રશિયાના રાષ્ટ્રપતિને મારવાનો થયો પ્રયાસ, પુતિનના ઓફિસ પર થયો હુમલો
- રશિયા - યુક્રેન યુધ્ધમાં સહુથી મોટો હુમલો
- રશિયામાં રાષ્ટ્રપતિ પુતિનની ઓફીસ પર હુમલો
- મોસ્કોમાં આવેલી પુતિનની ઓફીસ ક્રેમલીન પર હુમલો
- ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો હુમલો
- રશિયન આર્મી દ્વારા ડ્રોન એટેક નિષ્ફળ કરવામાં આવ્યો
- રશિયન આર્મી દ્વારા કરવામાં આવ્યો ખુલાસો, આવો બદલો લઈશું કે દુનિયા જોશે
બુધવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર આતંકી હુમલો થયો હોવાનું સામે આવ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે, મોસ્કોમાં પુતિનની ઓફિસ ક્રેમલિનને ડ્રોન દ્વારા નિશાન બનાવવામાં આવ્યો હતો. જોકે, હુમલો થયો ત્યારે પુતિન ઓફિસમાં હાજર ન હોતા. રશિયા આ હુમલાને 'યોજિત આતંકવાદી કૃત્ય' માની રહ્યું છે. આ હુમલામાં બે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. ક્રેમલિનને ટાંકવામાં આવ્યું હતું કે રશિયન સુરક્ષા દળોએ બંને ડ્રોન ગુંબજમાં અથડાતા પહેલા તેને નિષ્ક્રિય કરી દીધા હતા.
પુતિનની ઓફિસમાં ડ્રોનથી હુમલો
રશિયાએ યુક્રેન પર રાષ્ટ્રપતિ પુતિનની હત્યા કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ક્રેમલિને બુધવારે જણાવ્યું હતું કે તેણે ક્રેમલિન તરફ યુક્રેન દ્વારા શરૂ કરાયેલા બે ડ્રોનને તોડી પાડ્યા હતા. રશિયાએ તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. ક્રેમલિનનો આરોપ છે કે યુક્રેન આ ડ્રોન વિસ્ફોટ કરીને રાષ્ટ્રપતિ પુતિનને મારવા માંગે છે. ક્રેમલિને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ક્રેમલિન તરફ બે માનવરહિત ડ્રોનને નિશાન બનાવવામાં આવ્યા હતા. જો કે, તેનો નાશ કરવામાં આવ્યો હતો." આ હુમલામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. ક્રેમલિનનું કહેવું છે કે 9 મેના રોજ વિજય દિવસની પરેડ પહેલા હુમલાનું આયોજન કરવામાં આવ્યું છે. ક્રેમલિનના નિવેદન મુજબ પુતિન એકદમ સુરક્ષિત છે અને પોતાનું કામ કરી રહ્યા છે. તેમના કાર્ય શિડ્યુલમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
હુમલા મામલે શું કહે છે યુક્રેન?
પુતિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું કે જ્યારે હુમલો થયો ત્યારે પુતિન ક્રેમલિનમાં હાજર ન હોતા. પેસ્કોવે કહ્યું કે, આ હુમલામાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમના કહેવા પ્રમાણે, પુતિન હાલમાં મોસ્કોમાં તેમના સત્તાવાર આવાસમાં છે અને ત્યાંથી તેમનું કામ કરી રહ્યા છે. દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના પ્રવક્તા સર્ગેઈ નિકીફોરોવે કહ્યું કે, તેમને આ ઘટના વિશે કોઈ માહિતી નથી. રાષ્ટ્રપતિના પ્રવક્તાએ કહ્યું કે તેઓ માત્ર તેમના દેશની રક્ષા કરી રહ્યા છે. અન્ય પર હુમલો કરવાનો તેમનો કોઈ ઈરાદો નથી.
આ પણ વાંચો - ભ્રામક જાહેરાત દૂર કરવા બોર્નવિટાને સૂચના, બાળ આયોગે સાત દિવસમાં રિપોર્ટ માંગ્યો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ