Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ODI વર્લ્ડ કપ 2023 માંથી બહાર થતા જ વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ થયા ભાવુક

ભારતમાં રમાવવાનો વન ડે વર્લ્ડ કપ 2023 (ODI World Cup 2023)  માં વેસ્ટ ઈન્ડિઝ નહીં રમી શકે, જેવા આ સમાચાર સામે આવ્યા કે દુનિયાભરમાં ક્રિકેટ પ્રેમીઓ ચોંકી ગયા હતા. એક એવી ટીમ કે જે એક દાયકાની એટલી મજબૂત ટીમ હતી...
odi વર્લ્ડ કપ 2023 માંથી બહાર થતા જ વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ થયા ભાવુક

ભારતમાં રમાવવાનો વન ડે વર્લ્ડ કપ 2023 (ODI World Cup 2023)  માં વેસ્ટ ઈન્ડિઝ નહીં રમી શકે, જેવા આ સમાચાર સામે આવ્યા કે દુનિયાભરમાં ક્રિકેટ પ્રેમીઓ ચોંકી ગયા હતા. એક એવી ટીમ કે જે એક દાયકાની એટલી મજબૂત ટીમ હતી કે તેની સામે રમતા અન્ય દેશો ડરતા હતા. જણાવી દઇએ કે, વન ડે વર્લ્ડ કપ 2023 માં પ્રવેશ મેળવવા માટે વેસ્ટ ઈન્ડિઝ (West Indies) ની ટીમ સહિત અન્ય 10 ટીમો ઝિમ્બાબ્વેમાં ક્વોલિફાય મેચ રમી રહી છે. જેમા ગઈ કાલે (શનિવાર) વેસ્ટ ઈન્ડિઝની ટીમ સ્કોટલેન્ડ (Scotland) સામે હારી ગઇ હતી અને આ હાર બાદ તે વનડે વર્લ્ડ કપ 2023 માંથી બહાર થઇ ગઇ છે. ટીમની હાર અને વર્લ્ડ કપમાં જગ્યા ન મેળવવાના કારણે વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ અને ઘણા ફેન્સ ભાવુક નજર આવ્યા હતા. તેમની આંખોમાં આસું આવી ગયા હતા.

Advertisement

વેસ્ટ ઈન્ડિઝ ODI વર્લ્ડ કપમાંથી બહાર થતા જ ખેલાડીઓ થયા ભાવુક

એક સમય હતો જ્યારે વિશ્વ ક્રિકેટ પર વેસ્ટ ઈન્ડિઝનું રાજ હતું. દુનિયાભરની ટીમો તેની સામે રમવાથી ડરતી હતી. હવે સ્થિતિ એવી છે કે 2 વખતની વર્લ્ડ ચેમ્પિયન ટીમ ભારતમાં યોજાનારા વર્લ્ડ કપની રેસમાંથી બહાર થઈ ગઈ છે. સ્કોટલેન્ડ સામે શનિવારે મળેલી હાર બાદ વેસ્ટ ઈન્ડિઝનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. મેચ બાદ એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં વેસ્ટ ઈન્ડિઝના વર્તમાન ખેલાડીઓ, પૂર્વ ક્રિકેટરો અને ચાહકો ખૂબ જ ભાવુક જોવા મળી રહ્યા છે અને તેમની આંખોમાં આંસુ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. જણાવી દઇએ કે, ઝિમ્બાબ્વેમાં યોજાઈ રહેલા વર્લ્ડ કપ ક્વોલિફાયર 2023માં વેસ્ટ ઈન્ડિઝનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. તેઓ ગ્રુપ સ્ટેજમાં આયર્લેન્ડ સામે હારી ગયા હતા. કેરેબિયન ટીમ કોઈક રીતે સુપર-6માં પહોંચી હતી પરંતુ પછી તેને નેધરલેન્ડ અને સ્કોટલેન્ડથી કારમી હાર મળી હતી. આ સાથે જ બે વખતની ચેમ્પિયન ટીમ ભારતમાં યોજાનાર વર્લ્ડ કપની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.

Advertisement

1975 પછી આ પહેલાવાર છે કે વેસ્ટ ઈન્ડિઝની ટીમ ODI વર્લ્ડ કપ નહીં રમે

Advertisement

સપનું તૂટ્યા બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થવા લાગ્યો જેમાં વેસ્ટ ઈન્ડિઝના T20 વર્લ્ડ કપ ચેમ્પિયન કેપ્ટન ડેરેન સેમી, કોમેન્ટેટર ઈયાન બિશપ અને સેમ્યુઅલ બદ્રીની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા. આ સાથે હાજર ખેલાડીનો ચહેરો પણ ઉદાસ હતો અને સ્ટેડિયમમાં હાજર કેટલાક પ્રશંસકો રડતા પણ જોવા મળ્યા હતા. જણાવી દઇએ કે, 1975 પછી આ પ્રથમ વખત છે જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમ વર્લ્ડ કપ નહીં રમે. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝ બે વખત ચેમ્પિયન બની ચુકી છે, પરંતુ સ્કોટલેન્ડ સામે હાર્યા બાદ તે આ વર્ષે યોજાનાર વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે.

ગૌતમ ગંભીરનું છલકાયું દર્દ!

ODI વર્લ્ડ કપમાંથી વેસ્ટ ઈન્ડિઝની બહાર થયા બાદ ગંભીરે ટ્વિટર પર લખ્યું, "I Love West Indies, હું વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટને પ્રેમ કરું છું, મને હજુ પણ વિશ્વાસ છે કે તે વિશ્વની નંબર વન ટીમ બનશે." જો કે આ ટ્વીટ બાદ યુઝર્સે ગંભીરને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.

ઈયન બિશપે વેસ્ટ ઈન્ડિઝના પતન પાછળનું જણાવ્યું કારણ

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટના 'સતત પતન' એ ઈયન બિશપને ભૂતકાળના દિગ્ગજોની યાદ અપાવી છે જેઓ સમય સાથે તાલમેલ જાળવી શક્યા નહોતા અને ક્યારેય તેમનું ભૂતપૂર્વ ગૌરવ પાછું મેળવી શક્યા નહોતા. બે વખતની ભૂતપૂર્વ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ સ્કોટલેન્ડ સામે વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં શરમજનક હાર સાથે 48 વર્ષમાં પ્રથમ વખત વર્લ્ડ કપમાં પ્રવેશ મેળવવાથી ચૂકી ગયા પછી ભૂતપૂર્વ ઝડપી બોલર અન્ય કોઈપણ કેરેબિયન ક્રિકેટ ચાહકોની જેમ નિરાશ છે. બિશપ માને છે કે વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓની વર્તમાન પેઢી પર આંગળી ચીંધવી ખોટું હશે કારણ કે પતન લાંબા સમય પહેલા શરૂ થયું હતું.

જેસન હોલ્ડરે હાર બાદ શું કહ્યું ?

જેસન હોલ્ડરે ટીમ વિશે કહ્યું કે, 'મને નથી લાગતું કે બધુ ખતમ થઈ ગયું છે. ટીમમાં ઘણા એવા યુવા ખેલાડીઓ છે જે ડેવલોપ કરી શકે છે અને વેસ્ટ ઈન્ડિઝની ટીમનું નસીબ ફેરવી શકે છે. અમારી ટીમમાં ઘણા યુવા ખેલાડીઓ છે અને અમારે તેમને સતત સમર્થન આપવું પડશે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે અમે ટૂર્નામેન્ટ પછીના સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ અને વસ્તુઓને યોગ્ય જગ્યાએ મૂકીએ જેથી કરીને અમે અમારી પ્રતિભાનો વિકાસ કરી શકીએ.

આ પણ વાંચો - World Cup 2023 : બે વખત વર્લ્ડ ચેમ્પિયન રહેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ વર્લ્ડકપમાંથી થઈ બહાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.