્ષિણ ભારતના આ જળાશયો થશે સાવ સુકા

પંચ દક્ષિણ ભારતમાં કુલ 24 જળાશયો જેવા કે, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ સહિત અનેક પર નજર રાખે છે. CWC બુલેટિન મુજબ 42 જળાશયોમાં ઉપલબ્ધ કુલ સંગ્રહ 8.353 BCM અથવા 53.334 બિલિયન ક્યુબિક મીટરની કુલ ક્ષમતાના 16 ટકા છે. 2023 સુધીના આ સમયગાળા દરમિયાન આ જળાશયોનો સંગ્રહ કુલ ક્ષમતાના 28 ટકા હતો. જ્યારે આ જ સમયગાળા દરમિયાન છેલ્લા દસ વર્ષનો સરેરાશ સંગ્રહ 22 ટકા હતો. 150 જળાશયોમાં કુલ સંગ્રહ 50.432 બિલિયન ક્યુબિક મીટર (બીસીએમ) છે, જે તેમની સંયુક્ત સંગ્રહ ક્ષમતાના માત્ર 28 ટકા છે.

ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન સંગ્રહ 37 ટકા હતો

ભારતમાં થઈ રહેલા જળ સંકટ (Water Crisis)ના વાત કરીએ તો ઉત્તરી વિસ્તાર જેવા કે, હિમાચર પ્રદેશ, પંજાબ અને રાજસ્થાન સહિત અન્ય જળાશયોમાં ઉપલબ્દ સંગ્રહ 6.051 BCM નોંધવામાં આવ્યો છે. જે તેની કુલ ક્ષમતાનું માત્ર 31 ટકા છે. ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન સંગ્રહ 37 ટકા હતો. તે જ સમયે, આસામ, ઝારખંડ અને ઓડિશા સહિતના અન્ય રાજ્યોનો સમાવેશ કરતા પૂર્વીય પ્રદેશમાં 7.45 BCMની કુલ સંગ્રહ ક્ષમતાના 36 ટકા છે. ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન આ આંકડો 33 ટકા હતો.

પશ્ચિમ વિસ્તારમાં ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે અને ત્યાં સંગ્રહ સ્તર 11.771 BCM છે જે 49 મોનિટરિંગ જળાશયોની કુલ ક્ષમતાના 31.7 ટકા છે. આ ગયા વર્ષના સંગ્રહ સ્તર (38 ટકા) અને દસ વર્ષની સરેરાશ (32.1 ટકા) કરતાં ઓછું છે. તેવી જ રીતે, ઉત્તર અને મધ્ય પ્રદેશોમાં પણ જળ સંગ્રહ સ્તરમાં ઘટાડો જોવા મળ્યો છે.

આ પણ વાંચો: ભારતના જાસૂસ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે ધારે તેને ઠાર કરી શકે, અમેરિકાના દાવા બાદ પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રમાં પહોંચ્યું

આ પણ વાંચો: Rahul Gandhi એ રાયબરેલીથી ભર્યું નામાંકન, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી રહ્યા હાજર…

આ પણ વાંચો: CBSE બોર્ડના ધોરણ 10 અને 12 ના પરિણામો આ દિવસે આવશે…

Tags :
Bengaluru Water Crisiskarnataka Water Crisisnational newsVimal PrajapatiWater crisisWater Crisis in Indiawater crisis in karnatakaWater Crisis news
Next Article