મહિલાએ અડધી રાત્રે મંગાવી એવી વસ્તુ કે.. જેને જોઈ ડિલિવરી બોય પણ ચોંકી ગયો!
- એક મહિલાએ સ્વીગીથી ફૂડ નહી પણ સાડી ઓર્ડર કરી
- અડધી રાત્રે મહિલા દ્વારા સાડીનો ઓર્ડર મળ્યો
- સ્વીગી પરથી ઓર્ડર કરવા પર પોતાનો અનુભવ શેર કર્યો
Bengaluru: હાલમાં ઓનલાઇન શોપિંગનો ક્રેઝ વધી ગયો છે. ઘરનો કોઇ સામાન હોય, ફૂડ હોય કે પછી કપડા. બધુ જ ઘરે બેઠા એક ક્લિકમાં જ મળી રહે છે. આપણે એવુ ઘણીવાર કર્યુ હશે કે મોડી રાત્રે ભૂખ લાગે અને કંઇક અટપટુ ખાવાનું મન થાય તો ઓનલાઇન ફૂડ ઓર્ડર કરી લઇએ છીએ. પરંતુ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં અડધી રાત્રે મહિલાએ સ્વીગી (swiggy) પર એવો ઓર્ડર કર્યો કે ડિલીવરી બૉય પર ચોંકી ગયો. શું છે સમગ્ર ઘટના આવો જાણીએ.
મહિલાએ અડધી રાત્રે મંગાવી એવી વસ્તુ કે..
કર્ણાટકના બેંગ્લુરુ(Bengaluru)ની આ વાત છે. જ્યાં એક મહિલા(woman)એ સ્વીગીથી ફૂડ નહી પણ સાડી ઓર્ડર કરી. અડધી રાત્રે મહિલા દ્વારા સાડીનો ઓર્ડર મળ્યો તો ડીલીવરી બોય પણ હેરાન થઇ ગયો. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે મહિલાએ આ અંગે ટ્વિટ કરીને જાણ કરી. તેણે સ્વીગી પરથી ઓર્ડર કરવા પર પોતાનો અનુભવ શેર કર્યો હતો.
Ordered a saree on @SwiggyInstamart at 12 am for last-minute Onam plans. I love Bangalore istg. 🥹🫶
— Neerja Shah (@Neerjargon) September 14, 2024
નીરજા શાહ નામની મહિલાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. તેમાં લખ્યું કે મે છેલ્લી મિનિટે ઓણમના આયોજન માટે @SwiggyInstamart પરથી સાડીનો ઓર્ડર આપ્યો. મને બેંગ્લોર ખૂબ ગમ્યું.. મહિલાની પોસ્ટ થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ. મહિલાએ કહ્યું કે સ્વિગી ડિલિવરી બોય પણ મારો ઓર્ડર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે કલ્પના પણ નહીં કરી હોય કે અડધી રાત્રે કોઇ સાડી પણ મંગાવી શકે.
આ પણ વાંચો -Maharashtra : ધુલેમાં બુરારી જેવી ઘટના, 1 ઘર, 1 ફાંસો, 4 મૃતદેહ, પોલીસે તપાસ હાથ ધરી...
'ફિલ્મ સ્ત્રીની યાદ આવી ગઇ'
મહિલાની આ પોસ્ટ વાયરલ થતા યુઝર્સ અટપટી કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે મેં એકવાર ફ્લાઈટમાં ચઢતા પહેલા પ્રેશર કૂકર ઓર્ડર કર્યું હતું. મારે તે કૂકર ન્યુયોર્કમાં મારા મિત્ર પાસે લઈ જવાનું હતું. અન્ય એક યુઝરે લખ્યું જો કોઈ અડધી રાત્રે આ રીતે સાડી ઓર્ડર કરશે તો સામેનો વ્યક્તિ ચોક્કસથી ડરી જશે. અન્ય એક યુઝરે લખ્યું કે આ બધું જોઈને મને ફિલ્મ 'સ્ત્રી' યાદ આવી ગઈ.
આ પણ વાંચો -Jharkhand : IED બ્લાસ્ટમાં CoBRA બટાલિયનનો એક સૈનિક ઘાયલ, એરલિફ્ટ કરીને રાંચી લઇ જવાયો...
મહિલાએ માન્યો આભાર
મહત્વનું છે કે ઓનમ દક્ષિણ ભારતનો લોકપ્રિય તહેવાર છે. જે ખાસ કરીને કેરળમાં ઉજવવામાં આવે છે. પરંતુ દક્ષિણ ભારતના અન્ય રાજ્યો જેવા કે આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટકમાં લોકો ઓણમનો તહેવાર ઉત્સાહથી ઉજવે છે. આ તહેવારની 6 થી 15 સપ્ટેમ્બર સુધી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ તહેવાર માટે છેલ્લી મિનિટોમાં જ મહિલાને સાડી લાવવા મદદ કરવા પર સ્વિગીનો આભાર માન્યો હતો.