Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

iPhone 16 ખરીદવા Apple સ્ટોરની બહાર લોકોની લાંબી લાઈનો..Video

iPhone 16નો ભારતમાં ભારે ક્રેઝ આજથી iPhone 16 સિરીઝનું વેચાણ શરૂ Apple સ્ટોરની બહાર લોકોની લાંબી લાઈનો લાગી પાછલા વર્ઝન કરતાં ઓછી કિંમતે iPhone Pro સિરીઝનું વેચાણ iPhone 16 : Apple ભારતમાં 20 સપ્ટેમ્બર એટલે કે આજથી iPhone 16...
09:20 AM Sep 20, 2024 IST | Vipul Pandya
iPhone 16 pc google

iPhone 16 : Apple ભારતમાં 20 સપ્ટેમ્બર એટલે કે આજથી iPhone 16 સિરીઝનું વેચાણ શરૂ કરી રહ્યું છે. નવી iPhone 16 સિરીઝના વેચાણની શરૂઆતને કારણે, મુંબઈમાં BKC Apple સ્ટોરની બહાર ભારે ભીડ એકઠી થઈ હતી. અહીં લોકોએ સ્ટોર તરફ દોટ મુકી હતી. Appleના iPhone 16 ખરીદવા માટે દિલ્હીના સાકેતમાં સિલેક્ટ સિટી વોકમાં પણ લોકો લાંબી કતારમાં ઉભા જોવા મળ્યા હતા.

Apple સ્ટોરની બહાર લોકોની લાંબી લાઈનો લાગી

દર વખતે iPhoneની નવી સિરીઝ ખરીદવાનો ક્રેઝ હોય છે. Apple સ્ટોરની બહાર લોકોની લાંબી લાઈનો લાગી ગઈ છે. અહીં હાજર iPhone પ્રેમીઓ ફોન મેળવવા માટે ઉતાવળમાં છે અને લોકો સ્ટોર ખુલવાની રાહ જોઈ રહ્યા છે. ભીડને ધ્યાનમાં રાખીને અહીં સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

પાછલા વર્ઝન કરતાં ઓછી કિંમતે iPhone Pro સિરીઝનું વેચાણ

આ પહેલી વખત છે જ્યારે કંપની પાછલા વર્ઝન કરતાં ઓછી કિંમતે iPhone Pro સિરીઝનું વેચાણ કરી રહી છે, જેનું મુખ્ય કારણ તાજેતરના બજેટમાં આયાત ડ્યૂટીમાં કરાયેલા કાપને કારણે છે. કંપનીએ નિવેદનમાં જણાવ્યું છે કે, "iPhone 16 Proની શરૂઆતની કિંમત 1,19,900 રૂપિયા છે અને iPhone 16 Pro Maxની શરૂઆતની કિંમત 1,44,900 રૂપિયા છે."

આ પણ વાંચો---Motorola એ સૌથી સસ્તો ફોન કર્યો લોન્ચ,જાણો કિંમત અને ફીચર્સ

iPhone સીરીઝમાં અત્યાર સુધીની સૌથી મોટી ડિસ્પ્લે સાઈઝ 6.3 ઈંચ અને 6.9 ઈંચની

લગભગ એક વર્ષ પહેલા, iPhone 15 Pro ની શરૂઆતી કિંમત રૂ. 1,34,900 અને iPhone 15 Pro Max રૂ 1,59,900 ની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવી હતી. iPhone 16 Pro અને iPhone 16 Pro Max 128 GB, 256 GB, 512 GB અને 1 TB સ્ટોરેજ ક્ષમતામાં ઉપલબ્ધ થશે. આમાંથી, iPhone સીરીઝમાં અત્યાર સુધીની સૌથી મોટી ડિસ્પ્લે સાઈઝ 6.3 ઈંચ અને 6.9 ઈંચની હશે.

ભારતમાં એસેમ્બલ iPhone 16 અને iPhone 16 Plusની કિંમતોમાં કોઈ તફાવત નથી

જોકે, ભારતમાં એસેમ્બલ iPhone 16 અને iPhone 16 Plusની કિંમતોમાં કોઈ તફાવત નથી. Appleએ કહ્યું હતું કે, "iPhone 16ની શરૂઆતની કિંમત 79,900 રૂપિયા છે અને iPhone 16 Plusની શરૂઆતની કિંમત 89,900 રૂપિયા છે."

ભારતીય બજારમાં Appleનો હિસ્સો 6 ટકા અને મૂલ્યમાં 16 ટકા

વોલ્યુમની દ્રષ્ટિએ ભારતીય બજારમાં Appleનો હિસ્સો 6 ટકા અને મૂલ્યમાં 16 ટકા છે. ભારતમાં એપલનો બિઝનેસ ઝડપથી વધી રહ્યો છે. તેની આવક 2025 સુધીમાં $10 બિલિયનના આંકને પાર કરી શકે છે.

આ પણ વાંચો---iPhone ની સિરીઝ પર 20 હજારનું ડિસ્કાઉન્ટ, આજે ઓફરનો અંતિમ દિવસ

Tags :
AppleApple storesBusinessIPhone 16iPhone 16 craze in IndiaiPhone 16 series mobilesiPhone ProTechnology
Next Article