Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

J&K Assembly: કલમ 370 મુદ્દે ધારાસભ્યો બાખડ્યા..

જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં ભારે હોબાળો ધારાસભ્યો વચ્ચે છુટા હાથની મારામારી થઇ ધારાસભ્ય ખુર્શીદ અહેમદ શેખે કલમ 370 પર બેનર બતાવ્યા બાદ ભારે હંગામો J&K Assembly : શ્રીનગરમાં જમ્મુ અને કાશ્મીર વિધાનસભા (J&K Assembly) માં ધારાસભ્યો વચ્ચે છુટા હાથની...
j k assembly  કલમ 370 મુદ્દે ધારાસભ્યો બાખડ્યા
  • જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં ભારે હોબાળો
  • ધારાસભ્યો વચ્ચે છુટા હાથની મારામારી થઇ
  • ધારાસભ્ય ખુર્શીદ અહેમદ શેખે કલમ 370 પર બેનર બતાવ્યા બાદ ભારે હંગામો

J&K Assembly : શ્રીનગરમાં જમ્મુ અને કાશ્મીર વિધાનસભા (J&K Assembly) માં ધારાસભ્યો વચ્ચે છુટા હાથની મારામારી થઇ છે. જમ્મુ કાશ્મીર વિધાનસભા ગૃહ આજે સવારે શરું થયું ત્યારે એન્જિનિયર રાશિદના ભાઈ અને ધારાસભ્ય ખુર્શીદ અહેમદ શેખે કલમ 370 પર બેનર બતાવ્યા બાદ ભારે હંગામો થયો હતો. વિપક્ષના નેતા સુનીલ શર્માએ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. ગૃહની કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી.

Advertisement

ઈરાન હાફિઝ લોને જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં બેનર બતાવ્યું

ઈરાન હાફિઝ લોને જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં બેનર બતાવ્યું હતું. ઈરફાન હાફિઝ લોન અને બીજેપી સભ્યો વચ્ચે મારામારીને પગલે ગૃહની કાર્યવાહી 15 મિનિટ માટે સ્થગિત કરવામાં આવી હતી. ભાજપે સુરક્ષા પર અવાજ ઉઠાવ્યો કે આવી ચીજોને કેવી રીતે મંજૂરી આપવામાં આવે છે. આ મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષના ધારાસભ્યો આમને સામને આવી ગયા હતા અને ધારાસભ્યો વચ્ચે છૂટા હાથની મારામારી થઇ હતી.

Advertisement

આ પણ વાંચો----Jammu-Kashmir માં સેનાની મોટી કાર્યવાહી, બાંદીપુરા અને કુપવાડામાં 1-1 આતંકી ઠાર

Advertisement

ધારાસભ્યોએ ભારે નારાબાજી કરીને હોબાળો મચાવ્યો

ઉલ્લેખનિય છે કે કલમ 370 નો પ્રસ્તાવ પરત લેવાના મામલે ધારાસભ્યો વચ્ચે ભારે હોબાળો થયો હતો. ધારાસભ્યોએ ભારે નારાબાજી કરીને હોબાળો મચાવ્યો હતો અને ધારાસભ્યો અંદરોઅંદર બાખડ્યા હતા.

આ પણ વાંચો---સાવધાન! આ 5 રાજ્યોમાં પડશે ભારે વરસાદ, જાણો આગામી 5 દિવસોમાં કેવું રહેશે તાપમાન?

Tags :
Advertisement

.